Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પૈસો તમને તારતો નથી અપિતુ ડૂબાડે છે. આથી જ કસાઈ, વ્યાજખોરી કે અનીતિથી વ્યાપાર કરનારા સાથેના સંબંધ અને વ્યાપારને લૌકિક તથા લોકોત્તર ધર્મમાં વજર્ય ગણ્યા છે. અર્થ - માહિત્ય (ઈ.) (1. સૂર્ય 2. કૃષ્ણરાજીના આંતરામાં આવેલ અર્ચિમાલી નામક વિમાનવાસી લોકાંતિક દેવવિશેષ 3. રૈવેયક વિમાન અને તેના દેવ 4. સૂર્યમાસ, સાડાત્રીસ દિવસ પ્રમાણ સૌરમાસ) अइच्चगय - आदित्यगत (त्रि.) (સૂર્યથી ગ્રસિત નક્ષત્રાદિ) જ્યોતિષિ શાસ્ત્રોમાં કહ્યું છે કે ગૃહ પ્રવેશ, મહોત્સવ, અંજન શાલાક, પ્રતિષ્ઠાદિ પ્રસંગ શુભ મુહૂર્ત જોઇને કરવાના હોય છે. જેનાથી ભવિષ્યમાં તે કાર્યને લગતું કોઇ જ વિઘ્ન ન આવે. ઉપરોક્ત કોઇપણ શુભ કાર્ય સૂર્યથી ગ્રસિત નક્ષત્રાદિ કાળમાં કરવું ન જોઇએ. અન્યથા સૂર્યગ્રસિત કાળમાં પ્રારંભેલું કાર્ય આવનારા સમયમાં દુ:ખને આપનારું થાય છે. અન્નનH -- ત્રિપાન (ઈ.) (ભરત ચક્રવર્તીના એક પુત્રનું નામ) પરમાત્મા ઋષભદેવનો સંસારી પૌત્ર અને ભરત ચક્રવર્તીનો પુત્ર આદિત્યયશા થયો. જેનાથી ઇક્વાકુવંશની શાખરૂપ સૂર્યવંશની ઉત્પત્તિ થઇ. ભરત રાજા બાદ તેમની ગાદી પર ત્રણ ખંડનું અધિપતિપણું ભોગવીને અંતે વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અંતકાળે સિદ્ધગિરિ પર અનશન કરીને સર્વ ક્રમનો ક્ષય કરી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી. શ્વપૌઢ - સત્યપs (1) (ભગવાન ઋષભદેવની પાદુકા). જે સ્થાને ભગવાન ઋષભદેવે શ્રેયાંસકુમારને ઇક્ષરસ વહોરાવવાનો લાભ આપ્યો. તે સ્થાને પ્રભુના વિહાર કરી ગયા બાદ, શ્રેયાંસ કુમારને વિચાર આવ્યો કે જે સ્થાને પ્રભુ ઉભા હતા તેમાના ચરણના ચિહ્નોને લોકો પગથી ઓળંગે નહીં. તેવી શુભ ભાવનાથી તે સ્થાને રત્નમય પાદુકાનું નિર્માણ કર્યું. ત્યારપછી તેમનું અનુકરણ કરતાં લોકોએ પણ જ્યાં જ્યાં વિભુ વિચરતા ત્યાં ત્યાં રત્નમય તેમની ચરણપાદુકાનું નિર્માણ કરવા લાગ્યું. લોકમાં તે આદિત્યપીઠ તરીકે પ્રિસિદ્ધિ પામી. માત્રમાસ - ત્રિમાસ (g). (આદિત્ય માસ, સાડાત્રીસ દિવસ પ્રમાણ સૂર્યાસ) માત્રા - મરિચવા (ઉ.) (સૂર્ય જેવો તેજસ્વી છે જે તે). જ્યારે ઈન્દ્રભૂતિ ગૌતમ જ્ઞાનના અભિમાનવશ કેવલી ભગવંત મહાવીરસ્વામી સાથે વાદ કરવા જઇ રહ્યા હતાં, ત્યારે દૂરથી તેઓએ પરમાત્માને સમવસરણના ત્રીજા ગઢ પર બિરાજેલા જોયા. તેમનું રૂપ જોઇને વિચારવા લાગ્યા કે શું આ બ્રહ્મા છે? ના બ્રહ્મા તો વૃદ્ધ છે. જયારે આ તો નવયુવાન જેવા દેખાય છે. શું આ સૂર્ય છે? ના હોઇ શકે કેમ કે સૂર્ય તો આંખોને બાળે છે. જયારે આ તો સૂર્ય જેવા તેજસ્વી હોવા છતાં આંખોને ઠંડક આપે છે. તો શું વેદોમાં કહેલા જૈનોના ચોવીસમાં તીર્થકર છે? હા, ચોક્કસ એ જ હોઇ શકે. તેમના મનમાં ભય પેઠો કે જો તે જ હશે તો મારી કીર્તિ ખતરામાં છે અને ભયના માર્યા શંકરના નામનું પારાયણ કરવા લાગ્યા. आइच्चसंवच्छर - आदित्यसंवत्सर (पुं.) (સૂર્યવર્ષ, પ્રમાણસંવત્સરમાંનું ચતુર્થ વર્ષ) ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સુર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં કહ્યું છે કે “સૂર્યને પ્રથમ માંડલાથી શરૂઆત કરીને અંતિમ માંડલા સુધી પરિભ્રમણ કરીને પુનઃ સ્વસ્થાને આવે છે. આ પરિભ્રમણ કરવામાં જેટલો કાળ લાગે તેને આદિત્ય સંવત્સર કહેવામાં આવે છે. આ કાળ ત્રણસોને છાસઠ દિવસ પ્રમાણ હોય છે. આને સૌરવર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.