Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માણુપુત્ર - સાનુકૂર્ચ () (અનુક્રમ, પરંપરા, પરીપાટી) ગર્ભશ્રીમંત તેને કહેવાય જેની પાસે પૂર્વની પરંપરાએ વારસાગત સંપત્તિ આવેલી હોય. તે સંપત્તિમાં પૂર્વના પૂર્વજોનું લોહી-પાણી રેડાયા હોય છે. આથી તેની કિંમત વધી જાય છે. બસ આપણી પાસે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સંપત્તિ આવી છે. તે પણ તીર્થકર ભગવંતો, આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો યાવતુ બાવ્રતધારી શ્રાવકોનું યોગદાન રેડાયું છે ત્યારે તમને અને મને પ્રાપ્ત થઈ છે. આ વરસો આવનારા બીજા અઢારહજાર વર્ષ સુધી પરંપરાએ ચાલવાનો છે એ વાત યાદ રાખજો . आणुपुब्बद्रिय - आनुपूर्व्यस्थित (त्रि.) (ક્રમમાં રહેલ, પરંપરાએ રહેલ) અનાદિકાલીન સંસારમાં જીવે અનંતપુદ્ગલ પરાવર્ત પ્રમાણ જન્મ-મરણ કરેલા છે. તે પુદ્ગલ પરાવર્તની સમજૂતિ આપતા જણાવ્યું છે કે આ લોકમાં એક જ શ્રેણિમાં ક્રમબદ્ધ આકાશ પ્રદેશ રહેલા છે. હવે માનો કે કોઈ જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને કોઇ એક નિશ્ચિત આકાશ પ્રદેશમાં મૃત્યુ પામ્યો. હવે એમ કરતાં જીવ બીજા-બીજા ભવો કરીને ફરીથી પૂર્વે જે આકાશ પ્રદેશમાં મરણ પામ્યો હતો, તેને અડીને રહેલા આકાશ પ્રદેશમાં મૃત્યુ પામે આમ કરતાં એક જ શ્રેણિમાં રહેલા પ્રત્યેક આકાશ પ્રદેશને સ્પર્શીને મૃત્યુ પામે. આવી રીતે ચૌદ રાજલોકમાં રહેલ પ્રત્યેક શ્રેણિગત દરેકે દરેક આકાશપ્રદેશને સ્પર્શીને મૃત્યુ પામે. ત્યારે એક પુગલ પરાવર્ત કહેવાય. આ જીવે અત્યારસુધી આવા અનંત પુદ્ગલપરાવર્ત સંસાર પરિભ્રમણ કરેલું છે. આશ્ચર્યની વાત છે કે છતાં પણ આ જીવને હજીયે જન્મ-મરણથી કંટાળો નથી આવતો. બાપુપુત્ર (fબ) સુનય - માનપૂર્થ (સ્ત્ર) નાત (ર.) (અનુક્રમે સારી રીતે ઉત્પન્ન થયેલ) સાપુપુત્રિ - માનુપૂર્વા (ઉ.) (ક્રમે જનાર, ક્રમપૂર્વક ગતિ કરનાર) આચારાંગ સૂત્રમાં કહેલું છે કે “સૂત્ર તે અર્થના ક્રમને અનુસરે છે અને અર્થ તે સૂત્રને અનુસરે છે. એટલે કે જે સૂત્ર અને અર્થ બન્ને પરસ્પર એક-બીજાના ક્રમને અનુસરે તે આનુપૂર્વગ કહેવાય છે. જે સૂત્રને અર્થ ક્રમને નથી અનુસરતાં ત્યાં વાચકને નિશ્ચિત વસ્તુનો બોધ થઈ શકતો નથી. आणुपुब्विगंठिय - आनुपूर्वीग्रन्थित (त्रि.) (ક્રમબદ્ધ રચેલ, પરીપાટીએ ગુંથેલ) જે પદાર્થોનું કથન અરિહંત પરમાત્માએ અર્થથી કરેલું હોય છે. તેને ગણધર ભગવંતો ક્રમબદ્ધ સૂત્રમાં ગૂંથે છે. એટલે કે વિસ્તૃત અર્થનો બોધ સંક્ષિપ્તમાં થઈ શકે તે માટે તેઓ દ્વાદશાંગીરૂપ સૂત્રની રચના કરે છે. અને એક ખાસ વાત એ છે કે એકથી બાર અંગોમાં આચારંગા કેમ પહેલું, સૂયગડાંગ બીજું જ કેમ તેમાં પણ ચોક્કસ કારણ રહેલું છે. અને તે નિશ્ચિત કારણોસર દરેક સૂત્રોનો ક્રમ નક્કી કરવામાં આવેલો છે. આજે પણ ક્રમબદ્ધ રચાયેલ આ અંગોનું પઠન-પાઠન પણ તે ક્રમ પ્રમાણે કરવામાં આવે છે. आणुपुब्बिणाम - आनुपूर्वीनामन् (न.) (નામકકર્મની એક પ્રકૃતિ) જેવી રીતે બળદને નાથવા માટે કે દોરડું એ પ્રધાન સાધન છે. તેવી જ રીતે જીવને જે ગતિનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય, તેને તે આનુપૂર્વી નામકર્મ તે ચોક્કસ ગતિમાં લઈ જવાનું કાર્ય કરે છે. આ આનુપૂર્વી નામકર્મની પ્રકૃતિ છે અને તે ચારગતિરૂપ ચાર પ્રકારે છે. આ આનુપૂર્વ કર્મનો ઉદય જીવને એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરતાં વચ્ચેનો જે અંતરાલ કાળ હોય છે, ત્યારે જ આવે છે. અને આ આનુપૂર્વી કર્મનો સમય બેથી ચાર સમય જેટલો જ કહેલો છે. માળુપુત્રિ - આનુપૂર્વી (ન્ન.) (અનુક્રમ, પરંપરા, પરીપાટી). ક્રમ, શ્રેણિ, પંરપરા, આ બધા આનુપૂર્વીના પર્યાયવાચી શબ્દો છે. સંક્ષિપ્તમાં કહીએ તો જે કથન, આચાર વગેરે પૂર્વને અનુસરતાં 280