Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માન - મલિનિન () (ઋષભદેવ, આદિનાથ, પ્રથમ તીર્થંકર) ગાડું () - માય (3) (સ્વીકાર્ય, ગ્રહણ કરવા યોગ્ય, ઉપાદેય) શાસ્ત્રોમાં કહેલું છે કે જગત આખું નવતત્ત્વ પર આધારિત છે. તેમાં પ્રથમ છે જીવ તત્ત્વ અને અંતિમ છે મોક્ષ તત્ત્વ. આ નવતત્ત્વમાં કેટલાક તત્ત્વ હેય અર્થાત ત્યાજય, કેટલાક શેય-જાણવા યોગ્ય અને કેટલાક ઉપાદેય સ્વીકાર્ય યોગ્ય છે. જે જીવ ગુરૂ ભગવંતના આશિર્વાદ છે હેય-ન્નેય અને ઉપાદેયને ઓળખી શકે છે. તે અંતિમ મોક્ષ તત્ત્વને નિશ્ચિતપણે પામે છે. $() માળ - મકર્થમાળ (કિ.) (આર્ટ્સ કરેલું, ભીનું કરેલું) કોઈ સ્વજનના મૃત્યુ સમાચાર સાંભળીને કે જોઇને આપણી આંખો ભીની થઇ જાય છે. આંખોમાં આંસુની નદીઓ છલકાય છે. પરંતુ તે આંસુ તમારા સ્વજનને પાછા લાવી શકતા નથી. વૈરાગ્ય શતકમાં લખ્યું છે કે રાગવશ જીવ અત્યાર સુધી એટલું રડ્યો, છે કે તેના આંસુઓથી તળાવો, નદીઓ અને સમુદ્રો પણ ઉભરાઇ જાય. કિંતુ તે આંખની આદ્રતા તેનું કલ્યાણ કરી શક્યા નથી. રવું જ હોય તો ગૌતમસ્વામી જેવું રડવું કે એકવાર રડ્યા પછી જીવનમાં ફરી ક્યારેય રડવાનો વારો જ ન આવે. અને એવા આસુંની પ્રાપ્તિ કરૂણાથી જેમનું હૃદય ભીનું છે એવા અરિહંત પરમાત્માના ચરણોમાં ગયા વિના થવી અશક્ય જ છે. માફ (2) ઝવ - માવા (ઉ.). (જનું વચન ગ્રાહ્ય છે તે, આદેયવચની) આચારાંગસૂત્રમાં આચાર્ય ભગવંત કે તે પદને યોગ્ય જીવના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે અનેક ગુણોમાંનો એક ગુણ છે આદેયવાક્ય અથવા આદેયવચની. અર્થાત્ તેમણે કહેલા ઉપદેશ કે આદેશનો કોઇ જનસામાન્ય નિરાદર ન કરે. ઉલ્ટાનું તેને શિરસાવંઘ કરીને બહુમાનપૂર્વક સ્વીકારે. આવા ગુણના સ્વામી આચાર્ય દેવેશ જિનશાસનોન્નતિ અર્થે કોઇપણ કાર્ય કરાવવા સમર્થ છે. માફ (2) ઝવય - માયવન (ઉ.) (આદેય વચની, જેનું વચન ગ્રાહ્ય બને તે) માફ (2) Mવયથા -- માવઘનતા (જ.). (વાણી સંપદાનો એક ભેદ). જિનધર્મના વિરોધી માત્ર આજના કાળમાં જ છે એવું નથી. સ્વયં તીર્થકર ભગવંત વિદ્યમાન હતાં ત્યારે પણ તેમનો જોરશોરથી વિરોધ કરનારા ઘણા હતાં. શાસ્ત્રમાં આવે છે કે જ્યારે સમવસરણમાં બેસીને તીર્થકર ભગવંત ધર્મદેશના આપતા હોય છે ત્યારે તેમના કટ્ટરષી એવા ત્રણસો ને ત્રેસઠ પાખંડીઓ પણ તેમની પર્ષદામાં બેસતાં, પરંતુ કેવલીભગવંતના આદેયવચનતા ગુણના કારણે બિન આગળ જેમ સાંપ ડોલવા લાગે તેમ તેઓના પ્રત્યેક વચન પર ઝૂમતા હતાં. સાફ - 45 (થા.) (1. આકર્ષવું 2. ખેડવું) પ્રત્યેક જીવમાં સ્વોત્કર્ષની આકાંક્ષા અનાદિકાળથી રહેતી આવી છે. નાનું બાળક રડી-૨ડીને કે કાલીઘેલી ભાષા બોલીને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરતું હોય છે. યુવાવસ્થામાં જીવ અનેક પ્રકારની ટાપટીપ દ્વારા કે કપડાની ફેશનો કરવા દ્વારા લોકોને પોતાના પ્રતિ આકર્ષે છે. જયારે વૃદ્ધાવસ્થામાં રહેલો જીવ શારીરિક રોગ કે કુટુંબમાં પડતી વિટંબણારૂપી દર્દભરી કથની લોકોને કહીને લોકોનું ધ્યાનાકર્ષિત કરતાં હોય છે. જ્ઞાની ભગવંત કહે છે કે તેવું કરવા દ્વારા માત્ર આ ભવમાં જ તમને વાહવાહી કે સહાનુભૂતિ પ્રાપ્ત થશે. જે દિવસે બાહ્યાકર્ષણની ભાવના ખતમ કરીને આત્માના અતલ ઊંડાણમાં જીવ ઉતરશે ત્યારે તેને પરમાનંદરૂપી મોતીની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં.