Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જે પુષ્પાહારાદિ પરમાત્માને ચઢી ગયેલ હોય તેનો ઉપયોગ પણ આરાધનામાં કરવાનો નિષેધ છે. એટલે જે નૈવેદ્ય પરમાત્માને ચઢેલું હોય તેને ભલે બીજાને આપી દેવું પડે પરંતુ જૈન શ્રાવકને ન કહ્યું. આપણા જિનાલય અને ઉપાશ્રયો આટલા ચોખ્ખા રહે છે તેમાંનું એક કારણ એ પણ છે. જેના વખાણ સ્વામી સચ્ચિદાનંદે પણ કરેલ છે. - આધ્યાતિવન (3.) (કથન કરનાર, કહેનાર) સાચો શ્રોતા તે છે જે વક્તાના હૃદયગત ભાવોને જાણી શકે, સમજી શકે. ઘણી વખત વ્યાખ્યાન કે સૂત્રનું કથન કરનાર વક્તાના શબ્દો કંઇક અલગ હોય છે. જ્યારે કહેવાનો ભાવ તદ્દન ભિન્ન હોય છે. જેમ કોઈ કહે કે સાધુઓ નદીએ પાણી પીતા હતાં. અહીં કથન કરનારના શબ્દો જણાવે છે કે સાધુઓએ નદીમાં પાણી પીધું. પરંતુ તેનો ભાવાર્થ છે કે શ્રમણો નદી કિનારે બેસીને પાત્રામાંથી પાણી પીતાં હતાં. સાચો શ્રોતા શબ્દોને નહીં પરંતુ વક્તાના ભાવનું ગ્રહણ કરનારી હોય છે. અને જે કથનના હાર્દને જાણી શકે છે તે જ તત્ત્વને પામી શકે છે. आघअज्झयण - आख्यातवदध्ययन (न.) (સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૦માં સમાધિ અધ્યયનનું અપરનામ) ગાયંસ - આયર્નન () (મર્દન, ઘર્ષણ). સાધુની કોઇપણ ક્રિયા નિરર્થક ન હોય. તેમને પ્રત્યેક ક્રિયા સાર્થક અને ફળ આપનારી હોય. તેઓ આહાર લેવાની ક્રિયા કરે તો પણ કર્મ નિર્જરા, સ્વાધ્યાય કરે તો પણ કર્મ નિર્જરા, કેશલુંચનાદિ કરે તો પણ કર્મ નિર્જરા અને યાવત્ નિદ્રા કરે તો પણ કર્મની નિર્જરા હોય છે. આથી જ નિશીથચૂર્ણિમાં કહેવામાં આવ્યું છે કે જે સાધુ એક દિવસ કે દરરોજ પોતાના દાંતોને એક-બીજા સાથે ઘસે તો પ્રાયશ્ચિત્ત આવે, કારણકે દાંતોનું પરસ્પર ઘર્ષણ કરવું તે નિરર્થક ક્રિયા છે. અને નિરર્થક ક્રિયા માત્ર કર્મનો બંધ કરાવે છે. આવI - માયા (.) (વ્યાખ્યાન કરનાર, કથન કરનાર) ગાયત્ત - મરડ્યાન (). (કથન, ઉક્તિ, વ્યાખ્યાન) જે ગ્રંથ માત્ર સૂત્રોનો જ બોધ કરાવે તેને અક્ષરગમનિકા કહેવાય છે. તથા જે સૂત્રોના ભાવને વિસ્તારથી ખોલે તેને ટીકા કહેવાય છે. પરંતુ સૂત્રોના સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારના ભાવનું કથન કરવું તેને આખ્યાન કહેવામાં આવે છે. * મહા () (ગ્રહણ કરવું) સામાન્યથી પ્રાયશ્ચિત્તનો અર્થ કરવામાં આવે છે કે ગુરુ ભગવંત પાસે લેખિત આલોચના લઇને જે તપ વગેરે વિધિ કરવી. પરંતુ પખિસૂત્રમાં સાચા પ્રાયશ્ચિત્તનો અર્થ કરેલો છે કે પૂર્વે મેં જે પાપ કર્યા છે તેની અંતઃકરણ પૂર્વક નિંદા કરું છું. વર્તમાનમાં થતા પાપોથી અટકવા પ્રવૃત્ત થાઉં છું. અને ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તે માટે અત્યારથી જ પચ્ચખ્ખાણ ગ્રહણ કરું છું. અર્થાત્ તેવી પાપક્રિયાઓ ન કરવાની પ્રતિજ્ઞા લઉં છું. માટે જયારે આ ત્રિકાલિક પ્રયત્ન થાય, ત્યારે જ સાચું પ્રાયશ્ચિત્ત થયું ગણાય. * માહૈિ (4) (ગ્રહણ કરાવવું) * અજન (7) (પ્રતિપાદન દ્વારા પૂજની પ્રાપ્તિ કરાવવી) ગુજરાતી કહેવત છે કે જે પાણીએ મગ સીઝતા હોય તે પાણીએ મગ સીઝવવા. વક્તા પણ શ્રોતાઓ જે પદ્ધતિએ જિનધર્મ પ્રતિ આકર્ષિત થાય તદનુસારનું કથન કરનાર હોય. વ્યાખ્યાન કરનાર વ્યાખ્યાતા શ્રોતાઓના ભાવને પરખીને જિનપ્રણિત તત્ત્વોને - 2600