Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ભગવતી સૂત્રના પાંચમાં ઉદ્દેશાના ચોથા ઉદ્દેશામાં કહેવું છે કે “મુખ, હાથ અને દંડની સાથે શંખ, પાટણ અને ઝલ્લરી આદિ વાજીંત્રોનો સંબંધ અથવા પરસ્પર હનન થવું તેને આકુટટ્યમાન અથવા આજોડ્યમાન શબ્દ કહેવાય છે. તેવા શબ્દોને સાંભળીને દરેક વાજીંત્રના ભેદોને અલગ પાડીને કહી સંભળાવે તે શ્રુતજ્ઞાનનો એક પ્રકાર માનવામાં આવેલો છે.” આહિર - મતિ (ત્રિ.). (અંકિત, ચિહ્ન કરેલ, કોતરેલ). વસ્તુપાલ અને તેજપાલે મોગલ સામ્રાજ્યના વિસ્તારને જોઇને અગમચેતી વાપરી. આરસની ખાણોમાંથી મોટી આરસની શિલા કઢાવીને શત્રુંજયતીર્થ ઉપર એકાંત સ્થાનમાં તેને ભંડારી દીધી, જેથી ભવિષ્યમાં જિર્ણોદ્ધારનો પ્રસંગ આવે તો પ્રતિમા બનાવવા મોગલ રાજાઓની ચાપલુસી કરવી ન પડે. શિલાને જમીનમાં છૂપાવીને ઉપરમાં અમુક વસ્તુઓથી ચિહ્ન કર્યું. અને તે અંતિ ચિહ્નોની જાણકારી પરંપરાથી ચાલ્યા આવતા પૂજારીને જ આપી. અને કહ્યું કે અત્યંત જરૂર પડે ત્યારે જ તું સંઘને કહેજે. સમયાંતરે કર્ભાશાએ તે જ શિલાને કઢાવીને તેમાંથી નવા આદિનાથ પ્રભુની પ્રતિમા બનાવી શત્રુંજય પર બિરાજમાન કરાવી. આજે ભરતભરનો સંઘ તેને પૂજે છે. ધન્ય હોજો આવા ધર્મવીરોને. સામાન - મસૂત્ (કિ.) (કૂટાતો, હણાતો, તાડન કરાતો) કર્મગ્રંથની અંદર નદીગોળઘોલ પાષાણન્યાયની વાત આવે છે. તેનો અર્થ એ થાય છે કે જેવી રીતે નદીમાં રહેલો પથ્થર વિવિધ ઝરણાઓ, પહાડો વગેરેમાં જયાં-ત્યાં ફંગોળાતો, અથડાતો, કૂટાતો લીસો અને ગોળ આકારને ધારણ કરે છે. અને લોકોને મન પ્રિય થઇ પડે છે. તેવી જ રીતે આ જીવ પણ નિગોદમાંથી નીકળીને વિવિધ ભવોમાં અથડાતો, કૂટાતો, હણાતો, તાડના પામતો યેનકેન પ્રકારે જિનધર્મની પ્રાપ્તિ કરે છે. તેમાં તે જીવનો સ્વેચ્છા પૂર્વકનો કોઈ પ્રયાસ હોતો નથી. કેટલાક જીવો જિનધર્મ પામવા છતાં પણ અધર્મી જેવું આચરણ કરતાં હોય તેવાને આ વાત બહુજ સારી પેઠે લાગુ પડે છે. મg - મગ્ન (ઘ.) (સ્નાન કરવું) વૈદિક શાસ્ત્રોમાં કુલ નવ પ્રકારના સ્નાનનું વર્ણન આવે છે. જલસ્તાન, સૂર્યનાન, બ્રહ્મચર્યનાન વગેરે સ્નાન શુદ્ધિ માટે કહેલા છે. તેમાં ગૃહસ્થ માટે જલસ્તાને આવશ્યક કહેલું છે કેમકે તે અબ્રહ્મચારી હોવાથી શરીરની શુદ્ધિ કર્યા વિના તેના મનની શુદ્ધિ થતી નથી. અને અશુદ્ધ મનથી ભગવાનની પૂજા પણ અશુદ્ધ ગણાય છે. જ્યારે સંસારથી અલિપ્ત એવા સાધુ સર્વોત્કૃષ્ટ એવા બ્રહ્મચર્યરૂપી જલથી સ્નાન કરનાર હોવાથી તેઓનું તન,મન અને આત્મા અતિપવિત્ર હોવાથી તેઓને જલસ્નાનની આવશ્યકતા હોતી નથી. Sત્ત - માત (f) (સુરક્ષિત, ગુપ્તિથી ગોપવેલ) પૌષધમાં રહેલ શ્રાવકને અને સર્વવિરતિધર શ્રમણને અષ્ટપ્રવચનમાતાનું પાલન ફરજીયાત કહેલું છે. ઇસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિખેવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ તથા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. એ પાંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત શ્રાવક અને સાધુએ ચારિત્રનું પાલન કરવાનું હોય છે. કોઇપણ જગ્યાએ ગમનાગમન કરવાનું હોય તો મન,વચન, કાયાના ઉપયોગપૂર્વક સાવચેતીથી જીવોની વિરાધના કર્યા વિના પ્રવર્તમાન થવું એવો શાસ્ત્રાદેશ છે, * માપુજી (જ.). (1. ઉપયોગ, સમ્યગ રીતે વ્યાપાર કરેલ 2. ઉપયોગવાળુ, વ્યાપારવાળ) દશવૈકાલિક સૂત્રમાં કહેલું છે કે “સાધુએ જયણા અર્થાત્ ઉપયોગપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઉભા રહેવું, ઉપયોગપૂર્વક બેસવું, ઉપયોગપૂર્વક બોલવું, ઉપયોગપૂર્વક સુવું અને ઉપયોગપૂર્વકખાવું જોઇએ. કેમકે જે મુનિ પ્રત્યેક ક્રિયા જયણા એટલેકે ઉપયોગપૂર્વક કરે છે તે કદાપિ પાપકર્મનો બંધ કરતો નથી. જ્યારે અજયણાથી વિહરતો સાધુ નિયમા અશુભકર્મનો બંધક બને છે.” 233 -