Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કલ્પસૂત્ર આગમમાં પણ આવે છે કે સિદ્ધાર્થ રાજા ત્રિશલા દેવીને આવેલા સ્વપનોનું ફલ જાણવા માટે તેના જ્ઞાતા સ્વમ પાઠકોને આદર-સત્કાર સાથે પોતાની સભામાં બોલાવે છે. #GM - 3યાન (જ.) (આખ્યાન, કથન, વ્યાખ્યાન) ભિક્ષા જનાર સાધુ પ્રાયઃ કરીને તે સમયે ઉપદેશ આપવાનું ટાળે છે. પરંતુ કેટલાક શાસન લાભાદિ સંજોગો વશાત્ ગીતાર્થ શ્રમણને વ્યાખ્યાન કરવાનો પ્રસંગ આવે તો, સમિતિ-ગુપ્તિ આદિના પાલન પૂર્વક લોકોમાં જિનશાસન પ્રત્યેની રૂચિ ઉત્પન્ન થાય તેવી ધર્મકથાને કરતા હોય છે. आइक्खमाण - आचक्षाण (त्रि.) (કહેનાર, કથન કરનાર) अइक्खिय - आख्यायिक (न.) (1. પાપગ્રુત વિશેષ) જેના દ્વારા લોકોમાં પ્રિસિદ્ધિ તો મળે, લોકોમાં કીર્તિ તો ફેલાય. પરંતુ પોતાના આત્માનું અધોગમન થાય. જીવ નરકાદિદુર્ગતિની ગર્તામાં ધકેલાય તેવા પાપશ્રતનું અધ્યયન-અધ્યાપન જિનશાસનમાં વિર્ય છે. તેવા શાસ્ત્રોનું જ્ઞાન કદાચ એક ભવ માટે આનંદદાયક જરૂર છે. પરંતુ ચિરકાલ માટે તો નિઃશંકપણે દુઃખદાયક જ છે. आइक्खित्तए - आख्यातुम् (अव्य.) (કહેવા માટે, કહેવાને અર્થે) ગાજર - મારિર (વિ.), (શ્રતધર્મનું પ્રવર્તન કરાવનાર, તીર્થકર ભગવંત) જિનશાસનમાં પંચપરમેષ્ઠીમાં પ્રથમ પદ પર બિરાજમાન તીર્થકર ભગવંતના ગુણોનું કથન કરનારા કેટલાય ગ્રંથોનું નિર્માણ થયું. દરેક વિદ્વાને સ્વબુદ્ધિ અનુસાર તીર્થકર વિભુને વિશિષ્ટ ઉપમાઓ આપી, પરંતુ આદિકર વિશેષણ તો સર્વત્ર સ્થિત જ છે, આદિકરનું વિશ્લેષણ કરતાં ત્યાં લખ્યું છે કે શ્રુત અને આચારરૂપ ધર્મનું પ્રથમ પ્રવર્તન કરાવનાર હોવાથી ચોવીસે ચોવીસ તીર્થંકર આદિકર છે. અહિં પ્રશ્ન થાય કે તે કેવી રીતે? પ્રથમ વખત તો ઋષભદેવ ભગવાને ધર્મ અને આચારનું કથન તો કરી દીધું તો પછી બાકીના ત્રેવીસને આદિકર કેવી રીતે કહેવાય? તેનું સમાધાન આપતા કહ્યું છે કે બળ, બુદ્ધિ, ધર્મભાવનાથી હીન થતાં અવસર્પિણી કાળમાં જ્યારે જયારે શ્રુત અને આચાર લુપ્ત થવા પામ્યા છે. ત્યારે ત્યારે તીર્થંકર પદવીના ભોક્તા વિશિષ્ટ આત્મા કેવલજ્ઞાનના બળે લોકોમાં પુનઃ તેનો સંચાર કરનાર હોવાથી તેઓ પણ આદિકર જ છે. માફળ - મfrળ (ઈ.) (સહભાવી ગુણ) સંસારી જીવને સુખી થવા માટે પૈસો ઉત્પન્ન કરવો પડે છે. ગુણના રાગી જીવને ગુણો મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે. તીર્થંકર ભગવંતને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કષ્ટોને સહન કરવા પડે છે. માત્ર એક સિદ્ધ ભગવંતો જ એવા છે કે જેઓને કોઇપણ વસ્તુ માટે પ્રયત્ન કરવો પડતો નથી, અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રાદિ એકવિશ ગુણો સિદ્ધગતિમાં ઉત્પન્ન થતાની સાથે તેઓને સહજ પ્રાપ્ત થઇ જતાં હોય છે. શાસ્ત્રમાં તેને સહભાવી ગુણ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગgષ - ણા (થા.) (સૂંઘવું) સુભાષિતકારોએ સુભાષિતોમાં અને જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રમાં કહેલું છે કે માણસ જેમ આહાર સુંઘીને લે છે. તેમ પૈસો પણ સંઘીને લેવો જોઇએ. અર્થાતુ જીવન નિર્વાહ માટે જે ધંધો વગેરે કરવામાં આવે તે ન્યાયનીતિ પૂર્વકનો હોવો જોઇએ. તેમજ વ્યાપાર કે નોકરી એવા લોકો સાથે કરવા જઇએ જેમનો પૈસો પાપમાંથી ઉત્પન્ન થયેલો ન હોય. અન્યથા અધર્મી પાસેથી આવેલો