Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आतवालोय - आतपालोक (पु.) (ઉષ્ણતાનો અનુભવ, અગ્નિની ઉષ્ણતાનું દર્શન કરવું) માત (2) વણ - માત્મવા (ઉ.) (આત્માધીન, સ્વાધીન) આ જગત વિચિત્રતાઓથી ભરેલું છે. તેમાં એકસમાનતા ક્યારેય જોવા નથી મળતી. કોઇ સુખી છે તો કોઈ દુખી છે. કોઇ રોગી છે તો કોઇ નિરોગી છે. કોઇ ધનવાન છે તો કોઇ નિર્ધન છે. આ બધા જ વૈચિત્ર્યનું સંચાલન કરનાર જો કોઈ હોય તો તે કર્મ છે. જીવ જ્યાં સુધી કર્મને આધીનપણે વર્તે છે, ત્યાં સુધી તેને નિરંતર સુખની પ્રાપ્તિ થવી અશક્ય જ છે. આથી જ તો શાસ્ત્રમાં કહ્યું છે કે સંસારમાં જેટલા પણ દુખો છે તે બધાનું મૂળ કારણ જો કોઈ હોય તો તે પરવશતા છે. અને સાચા સુખનું મુખ્ય કારણ સ્વાધીનતા છે. બીજા જોડે રાખેલી અપેક્ષા તમને કાયમ દુખ ઉપજાવે છે. જ્યારે પોતાની ઇચ્છાઓને, લાગણીઓમાં કાબૂમાં કરીને જે આત્મવશ થયો છે. તે કદાપિ દુખી થઇ શકતો જ નથી. માત (2) વાયત્ત - માત્મવાલા (3) (આત્મસ્વરૂપને પ્રાપ્ત, તત્ત્વવેત્તા). આત્મા ઉપયોગાદિ લક્ષણ યુક્ત છે. જીવ અસંખ્યપ્રદેશાત્મક છે. આત્મા સંકોચ અને વિકાસની ક્ષમતાવાળો છે. આત્મા સ્વકૃત કર્મોનો ભોક્તા છે. પ્રત્યેક સાધારણાદિ સ્થિતિમાં રહેલો છે. તે દ્રવ્ય-ગુણ અને પર્યાયયુક્ત છે. નિત્યાનિત્યાદિ અનેક ધર્માત્મક છે. આવા આત્મસ્વરૂપનો જેને સ્પષ્ટ બોધ હોય તેને સૂયગડાંગ સૂત્રમાં આત્મવાદ પ્રાપ્ત કે તત્ત્વવેત્તા કહેલો છે. સાત (2) વિ(ડુ) - આત્મવિ૬ (ઉ.) (આત્મસ્વરૂપને જાણનાર, તત્ત્વવેત્તા) ગાત () વરિય - આત્મવીર્ય (2) (વીર્યનો એક ભેદ, આત્મશક્તિ). નિશીથ ચૂર્ણિમાં આત્મવીર્યના વિયોગાત્મવીર્ય અને અવિયોગાત્મવીર્ય એમ બે ભેદ બતાવવામાં આવેલા છે. તે અંતર્ગત સંસારી અવસ્થામાં રહેલા જીવના વસ્તુઓ સાથેના સંયોગ-વિયોગથી મનાદિમાં ઉત્પન્ન થનારા ભાવો તે વિયોગાત્મવીર્ય છે. તથા તે સિવાયના ઉપયોગાદિ લક્ષણયુક્ત જે પરિણામ છે તે અવિયોગાત્મવીર્ય છે. અાત () વિદિ- આત્મવિશુદ્ધિ (.) (1. પ્રાયશ્ચિત્ત દ્વારા આત્માની શુદ્ધિ કરવી તે 2. ઉલ્કાલિક શ્રુતવિશેષ) જૈનમતમાં૧. જ્ઞાનમાર્ગ 2. દર્શનમાર્ગ અને 3. ચારિત્રમાર્ગ એમ કુલ ત્રણ માર્ગ પ્રરૂપવામાં આવેલા છે. આચરણની પદ્ધતિએ ભલે ત્રણ માર્ગ બતાવ્યા હોય. પરંતુ તે ત્રણેય માર્ગનો મૂળ ઉદ્દેશ છે આત્મશુદ્ધિનો. આ ત્રણેય માર્ગની આરાધના કરીને આરાધકે જો કાંઇ પ્રાપ્ત કરવાનું હોય તો તે છે આત્માની શુદ્ધિ. જ્યાં સુધી શુદ્ધિ નથી પ્રગટતી ત્યાં સુધી સત્યનો બોધ થતો નથી. અને સજ્ઞાનના અભાવે સાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે ત્રિમાર્ગની આરાધના કરીને આત્મશુદ્ધિ કરવાની અને આત્મશુદ્ધિ થવા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી એ જ મૂળ પ્રક્રિયા છે. તે સિવાયની અન્ય કોઇ પદ્ધતિ નથી. માત (2) વેરાવજોર - માત્મવૈયા (ઉ.) (1. આળસી, પ્રમાદી 2. સાધુસમુદાયથી ભિન્ન) તિરંજિw - માત્માન (!). (ઉપસર્ગનો એક ભેદ, પોતાના કારણે જ શરીર કે સંયમનો ઉપઘાત થાય તે) અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોને સમભાવે સહન કરવા તે સાધુધર્મ છે. ઉપસર્ગ આવ્યું તેમાંથી વિચલિત ન થવું તે સંયમધર્મની આરાધના છે. પરંતુ સંયમની આરાધના કરતાં કરતાં આત્મઘાત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. શાસ્ત્રમાં કહેવું છે કે સાધુએ સ્વયં એવી કોઇ પ્રવૃત્તિ ન કરવી જોઇએ જેનાથી આત્મઘાત કે સંયમઘાતમાં પોતે જ કારણ બને. 2900