Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आगासत्थिकायपएस - आकाशास्तिकायप्रदेश (पुं.) (આકાશાસ્તિકાયનો નિર્વિભાગી અંશ, આકાશ પ્રદેશનું અવિભાજ્ય અંગ) आगासथिग्गल - आकाशथिग्गल (न.) (મેઘરહિત આકાશપ્રદેશ, મેઘથી ત્યજાયેલ થીગડાં જેવો શ્યામ આકાશ પ્રદેશ) પ્રજ્ઞાપના સત્રમાં ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ આકાશાસ્તિકાયના પ્રદેશો કોને કોને સ્પર્શીને રહેલા છે તેનો જવાબ આપતાં કહ્યું છે કે “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય સૂક્ષ્મ જીવો અને કેવલી મુઘાત કરી રહેલા ત્રસ જીવોને આકાશ પ્રદેશો સંપૂર્ણપણે વ્યાપીને રહેલા છે.' अगासपइद्रिय - आकाशप्रतिष्ठित (त्रि.) (આકાશમાં રહેલ, આકાશસ્થિત) લોકપ્રકાશ ગ્રંથમાં ચૌદરાજલોક પ્રમાણ લોકની અને તેની અંદર રહેલા રૂપી અને અરૂપી દરેક પ્રકારના પદાર્થોની ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો રહેલા છે તેવા લોકનું સ્વરૂપ અને તેની સ્થિતિ કેવી છે તે કહેતાં લખે છે કે, આ ચૌદ રાજલોક પ્રમાણ લોક આકાશ પ્રદેશને અવલંબીને રહેલું છે. અર્થાતુ લોકાલોક વ્યાપ્ત એવા આકાશની અંદર આલોક રહેલો છે. માWHપંઘમ - ઝાઝમ (!) (આકાશ નામક પાંચમું મહાભૂત) વેદશાસ્ત્રો કહે છે કે આ જગત પંચમહાભૂતાત્મક છે. આ વિશ્વ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને પાંચમા આકાશને અવલંબીને ચાલે છે. આ પાંચ મહાભૂતોનું મિલન એ જ જીવ તત્ત્વ છે. જ્યારે તેઓ વિલિન થાય છે ત્યારે જીવનું મૃત્યુ થાય છે. જ્યારે જૈન શાસ્ત્રો કહે છે કે આત્મા તે આ પાંચ મહાભૂતાત્મક નહીં કિંતુ તેનાથી તદ્દન ભિન્નદ્રવ્ય છે. આ પાંચના અભાવમાં પણ આત્મદ્રવ્ય તો કાયમ રહે છે. અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન કરી શકે છે. ગાગારપર - માાર (1) (દષ્ટિવાદની અંતર્ગત સિદ્ધશ્રેણી પરિકમનો ચોથો ભેદ) आगासपएस - आकाशप्रदेश (पुं.) (આકાશનો અવિભાજ્ય ભાગ, સોળ આકાશપ્રદેશ) મા//(ાતિય) - ઝાટિજ (ઈ.) (આકાશ જેવું સ્વચ્છ સ્ફટિકરત્ન) રત્નપરીક્ષા શાસ્ત્રમાં જેવી રીતે નીલમ, વૈર્ય, પરવાળા વગેરે રત્નોના સ્વરૂપ જણાવવામાં આવ્યા છે. તેવી જ રીતે સ્ફટિક રત્નની પણ ચર્ચા કરેલ છે. તેમાં કહેવું છે કે જે આકાશ જેવું અત્યંત સ્વચ્છ હોય. જેમાં કોઇપણ જાતનો દાગ ન હોય. જરાપણ પીળાશ પડતું ન હોય તથા જેમાં એક અંશ જેટલી પણ રેખા ન હોય તેવા સ્ફટિક રત્ન રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે. કિંવદન્તી અનુસાર કહેવાય છે કે બત્રીસ પૂતળી આત્મક રાજા વિક્રમાદિત્યનું સિંહાસન પણ અત્યંત પારદર્શી સ્ફટિક રત્નમાંથી બનેલું હતું. જે પાછળથી ભોજ રાજા પાસે આવ્યું. મા (f) નિયરિસપ્રદ (જિ.) (નિર્મળ સ્ફટિકરત્ન જેવી કાંતિ છે જેની તે) आगास (फलिहा) फालियामय- आकाशस्फटिकमय (त्रि.) (અત્યંત સ્વચ્છ, સ્ફટિક રત્નમય) आगासमग्ग - आकाशमार्ग (पुं.) (દ્રવ્ય માર્ગનો એક ભેદ, વિદ્યાધરાદિનો ગમન કરવાનો માર્ગ) 258