Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માંડવગઢના મંત્રી પેથડશાહ જયારે પણ રાજ્યના બજારમાં બહાર નીકળતા ત્યારે લોકો તેમના શરીરનું સુખ-શાતાની પૃચ્છા કરતાં. મહામંત્રી પેથડ જિનધર્મને વરેલા અને જૈનતત્ત્વના જાણકાર હતાં. આથી તેઓ પ્રશ્નકારને ખૂબ જ માર્મિક જવાબ આપતા કે ભાઈ! તું મને કેમ છે પૂછે છે. પરંતુ જયાં પ્રતિદિન આયુષ્ય ક્ષય પામતું હોય જીવનમાંથી દિવસો ઘટતાં જતા હોય. ત્યાં કુશળતા ક્યાંથી હોય ? માડવંગ -- સાયુજન્ય (ઈ.) (આયુષ્ય કર્મનો બંધ) કર્મગ્રન્થમાં કહેલું છે કે “જીવ એક ભવમાં જેટલા વર્ષ સુધી જીવિત રહે છે તેમાં મુખ્ય કારણ છે આયુષ્ય કર્મ, કર્મગ્રંથમાં કહેલું છે કે “પ્રત્યેક સંસારીજીવ આયુષ્ય કર્મને છોડીને બાકીના સાતેય કર્મ પ્રતિક્ષણ બાંધતો હોય છે. એકમાત્ર આયુષ્ય કર્મને જીવ આખા જીવનમાં એક જ વાર બાંધે છે.” સૂત્રકૃતાંગ સૂત્રમાં કહેલું છે કે “આવા આયુષ્ય કર્મનો બંધ જીવ છ પ્રકારે કરે છે. ૧.જાતિનામનિધત્તાયુ 2. ગતિનામનિધત્તાયુ 3. સ્થિતિનામનિધત્તાયુ૪. અવગાહનાનામનિધત્તાયુ 5. પ્રદેશનામનિધત્તાયુ અને 6. અનુભાગનામનિધત્તાયુ.' आउयसंवट्टय - आयुष्कसंवर्तक (.) (આયુષ્ય કર્મનો ક્ષય કરનાર) સંવર્તક એટલે વારનાર, ક્ષય કરનાર એવા અર્થમાં વપરાય છે. શાસ્ત્રોની અંગર આયુષ્ય નિરુપક્રમ અને સોપક્રમ એમ બે પ્રકારે કહેલ છે. તેમાં કોઇ જીવે આમ તો એંસી વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય, પરંતુ કર્મવશ એવો યોગ થાય કે અકસ્માતના કારણે તે સંપૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના જ મૃત્યુ પામે. આવા જીવના આયુષ્યને સોપક્રમ અર્થાત્ ઘાત લાગીને આયુષ્યનો ક્ષય થયો કહેવાય. તેને આયુષ્કસંવર્તક પણ કહેવાય છે. ઝાડવેવન - સાય: () (આયુષ્ય કર્મને ભોગવવું તે). आउयसदव्वया - आयुस्सद्रव्यता (स्त्री.) (આયુષ્ય કર્મ સાથે સહચારીપણું) જીવનું આયુષ્ય કર્મના દળીયા સાથે સહચારીપણું કે મિત્રતાનો ભાવ તે આયુસ્સદ્રવ્યતા છે. અને જીવનો જ્યાં સુધી મોક્ષ નથી થયો, ત્યાં સુધી કર્મના સહચારી તરીકે આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે. અને આ વિશેષણ કોઇ એક જીવને ઉદ્દેશની નથી કહેવામાં આવ્યો. અપિતુ સંસારમાં વર્તતા તમામ જીવને આશ્રયીને કહેવામાં આવેલ છે. એટલે કે કોઇપણ જાતિ, કુળ, પદ કે સ્થાનમાં રહેલા જીવને આયુસ્સદ્રવ્યતા વિશેષણ સમાનપણે લાગુ પડે છે. અ3યાય - ફ્રાય (પુ.) (પાણીનો જીવ, સ્થાવરકાયનો એક ભેદ, પાણી એ જ છે શરીર જેનું તે) સાર - (.) (1. રોગી, ગ્લાન, બિમાર 2. ઉત્કંઠિત 3. દુઃખી, પીડિત) આતુરનો અર્થ રોગી તથા દુઃખી એવો થાય છે. શાસ્ત્રમાં કહેલું છે કે રોગ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. શરીરમાં શર્દી, ખાંસી, તાવ, ઘાવ વગેરે દેખાય છે તે બાહ્ય રોગ છે. પરંતુ ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અજ્ઞાન, માયા વગેરે અત્યંતર રોગો છે. એક દવા કે ઇજેશન લઇને બાહ્ય રોગોને તો શમાવી શકાય છે. પરંતુ અત્યંતર રોગોને શમાવવા બહારની કોઇ દવા વગેરે કામ નથી આવતી. તેનો નાશ કરવા માટે જ્ઞાનાભ્યાસ, સમતા, સંતોષ, સહિષ્ણુતા, સરળપણું વગેરે ગુણોનો આશ્રય કરવો પડે છે. શરીરનો રોગ મટાડવામાં ક્યારેક બાહ્ય દવાઓ સફળ થાય કે ન થાય. પરંતુ અત્યંતર રોગોને મટાડવામાં સંતોષાદિ ગુણો નિયમા સફળ થાય છે. એકવાર અજમાવી તો જુઓ! 235 -