Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મત (ર) વતન - માત્મવત્ર (.) (આત્મબળ, આત્મામાં શક્તિનો સંચય) માત (4) જોક - ભોળ () (આત્મજ્ઞાન, આત્મસ્વરૂપનું જ્ઞાન) અષ્ટક પ્રકરણમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જણાવે છે કે “હે જીવાત્મન્ આત્માના મૂળભૂત સ્વરૂપનું જ્ઞાન ક્યારેય બંધક નથી. આત્મજ્ઞાનતે જીવાત્માને કદાપિદુખી નથી કરતો. પરંતુ પૌગલિક દેહ, ઘર, ધનાદિ માટે આત્મામાં ઉત્પન્ન થયેલો રાગાદિ પરિણામ તમારા આત્માના બંધક છે. પુદ્ગલોમાં રહેલી આસક્તિ સત્યનું જ્ઞાન થતાં અટકાવે છે, અને તમારા મનમાં હર્ષ-શોક વગેરેની લાગણી દ્વારા દુખાદિની અનુભૂતિ કરાવે છે. જયારે આત્મજ્ઞાન તો એકાંતે સુખનો અનુભવ કરાવનાર છે. મત () ભાવ - ગાત્મ માવ (પુ.). (આત્મપરિણામ, મનોગત ભાવો) ઘણી વખત લોકો લાલચ, ઈર્ષાદિને વશ થઇને ખોટા કાર્યો કરતાં અચકાતા નથી. તે વિષયાદિમાં રહેલી આસક્તિ તેમને ખોટું કરવાની પ્રેરણા આપે છે. અને જીવ અધમકૃત્ય કરવા પરવશ બની જાય છે. પરંતુ એક વાત સમજી રાખજો કે, જ્યારે પણ તમે ખોટું કાર્ય કરી રહ્યા હશો ત્યારે તમારો પોતાનો અંતરાત્મા તો તમને પોકારો પાડીને કહી રહ્યો હશે કે આ તું ખોટું કરે છે. બીજા બધા ભલે સાથ આપતાં હશે પણ તમારો આત્મા કદાપિ તમારા ખોટા કાર્યોમાં તમને સાથ નહીં જ આપે. તમારો આત્મપરિણામ તો તે સમયે પોતાનો વિરોધ જ નોંધાવતો હશે. પછી ભલેને અનાદિકાલીન સંસ્કારોની ગાઢતાને કારણે આત્માના અવાજને દબાવીને તમે અપકૃત્ય કરી નાંખતા હોવ. आत (य) भाववंकणया - आत्मभाववङ्कनता (स्त्री.) (માયાપ્રયિકી ક્રિયા, આત્મભાવોની વક્રતા) મનમાં રહેલ સરળ ભાવો પ્રમાણે વર્તવું તે ઋજુતા છે. જ્યારે મનના સરળ ભાવોને છુપાવીને મેલી ઇચ્છાથી શઠ ભાવોનું પ્રગટી કરણ તે માયા છે. માયાનો સ્વભાવ જ એ છે કે તમારા સદ્દગુણોને દબાવીને બલાત્કારે તમારી પાસે શઠાચરણ કરાવે છે. માયાપુર્વક જે વ્યવહાર કરવામાં આવે તેને શાસ્ત્રમાં માયાપ્રયિકી ક્રિયા કહેવામાં આવી છે. आत (य) भाववत्तवया - आत्मभाववक्तव्यता (स्त्री.) (અહંકારથી સ્વાભિપ્રાયનું કથન કરવું તે) કહેવાય છે કે સહુથી મોટા અહંકારી કોણ તો જવાબ છે ગૌતમસ્વામી. અને સર્વશ્રેષ્ઠ વિનયી કોણ તો તેનો પણ જવાબ છે ગૌતમસ્વામી, સંસારી અવસ્થામાં ગૌતમસ્વામી બ્રાહ્મણ હતાં. ચૌદવિદ્યાના પારગામી અને પાંચસો શિષ્યના ગુરુ હતાં. તેઓ સર્વશાસ્ત્રવિદ્ હોવા છતાં પણ મનમાં આત્મા વિશે શંકા હતી. પરંતુ તેઓ બહાર કોઈને જણાવવા નહોતા દેતાં કે તેઓ પણ જ્ઞાનમાં અપૂર્ણ છે. બાહ્યથી તો તેઓ પોતે સર્વજ્ઞ છે તેવો જ વર્તાવ કરતાં હતાં. પરંતુ જયારે તેઓને પરમગુરુ તરીકે મહાવીરદેવ મળ્યા ત્યારે તેમનો અહંકારનો પહાડ ઓગળી ગયો. અભિમાનનો ત્યાગ કરીને તેઓ મન-વચન-કાયાથી પરમાત્માને સમર્પિત થઈ ગયા. માત (4) પૂ - આત્મિમૂ(પુ.) (1. આત્મામાં ઉત્પન્ન થયેલ 2, મનમાં પ્રગટેલ ભાવ 3. પુત્ર 4. કામદેવ 5. પુત્રી 6. શિવ 7. વિષ્ણુ) મત (2) રક્ષg - માત્મરક્ષ (કિ.) (1. અંગરક્ષક 2. દેવવિશેષ) ઠાણાંગ સૂત્રમાં સાધુને ઉદ્દેશીને કહેલું છે કે “જ્યારે પણ તારી ઉપર ઉપસર્ગ આવે ત્યારે તારે આત્મરક્ષક બનવું જોઈએ.” આત્મરક્ષક બનવાના ત્યાં ત્રણ વિકલ્પ જણાવ્યા છે. 1. જયારે ઉપસર્ગ આવે ત્યારે પોતાના મનને સમજાવવું કે ઉપસર્ગ કરનારને તારા કર્મ ખપાવનાર હોવાથી ઉપકારી છે. માટે તારે ક્રોધ ન કરવો જોઇએ. 2. ઉપસર્ગ કરનારા અજ્ઞાની છે. તેને પાત્ર 288 -