Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ન હોવા એવો કરવામાં આવેલ છે. એટલે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનના સાધુઓ મોંઘા કપડા ધારણ ન કરતાં અત્યંત જીર્ણપ્રાયઃ અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રો પહેરે છે. આવા અલ્પમૂલ્યવાળા વસ્ત્રો પહેરવા તે અચેલક કલ્પ કહેવાય છે. માવો+g - મોક્ષ (ઈ.) (આઠમી પિશાચ નિકાય). ૩માન - માન-મન (અવ્ય) (યાવસજીવો આપણું અહોભાગ્ય છે કે આજના પાપપ્રચૂર એવા કલિયુગમાં પણ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા આત્માઓ પ્રાપ્ત થયા છે. સાધુ ભગવંતો યાવજીવ પંચમહાવ્રતોનું પાલન કરવા દ્વારા સ્વ અને પર એમ ઉભયનું હિત કરતાં જોવા મળે છે. આજના કલિયુગમાં તમને ધનવાન અને રૂપવાન વ્યક્તિઓ ઠેર-ઠેર મળી જશે. પરંતુ ગુણવાનું વ્યક્તિઓ તો તમારું પુણ્ય જોર કરતું હશે તો જ મળશે. ઉત્તમપુરુષો જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાના ગુણોનો ત્યાગ નથી કરતાં. આથી જ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે અમૃતવેલની સઝાયમાં લખ્યું છે કે “થોડલો પણ ગુણ પરતણો દેખી અનુમોદવા લાગ રે માન (4) વંનવમાત્ત - માનવંગવાવ (ઈ.) (વારંવાર ગમનાગમન) શાસ્ત્રમાં કહેવું છે કે “તમને જીવનમાં જેટલા પણ દુખો મળે છે, જેટલા પણ કષ્ટો વેઠવા પડે છે તેનું મુખ્ય કારણ જન્મ અને મરણ છે.” જન્મછે તો જીવન છે અને જીવન છે તો તેમાં દુખો પણ રહેલા જ છે. અને તકલીફો છે તો મૃત્યુ પણ સાથે જોડાયેલું છે. આ સાયકલિંગ અનાદિકાળથી ચાલી આવે છે. જીવ વારંવાર નવા નવા ભવોમાં જન્મ લે છે. દુખો સહન કરે છે અને પછી અંતકાળે મૃત્યુ પામે છે. ત્યાંથી નીકળીને ફરી પાછી એ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે. માટે જો ખરેખર દુખોનો અંત કરવો જ હોય તો પુરુષાર્થ ધન કમાવવાનો કે કીર્તિ વગેરે મેળવવાનો કરવા કરતાં જન્મ-મરણના નાશ માટેનો કરવો જોઇએ. જો તેનો ક્ષય થઈ જશે તો દુખો નહીં આવે તેની સો ટકાની ગેરંટી પરમાત્મા આપે છે. માના (aa) ફુ - માનતિ (f) (આવવું તે, પૂર્વ ભવમાંથી આવવું) જેવી રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન કરે છે. તેવી જ રીતે બીજી ગતિમાંથી જે તે ગતિમાં આવીને વસે તેને આજાતિ કે આગતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ દેવ મૃત્યુ પામીને મનુષ્ય અથવા તિર્યંચમાં જાય તો તે ગતિ કહેવાય. તથા દેવગતિમાં મનુષ્ય અને તિર્યંચ યોનિના જ જીવો આવી શકે છે માટે દેવયોનિમાં મનુષ્ય અને તિર્યંચની આજાતિ કે આગતિ થઇ કહેવાય. કેમ કે દેવ મરીને પાછો દેવ કે નારકી થઇ શકતો નથી. * ૩યાતિ (a.) (આગતિ, પૂર્વ ભવમાંથી બીજા ભવમાં આવવું તે) માનવ - મMવ (ઈ.) (1. આજીવિકા, જીવન નિર્વાહનો ઉપાય 2. ભિક્ષાનો એક દોષ 3. ગોશાળાનો મત 4. ગોશાળા મતનો સાધુ 5. જરૂરિયાત પૂરતો દ્રવ્યનો સંચય) આપણે ઘણી વખત વ્યાખ્યાનોમાં સાંભળ્યું છે કે પુણ્યાનું સામાયિક ઉત્તમ કક્ષાનું હતું. તેના વખાણ પરમાત્મા મહાવીરદેવે સ્વયં કર્યા હતાં. તે જીવન નિર્વાહ પૂરતા દ્રવ્યનું સંચય કરીને ધર્મની આરાધના કરતો હતો. આવી બધી વાતો તો કદાચ મુખપાઠ હશે. પરંતુ શું તમને ખબર છે કે પુણ્યો શ્રાવક કાંઇ ગરીબ નહોતો. એક સમયમાં તે પોતો કોટ્યાધિપતિ હતો. તેના ધંધા પણ દેશવિદેશમાં ચાલતાં હતાં. તેના પોતાના ગોકુળો હતાં. અને તેમાં હજારો ગાયો હતી. આ બધું જ તેણે એક જ ઝાટકે છોડી દીધું. જ્યારે પરમાત્માની દેશના સાંભળી અને ખબર પડી કે જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ દુર્ગતિનું કારણ છે. બસ ત્યારથી જ એક દિવસ ચાલે એટલા પૂરતા દ્રવ્યને રાખીને બાકી બધી જ સંપત્તિ તેણે દાનમાં આપી દીધી. આને કહેવાય કે ધર્મ જાણ્યો, માણ્યો અને પચાવ્યો. 263