Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગામig (T) ય - ગામનુ(.) (અતિથિ, મુસાફર, કપડાદિનો વહેપાર કરનાર વહેપારી) आगच्छमाण - आगच्छत् (त्रि.) (આવતો) સામાન - માયામ (ઈ.) (1, આવવું, આગમન 2. પ્રાપ્તિ 3. ઉત્પત્તિ 4, સૂત્ર, સિદ્ધાંત 5. આપ્તવચનથી થતું જ્ઞાન 6, ૯માં પૂર્વથી લઇને ૧૪માં પૂર્વ સુધી) ઠાણાંગજી સૂત્રમાં લખ્યું છે કે માનવશ્વના વિમૃતમર્થનમાં:અર્થાતુ આખપુરુષના વચનથી ઉત્પન્ન થયેલ આત્મસંવેદનારૂપ જ્ઞાન તે આગમ છે. અહિં આગળ માત્ર બોધરૂપ જ્ઞાનને આગમ કહેવામાં નથી આવ્યું. કિંતુ આત્મસંવેદના અનુભૂતિરૂપ જ્ઞાનને આગમ કહેલું છે. માત્ર જ્ઞાન સત્ય કે અસત્ય હોઇ શકે છે. પરંતુ અનુભૂતિ ક્યારેય ખોટી નથી હોઇ શકતી. आगमकुसल - आगमकुशल (त्रि.) (આગમનિપુણ, સિદ્ધાંતના જ્ઞાતા) જેણે ગુરુની નિશ્રામાં રહીને આગમોનો સુંદર અભ્યાસ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. જેણે વિવિધ તીર્થોની યાત્રા કરીને દર્શનને શુદ્ધ કર્યું હોય. અને ગુવજ્ઞાનુસાર ચારિત્રજીવનનું પાલન કર્યું હોય. તેને શાસ્ત્રમાં ગીતાર્થ અથવા આગમકુશળ પુરુષ કહેવામાં આવેલા છે. આવા ગીતાર્થ સાધુને એકલા વિચરવાની શાસ્ત્રમાં છૂટછે. કારણ કે શાસ્ત્રનો મર્મ જાણતા હોવાથી તેઓ સ્વ અને પર બન્નેનું હિત કરનારા હોય છે. મામા - મામા (2) (1. આવવું, આગમન 2. પ્રાપ્તિ 3. ઉત્પત્તિ). ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ તમને ખૂબ જ આનંદ આપે છે. જયારે અપ્રિય વસ્તુની પ્રાપ્તિ તમને વિહ્વળ કરી મૂકે છે. તમને તેને જોવું જરાપણ પસંદ નથી આવતું. આ વસ્તુ સાબિત કરે છે કે જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. જો તમને પોતાને દુ:ખ નથી ગમતું તો જગતમાં જેને જીવમાત્ર કહેવાય શું તેની વિપરીત તમે આચરણ કરો છો. ત્યારે શું તેમને આનંદ આવતો હશે? તે જીવ તમારા માતા-પિતા, ભાઈ, મિત્ર, દુમન કે પછી એકેંદ્રિયથી લઇને પંચેંદ્રિય સુધીના કોઇપણ જીવ હોઇ શકે છે. आगमणगहियविणिच्छिय -- आगमनगहीतविनिश्चय (त्रि.) (આવવાનો નિર્ણય જેણે કરી લીધો છે તે) સમાહિ- મામામનJહ(). (ધર્મશાળા, મુસાફરખાનું, અતિથિભવન) ઠાણાંગ સૂત્રમાં આગમનગૃહનો અર્થ કરતાં લખ્યું છે કે “જે જગ્યાએ બહારનો કોઇપણ મુસાફર કે મહેમાન આવીને વાસ કરે, બેસે અથવા વિસામો કરે તેને આગમનગૃહ જાણવું. પછી તે ધર્મશાળા હોઇ શકે છે. સભા હોઇ શકે છે, કે પછી કોઇ પરબ પણ આગમનગૃહ સંભવી શકે છે.' સામાપટ્ટ - માામનાથ (પુ.). (આવવાનો માર્ગ, એક સ્થાનેથી બીજા સ્થાને જતાં રસ્તામાં આવતો માગ) શાસ્ત્રમાં સાધુને વિહારચારી કહેલા છે. સાધુ એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામે પદયાત્રા કરનારા હોય છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે સર્વથાપ્રાણાતિપાતવિરમણ મહાવ્રતના ધારક મુનિ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેના વચ્ચે આવતા માર્ગમાં જીવદયાના પાલનમાં એકાગ્રચિત્તવાળા હોય છે. તેમાં ત્યાં સુધી કહેલું છે કે વચ્ચે આવતા માર્ગમાં સાધુ પોતાના ઉપકરણો પણ મુકે નહીં, કારણ કે તેમાં ઘણા દોષો રહેલા છે.