Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ C કુદરતે સંપત્તિ, સત્તા, જ્ઞાન આ બધું જ માત્ર મનુષ્યને જ કેમ આપ્યું છે? શા માટે કોઈ કૂતરો કરોડોપતિ નથી. કોઇ ગધેડો નેતા નથી. શા માટે કોઇ બળદ વગેરે પશુ જમીનોનો માલીક નથી. આ બધાનો વિચાર કર્યો છે ખરા? નહીં ને ! તો જરા વિચારો આવું શા માટે છે. કારણ કે કુદરતને ખબર છે કે મનુષ્ય એ સમજુ પ્રાણી છે. તેને મળેલ સંપત્તિ વગેરેમાં તે માત્ર પોતાનો જ નહીં પરંતુ બીજાનો પણ વિચાર કરશે. તે પોતાના સુખ-દુખનો વિચાર પછી કરશે, પણ બીજાના દુખોને પહેલા વિચારશે. પરંતુ જે જીવ સ્વાર્થી થઇને માત્ર પોતાનો જ વિચાર કરે છે તેને શાસ્ત્રોમાં નિષ્ફર ભાષામાં આત્મભરિ કહેલા છે. જોવા જઈએ તો આવા સ્વાર્થી જીવો અને પશુઓ વચ્ચે એક રીતે કોઇ જ તફાવત નથી હોતો. સાત () #M - માત્મન (ર.) (1. પોતાના કાર્ય 2. સ્વકૃત કમ) કમોને આશ્રયીને સુભાષિતાદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે એક વાછરડું હજારો ગાયોની વચ્ચે ઊભી રહેલી પોતાની માતાને એક ક્ષણમાં ઓળખી લે છે. તેવી જ રીતે સ્વકૃત કમ લાખો કરોડો ભવ દૂર ચાલ્યા ગયેલા આત્માને ઓળખીને તેને ફલ આપવા સમર્થ છે. ગત () વેણી - સાભાવેષ (વિ.) (આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરનાર) પરદેશમાં ભારતીય સંસ્કૃતિનો પરચમ લહેરાવનાર સ્વામી વિવેકાનંદે પોતાના એક પુસ્તકમાં કહ્યું છે કે તમારે રોજની દસ મિનિટ પોતાના આત્મા સાથે ચર્ચા કરવી જોઇએ. જો તમે આત્મમંથન માટે આટલું નથી કરી શકતાં તેનો મતલબ કે તમે જંદગીમાં એક વિશિષ્ટ વ્યક્તિને મળવાની તક ગુમાવી રહ્યા છો. આ જ વાત આગમોમાં કહેવામાં આવેલી છે. ઉત્તરાધ્યયનાદિ ગ્રંથોમાં કહેલું છે કે જીવે પ્રતિક્ષણ આત્મગવેષક બનવું જોઇએ. એટલે કે કર્મમલથી છૂટવા માટે આત્માના શુદ્ધસ્વરૂપનું ચિંતનગવેષણા કરવી. આત્મગવેષણા દ્વારા આત્માના ગુણોનું તેના ભાવોનું ભાન થવાથી પૌગલિક પરિણામો છૂટી જાય છે. અને જીવ મોક્ષની વધુ નજીક જવા લાગે છે. ઉત (1) - માત્મત (વિ.) (આત્મામાં રહેલ, સ્વગત) આજના સમયમાં સ્કીલ ડેવલમેન્ટના કોર્ષમાં પણ કહેવામાં આવે છે કે બહારના પરિબળો તમને ભલે ગમે તેવા મળ્યા હોય. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હશે, આવડત હશે, કંઈક કરી છૂટવાનો ઉત્સાહ હશે. તો પછી તે અવરોધક તત્ત્વો તમને ક્યારેય રોકી નહીં શકે. અને તે બધા તો માત્ર વિકાસ માટેના પગથીયા છે. હકીકતમાં તમને સિદ્ધિ અપાવનાર તમારી અંદર રહેલ આવડત છે. આ જ વાત જિનશાસનમાં કહેવામાં આવેલી છે. તમે સુખની વ્યાખ્યા મકાન, દુકાન, ગાડી, સંપત્તિ, પત્ની, પુત્રાદિ કરો છો. તે તો હકીકતમાં માત્ર નિમિત્ત છે. ખરું સુખ તો તમારા આત્માની અંદર સમાયેલું છે. પૌદ્ગલિક સુખ તમને સુખ કે દુખની અનુભૂતિ કરાવવા સમર્થ છે. પરંતુ આત્માની અંદર રહેલુ-પ્રગેટલું આત્મરમણતાનું સુખ કપરા સંજોગોમાં પણ તમને આનંદનું રસપાન કરાવવા સમર્થ છે. માત () ગુત્ત - માત્મપુત (ત્રિ.) (1. મનવચનકાયાથી ગોપવેલો છે આત્મા જેણે તે 2. અસંયમસ્થાનથી જેણે આત્માનું રક્ષણ કર્યું છે તે) સૂયગડાંગસૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં કહેવું છે કે “અસંયમ સ્થાનોથી જેણે પોતાના આત્માનું રક્ષણ કરેલું છે તેવો આત્મગુપ્ત સાધુ ભૂતકાળમાં કરેલા, વર્તમાનમાં કરાતાં અને જે ભવિષ્યમાં કરવામાં આવશે. તેવા પાપકર્મોની ક્યારેય અનુમોદના કરતાં નથી. અર્થાત તેવી પાપપ્રવૃત્તિની અનુમતિ ક્યારેય નથી આપતાં.” * ગુપ્તાભિન(ઉ.) (અસંયમસ્થાનથી જેણે આત્માનું રક્ષણ કર્યું છે તે, સંયમયુકતુ સાધુ). સાત (4) છap () - અભિકવિન (ઈ.) (એક વાદીનો મત) 0283