Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મri (8) F () - માતા (કું.) (રોગી) રોગને પ્રાપ્ત જીવ માટે જૈનધર્મમાં ગ્લાન પારિભાષિક શબ્દ વાપરવામાં આવેલો છે. તત્ત્વાર્થસૂત્રમાં સેવાને યોગ્ય દસ પાત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. તે દસ સ્થાનો પૈકી એક સ્થાન ગ્લાન જીવ છે. શાસ્ત્રમાં કહેલું છે કે રોગી જીવની સેવા કરવા માટે સાધુએ ઉગ્રવિહાર કરવો પડે તો તે પણ કરવો. સ્વયં આહારનો ત્યાગ કરવો પડે તો તે પણ કરવું. પરંતુ ગ્લાન સાધુની સેવાનો અવસર જવા નહીં દેવો. આથી જ તો આગમોમાં પરમાત્માએ કહેલું છે કે જે રોગીની સેવા કરે છે તે એક રીતે મારી જ સેવા કરે ૩મતિ(૪) વાયા - અતિવનિ (સ્ત્ર) (કુંભારનું ભજન) માતંડ (4) રર - ત્મિત્તિક્ટર (પુ.). (1. પ્રત્યેકબુદ્ધાદિ 2. આત્માનો વધ કરનાર) સ્વયં પોતાના આત્માનો અંત એટલે કે નાશ કરનાર હોય તે આત્માન્તકર કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહેલું છે કે પ્રત્યેકબુદ્ધ કે સ્વયંસંબુદ્ધાદિ જીવો આત્માન્તકર છે. તેઓ અનાદિકાલીન જે જન્મ-મરણની પરંપરા છે તેનો નાશ કરવા દ્વારા પોતાના આત્માને સંસારથી સર્વથા વિખૂટો પાડે છે. એટલે કે સંસાર સાથે પોતાના આત્માના સર્વ પ્રકારના સંબંધોનો અંત કરીને મોક્ષમાં જનાર હોવાથી તેઓ આત્માન્તકર છે. આd (4) તમ - માત્મત () (1. આત્માને દુખી કરનાર 2. આચાર્યને ખેદ પમાડનાર 3. અજ્ઞાની આત્મા) જ્ઞાન એ સંસાર સમુદ્રમાં નાવ સમાન કહેલું છે. જ્ઞાનપ્રાપ્ત જીવ સાચા-ખોટાનો કે સારા-નરસાનો વિવેક સુચારુ રીતે કરી શકે છે. જયારે આશાની જીવને તો બન્ને વચ્ચેનો તફાવત જ ખબર ન હોવાથી ખોટામાં પ્રવૃત્તિ અને સાચામાં નિવૃત્તિ કરનાર હોય છે. જેના કારણે તે અશુભ કર્મનો બંધ કરનાર હોવાથી ભવાંતરમાં કે તે જ ભવમાં સ્વયં પોતાના આત્માને પીડા પમાડે છે. એટલું જ નહીં તેવો જીવ સ્વ અને પર એમ બન્નેને તકલીફ પહોંચાડનારો હોવાથી તેને આત્મતમ કહેલો છે. માતં () મ - ત્મિક (ઉં.) (1. આત્માનું દમન કરનાર, આચાર્ય સત્તાની લાલચે એક દેશ બીજા દેશ ઉપર, એક રાજ્ય બીજા રાજ્ય ઉપર, એક શહેર બીજા શહેર ઉપર અને એક જમીનનો માલિક બીજાની જમીન ઉપર દમન કરતો હોય છે. આ રીતે બીજાને દમવાથી તમે સત્તા તો મેળવી લેશો. પરંતુ તેઓના મનમાં તમારા માટે માન નહીં હોય. માત્રને માત્ર તમારી બીક હશે. જ્યારે પોતાની ઇચ્છાઓને દમવાથી પોતાના આત્મામાં રહેલા દુર્ગણોને દમવાથી તમારી અંદર ગુણોનો આવિર્ભાવ થાય છે. તે ગુણો તમને બીજાથી અલગ તારવે છે. અને જેના કારણે લોકો તમને સન્માનની નજરે જુએ છે. આથી બીજાનું દમન કરનાર મહાન નથી. મહાન તો તે છે જે પોતાના આત્માનું દમન કરે છે. જેમ કે પરમપિતા મહાવીર દેવ. તેમની પાસે કોઈ રાજ્ય કે સંપત્તિ તો નહોતી. છતાં પણ આજે આખુંયે જગત તેમને નમન કરે છે. કારણ કે તેઓએ આત્માનું દમન કર્યું હતું, બીજાનું નહીં. માતં(જં) 4 - માતાક (વિ.) (કંઇક લાલ) માd (4) લાયન - માતાWIધ્યયન () (ત નામે જ્ઞાતાધર્મકથાના દ્વિતીય શ્રુતસ્કંધના સાતમાં વર્ગનું દ્વિતીય અધ્યયન) મત () મf - માત્મામા (f) (માત્ર પોતાના ઉદરની પૂર્તિ કરનાર, સ્વાર્થી)