Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કરેલો છે. સિદ્ધાર્થ મહારાજે જે પ્રમાણે કાર્ય કરવા કહેલું હોય. તે કાર્ય તે પ્રમાણે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખડે પગે હાજર રહેતા. અને તે કાર્યને સંપૂર્ણ કર્યા પછી જ નિરાંતનો શ્વાસ લેતાં. જ્યારે આજના સમયમાં ગુરૂમહારાજ આપણને કોઇ કામ સોંપે તો શું તે પ્રમાણે આપણે કામના પાર પાડનારા છીએ? કે પછી તે કામમાંથી છટકવાનો પ્રયાસ કરનારા? શું આપણે ખરા અર્થમાં આજ્ઞાકારી છીએ? કે પછી તેનો દેખાડો કરનારા? માણમ7 - સામજી (). (અતિથિનું ભોજન). શાસ્ત્રમાં સાધુને અતિથિ કહેલા છે. જેવી રીતે મહેમાન પૂર્વમાં કાંઇપણ જાણકારી આપ્યા વિના અચાનાક આવી જાય છે. તેવી જ રીતે સાધુ પણ કોઇપણ આદેશ કે સંદેશા આપ્યા વિના અચાનક જ ગોચરી અર્થે આવી જાય અને તેમને જોઇતો નિર્દોષ આહાર ગ્રહણ કરે. મહેમાનને કે પછી શ્રમણને આપવામાં આવતા તે આહારને આદેશભક્ત કહેવામાં આવે છે. માણસન્ન - સર્વ (કું.) (ઉપચારવિશેષ, આરોપવિશેષ). આદેશનો એક અર્થ આરોપણ કરવું એવો પણ થાય છે. આ આરોપણ સંખ્યાત્મક રીતે ઘણા અર્થમાં તથા વસ્તુવિશેષને ઉદ્દેશીને પ્રધાનના અર્થમાં વપરાય છે. જેવી રીતે કોઇ વ્યક્તિએ ભોજન કરતાં ઘણું બધું ભોજન પતાવી દીધું હોય અને થોડુંક જ બાકી હોય. છતાં પણ એમ કહેવાય કે આણે બધું જ પતાવી દીધું. તે સંખ્યાત્મક આરોપણ થયું. તથા ગામમાંથી પ્રધાનપુરુષો કાર્યાર્થ બહાર ગયા હોય. ત્યારે એમ કહેવાય કે આખું ગામ ગયું છે. તે વિશિષ્ટ પુરુષોને આશ્રયીને કહેવામાં આવેલો ઉપચાર છે. आएसिण - आदेशिन् (त्रि.) (1. આદેશ કરનાર 2. ઇચ્છા કરનાર, અભિલાષી) ગાય - માશિ (.) (1. આદેશ કરનાર 2. ઉપદેશ કરનાર) મોજ - માયા(g). (1. લાભ, નફો 2. વ્યાપાર 3. પરિકર, સરંજામ). વાણિયા શબ્દ વણિગુ પરથી આવેલો છે અને વણિગુનો અર્થ સંસ્કૃતમાં વ્યાપાર કરનારી કોમ કહેલ છે. વ્યાપાર કરનાર વ્યાપારીને નફા-નુકસાનનું ખૂબ સારું ગણિત આવડતું હોય છે. તેને ખ્યાલ હોય છે કે કયા સમયે ક્યો માલ ભરવાથી કે વેચવાથી વધારે નફો થશે. અને કયો માલ ન રાખવાથી નુકસાન જશે. આથી જ તો આજના સમયમાં વણિજાતિ ઉદ્યોગ જગતમાં એચક્રી સામ્રાજ્ય ભોગવી રહી છે. પરંતુ કમનસીબે કહેવું પડશે કે નફા-નુકસાનનું જ્ઞાન ધરાવનાર આ જાતિ પોતાના જીવનનું કે પોતાના આત્મકલ્યાણના નફા-નુકસાન સમજવામાં ઉણી ઉતરેલ છે. જેમ બાહ્ય નફાનું જેટલું જ્ઞાન હોવું આવશ્યક છે તેટલું જ આત્મકલ્યાના નફાનું જ્ઞાન હોવું પણ એટલું જ આવશ્યક છે. आओगपओग -- आयोगप्रयोग (पुं.) (દ્રવ્યની પ્રાપ્તિ અર્થે કરવામાં આવતો ઉપાય, ધનની વૃદ્ધિ અર્થે ધીરધારાદિનો વ્યાપાર કરવો તે) શ્રાવકના અતિચારમાં કુલ પંદર પ્રકારના કર્માદાન વ્યાપાર કહેલા છે. માત્ર ક્ષુલ્લક એવા ધનની પ્રાપ્તિ અર્થે બીજા જીવોને હણવા કે તેમની લાગણીઓને ઠેસ પહોંચાડનારા ધંધાને કર્માદાન અર્થાતુ અશુભ કર્મોનો બંધ કરાવનારા કહેલા છે. અને આવા વ્યાપાર જિનધર્મને વરેલા જીવ માટે નિંદ્ય અને ત્યાજ્ય કહેલા છે. જે જીવ લોભમાં અંધ થઇને, શાસ્ત્રવચનોને અવગણીને વ્યાજવટાઉ વગેરે વ્યાપારો કરે છે. તે એકાંતે અશુભ કર્મોનું જ ઉપાર્જન કરે છે. જેનું અશુભ પરિણામ તેને નિયમો ભોગવવું જ પડે છે. आओगपओगसंपउत्त - आयोगप्रयोगसंप्रयुक्त (त्रि.) (1. દ્રવ્યર્જનના ઉપાય વિશેષમાં પ્રવૃત્ત 2. આહ્વાન-વિસર્જનમાં કુશળ) 242 -