Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ક્ષોભ પામ્યા વિના સ્થિર થઇ જાય. પછી તે જંગલ હોય, નગર હોય, નદી હોય કે પછી કોઈ ખેતરોની કેડી જ કેમ ન હોય. મોક્ષના ઇક શ્રમણે ચારિત્ર જીવનમાં આવતા પરિષહો અને ઉપસોંથી જરાપણ આકુળ-વ્યાકુળ થવું ન જોઈએ. જે જીવ તેનાથી ક્ષોભ પામે છે તે મોક્ષની વાત તો દૂર રહો મોક્ષમાર્ગના પણ દર્શન કરી શકતો નથી.” માતર - જુનત્તર (રે.) (અતિશય આકુળ) એક કરતા બીજાને અલગ કરવા માટે અથવા વિશેષ બતાવવા માટે સંસ્કૃતમાં તર તરyપ્રત્યય વપરાય છે. તેનો અર્થ થાય છે કે પેલા કરતાં આ વધારે અથવા વિશેષ છે. જેમ કે પ્રથમ નરકમાં રહેલા જીવો દુખોથી જેટલા આકુળ હોય તેના કરતાં વધારે દુખોથી ત્રસ્ત બીજી નરકના જીવો હોય છે. તેમ ઉત્તરોત્તર પૂર્વની નરકના જીવો કરતાં આગળની નરકના જીવો દુખોથી અત્યંત આકુળતર હોય છે. અર્થાત વધારે દુખી હોય છે. आउलमण - आकुलमनस् (त्रि.) (આકુળ છે મન જેનું તે, વ્યગ્રચિત્તવાળો) મોક્ષમાર્ગના પથિક માટે શાસ્ત્રમાં કહેલું છે કે અધ્યાત્મયોગની પ્રત્યેક ક્રિયા કરતાં સાધકે પોતાના ચિત્તને સમુદ્રના મધ્યભાગની જેમ એકદમ શાંત અને સ્થિર રાખવું. કારણકે સદનુષ્ઠાનની સિદ્ધિ માટે અનાકુળ મન એ પ્રાથમિક આવશ્યકતા છે. અન્યથા, અનુષ્ઠાન તેનું તાત્વિક ફળ આપી શકતું નથી. જેનું ચિત્ત અત્યંત ચંચળ અને આકુળ-વ્યાકુળ હોય છે તેના માટે અધ્યાત્મની વાત તો દૂર રહો. પોતાના સાંસારિક કાર્યોની પણ તે સિદ્ધિ કરી શકતો નથી. आउलमाउला - आकुलाऽऽकुला (स्त्री.) (નિદ્રામમાદથી મૂલગુણ અને ઉત્તરગુણને બાધ પમાડનારી ક્રિયા) આવશ્યક સૂત્રમાં આ શબ્દનો અર્થ કરતાં લખ્યું છે કે “કોઈ શ્રમણ નિદ્રા અથવા પ્રમાદને વશ થઇને એવી પ્રવૃત્તિ આચરે કે જેનાથી પંચ મહાવ્રતરૂપ મૂલગુણ અને તેના સહાયક ઉત્તરગુણોને બાધા પહોચે. તો તે પ્રાયશ્ચિત્તસાધ્ય અતિચાર છે. અથવા નિદ્રામાં રહેલ સાધુ સ્વમની અંદર સ્ત્રીનો સંયોગ, યુદ્ધ, હાસ્ય વગેરે ક્રિયા કરે તો તેનાથી મૂલગુણાદિ અત્યંત આકુળ થઇ જાય છે. અર્થાત્ મૂલગુણોને હાનિ પહોંચે છે.' માવાય - મહુવા (પુ.) (પરસ્પર થતો સંકીર્ણવાદ) સાત્રિ - ગતિ (સ્ત્રી) (પીળા વર્ણનું ફૂલ, તે નામે વનસ્પતિવિશેષ) * મજુત્નિ (કું.) (વ્યાકુળતા) માડત્નીરા - નીર (2) (વધારવું, પ્રચૂર કરવું) ભગવાન મહાવીરસ્વામી અને ગણધર ગૌતમસ્વામી વચ્ચે થયેલા 36000 પ્રશ્નોત્તરીનો સાક્ષી એટલે શ્રીભગવતીજી સૂત્ર. ભગવાન ગૌતમસ્વામીએ મહાવીર પરમાત્માને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! કયા કારણે જીવ પોતાના સંસારને વધારે છે અને મોક્ષને દૂર કરે છે? ત્યારે સર્વજ્ઞ ભગવંત કહે છે, હે ગૌતમ ! હિંસા, અસત્ય, ચોરી, ઇર્ષ્યા, મોહ અને મિથ્યાત્વને વશ થઇને જીવ પોતાના સંસાર સમુદ્રનો વિસ્તાર કરે છે. અને શિવસુખથી પોતાને દૂર કરે છે. आलीभूय - आकुलीभूत (त्रि.) (આકુળ થયેલ, વ્યગ્ર થયેલ) 237 -