Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ તેનાથી જીવન સુખરૂપ જીવી શકાય છે. આ ચારેય અંગોમાં જો પ્રથમ ધર્મ નામનું અંગ નથી તો બાકીના ત્રણેય અંગ નિષ્ફળ છે. કેમ કે ધર્મ વિના અર્થ અને કામ જીવને ઉન્માર્ગે દોરી જાય છે. આથી જ ચારેય અંગોમાં પ્રથમ અંગ તરીકે ધર્મને મૂક્યું છે. જો તેનો તાલમેલ બેસાડતા આવડી જાય તો જીવન સાર્થક થઇ જાય. * મનિ (સ્ત્ર.). (1. યુદ્ધ 2. મર્યાદા 3, આક્ષેપ 4. ક્ષણ છે. માર્ગી *મતિ (6) (1. શરારિ પક્ષી વિશેષ 2. સતત જનાર) 36 (હિં) મતિયકર - ત્યન્તિભ્રમરા () (અત્યંત મરણ, શાસ્ત્ર પ્રસિદ્ધ મૃત્યુ વિશેષ) જગતમાં મૃત્યુનો લૌકિક અર્થ એક જ કરવામાં આવે છે. શરીરમાંથી પ્રાણ ચાલ્યા જવું એટલે મૃત્યું. આ અર્થવાળુ મૃત્યુ તો જીવે અનંતીવાર કરેલું છે. આઘશંકરાચાર્યે પણ પોતાના ગોવિંદાષ્ટકમાં લખેલું છે કે જીવે વારંવાર જન્મવાની અને મૃત્યુ પરંપરા કાયમ સર્જતો જ આવ્યો છે. તેમાં કાંઈ નવું નથી. જ્યારે લોકોત્તર જિનશાસનમાં મૃત્યુનો અર્થ કરવામાં આવ્યો છે આત્માનું કર્મોથી સર્વથા વિખૂટા પડવું તે આત્યાન્તિક મરણ છે. તે સિવાયનું સર્વથા મરણ જીવનું ક્યારેય અટકતું નથી. મૉફફ - કિ (કિ.) (આદ્ય, પ્રથમ) મારું ગાડું ( વ્ય.) (વાક્યાલંકારમાં વપરાતો અવ્ય) ગાદિષ્ટ - રિદિક(ર) (1. પ્રથમ ગ્રહણ કરવું 2. ઉદ્ગમ-ઉત્પાદનાદિ એષણારૂપ જ્ઞાન) શાસ્ત્રમાં સાધુના આહાર સંબંધિ ૪૭દોષ વર્ણવ્યા છે. જે સાધુજીવનનો ઘાત કરનારા હોય છે. આથી ગોચરી લેવા જનારા સાધુને તેનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. ગીતાર્થ ગુરુભગવંત પણ એવા સાધુને જ ભિક્ષા લેવા માટે મોકલે છે, જેઓને ઉદ્ગમઉત્પાદનાદિ 47 દોષોનું વિસ્તૃત જ્ઞાન હોય તેમજ નિર્દોષ જીવનના આકાંક્ષી એવા શ્રમણ પણ ૪૭દોષોના ત્યાગપૂર્વક ભિક્ષાને ગ્રહણ કરનારા હોય છે. મારg - મા રડ્યા (થા) (સામાન્યથી કથન કરવું) કથન એટલે કહેવું. જીવોને આશ્રયીને તેના સામાન્ય અને વિશેષ એમ બે ભેદ બતાવવામાં આવેલા છે. કોઇ પદાર્થોદિના સરળ બોધ માટે જીવને ઉપરછલ્લું કહેવામાં આવે તે સામાન્ય ક્શન છે. જેમ કે આંબાના વૃક્ષથી ભરપૂર બગીચામાં બીજા બીજા વૃક્ષો હોવા છતાં આંબાનો બગીચો એમ સામાન્યથી કહેવામાં આવે તે સામાન્ય કથન. તેમજ વિશિષ્ટ જિજ્ઞાસુ જીવને વિસ્તૃત ભેદપ્રભેદ પૂર્વક જે વાતોનું કથન કરવામાં આવે તેને વિશેષ કથન કહેવામાં આવે છે. * મ9 (ઉ.) (કહેવા યોગ્ય, કથનીય) ગામણ ) - અધ્યાય (ત્રિ.) (શુભાશુભનું કથન કરીને આજીવિકા ચલાવનાર) સોની, લુહાર, ભાંડ, વ્યાપારી આદિ વિવિધ કાર્ય દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરતાં હોય છે. તેમ જેમને જ્યોતિષિ અને નિમિત્ત શાસ્ત્રનું જ્ઞાન હોય છે તેઓ ભવિષ્યમાં આવનારા શુભાશુભ ફળોના કથન દ્વારા પોતાની આજીવિકા ચલાવતા હોય છે. 213