Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आगमणागमणपविभत्ति - आगमनागमनप्रविभक्ति (न.) (નાટ્યવિધિવિશેષ) જેમાં ચંદ્રાદિનું આગમન-ગમન દર્શાવવામાં આવે તેવા બત્રીસ પ્રકારના નાટકમાંનું સાતમું નાટક એટલે આગમનાગમનપ્રવિભક્તિ નાટક. માનામiટ્ટ - માનતિ (a.) (આગમન્યાય, સિદ્ધાંતમાં કહેલ આચાર) જે સાધુ કે શ્રાવક આગમમાં કહેલા આચાર પ્રમાણે વર્તે કે બોલે છે. તે સન્માર્ગગામી હોવાના કારણે તેના ફળ મોક્ષને પ્રાપ્ત કરે છે. કિંતુ જે જીવ આગમનીતિથી વિપરીત પણે સ્વમતિ કલ્પનાએ આચરે છે કે ઉપદેશ આપે છે, તેને શાસ્ત્રમાં ધર્મલોક કે નિહ્નવ કહેલો છે. आगमतंत - आगमतन्त्र (त्रि.) (આગમ પરતંત્ર, આગમાનુસાર વર્તનાર) સદાગ્રહી અને દુરાગ્રહીની શાસ્ત્રમાં બહુ જ સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. સદાગ્રહી તે છે જે જીવ આગમને પરતંત્ર છે, અર્થાતુ શાસ્ત્રાનુસાર જીવન જીવનારો હોય છે. તે જીવ જ્યાં શાસ્ત્રની ગતિ હોય ત્યાં મતિ લઇ જનારો હોય છે. જ્યારે દુરાગ્રહી જીવ શાસ્ત્રના અપૂર્ણ બોધના કારણે જ્યાં પોતાની મતિ હોય ત્યાં જબરજસ્તીથી શાસ્ત્રોનો બોધ કરનારો હોય છે. મામા - મામતિવ(ર) (આગમનો પરમાર્થ) ષોડશક ગ્રંથમાં યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ મહારાજે આગમતત્ત્વની ચર્ચા કરતાં લખ્યું છે કે મમતવંત કુળ: પક્ષિત સર્વને અર્થાત વિશિષ્ટ વિવેકને વરેલો પંડિત જીવ ધર્મ અને અધર્મના નિયામક શાસ્ત્રને સર્વ પ્રયત્ન વડે ચકાસે. અને તેની પરીક્ષા કર્યા પછી તેના હાર્દને ગ્રહણ કરીને તદનુસાર વર્તે. મામfફ- સામ9િ(at) (આપ્તવચનરૂપ દૃષ્ટિ, શાસ્ત્રદૃષ્ટિ) પશુ અને મનુષ્યોને ચામડાની આંખો હોવાથી તે ચર્મચક્ષુ કહેવાય છે. જ્યારે શાસ્ત્રોના અભ્યાસના કારણે જેમની વિવેકરૂપી દષ્ટિ વિશિષ્ટ રીતે ખૂલી છે તેવા સાધુને જ્ઞાનસાર ગ્રંથની અંદર મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે શાસ્ત્રચક્ષુવાળા કહેલા છે. તેઓ જન્મે ભલે મનુષ્ય હોય પરંતુ સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિને મૂલવવાની અને શાસ્ત્રદૃષ્ટિવાળા શ્રમણની પરિસ્થિતિને મૂલવવાની પ્રક્રિયામાં બહુ જ મોટો તફાવત હોય છે. સામાન્ય વ્યક્તિ ટુંકી દૃષ્ટિએ વસ્તુસ્વરૂપને જાણે છે. જ્યારે સાધુ દીર્ઘદૃષ્ટા હોવાથી તેના સાચા સ્વરૂપને ઓળખી શકે છે. आगमदिहिदिट्ठसुण्णायमग्ग - आगमदृष्टिदृष्टसुज्ञातमार्ग (पुं.) (આગમદષ્ટિએ જોવાથી સારી રીતે જાણેલો છે સન્માર્ગ જેણે) आगमपरतंत - आगमपरतन्त्र (त्रि.) (આગમને પરાધીન, શાસ્ત્રને આધીન) ક્રિયાઓનું પાલન ભવ્ય જીવ પણ કરે છે અને અભિવ્ય જીવ પણ કરે છે. છતાં બન્નેના ફળમાં તફાવત હોય છે. એક આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. જ્યારે બીજો તે જ આરાધના કરીને માત્ર સ્વર્ગના સુખો જ મેળવી શકે છે. તો આવું શા માટે પંચવસ્તક ગ્રન્થમાં આનું સમાધાન આપતા કહ્યું છે કે, ભવ્ય જીવ આરાધનામાં જે પ્રયત્ન કરે છે તેમાં મૂળ કારણ શ્રદ્ધાપૂર્વકની આગમપરતંત્રતા છે. અર્થાત્ તેની આરાધના આગમાનુસારી અને શ્રદ્ધાપૂર્વકની હોય છે. જ્યારે અભવ્યમાં શાસ્ત્રાનુસાર તો હોય છે. પરંતુ શ્રદ્ધાનો અભાવ હોય છે. 248 -