Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ છે. પરંતુ કહેવું પડશે કે ઉંચી ઉંચી ઇમારતો અને પહોળા રસ્તાઓનું નિર્માણ કરીને પણ માણસનું હૃદય અને તેમાં રહેલી ભાવનાઓ સંકુચિત બની ગઇ છે. માણસની સ્થાનિક પ્રોપર્ટી અને બેંક બેલેંસ વધ્યા છે. પરંતુ એક-બીજા માટેની પ્રેમની લાગણીઓ અત્યંત સંકીર્ણ થઇ ગઇ છે. આવા મોટા શહેરો અને સવલતો કરતાં તો લાગણીભીના ગામડાં જ સારા હતાં જ્યાં જમવાનું પહેલા અને જાતિ વગેરે પછી પૂછાતાં હતાં. માવૌr () (1. આચરેલું, આસેવન કરેલ 2. કલ્પનીય, સ્વીકાય) જિનધર્મ માત્ર ઉપદેશનો ધર્મ નથી કે જ્યાં ઉપદેશકો સ્વયં મોજમજા કરતાં હોય અને બીજાને કષ્ટો સહન કરવાનો ઉપદેશ આપે. આ માર્ગ તો કષ્ટોને સ્વયં સહન કરનારા, તે માર્ગનું નિરતિચાર આસેવન કરનારા શૂરવીરોનો માર્ગ છે. યાવત આ ધર્મની સ્થાપના કરનારા સ્વયં તીર્થકરો પણ કષ્ટસાધ્ય ધર્મનું પાલન કર્યા બાદ અન્યને સદ્ગતિદાયક માર્ગે ચાલવાનો ઉપદેશ આપતા હોય છે. आइण्णजणमणुस्स- आकीर्णजनमनुष्य (त्रि.) (મનુષ્યલોકથી વ્યાપ્ત, મનુષ્યોથી ખીચોખીચ ભરેલું). યોગશાસ્ત્ર ગ્રંથમાં લખ્યું છે કે “સાધુએ ભિક્ષા, વિહારાદિ ગમનાગમન પ્રસંગે હિંસારહિત નિર્દોષ માર્ગનો ઉપયોગ કરવો જોઈએ.’ નિર્દોષ માર્ગની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જે માર્ગ ઉપર સૂર્યના કિરણો સતત પડતાં હોય. જે માર્ગ મનુષ્યાદિ જનથી વ્યાપ્ત હોય અર્થાત્ જે રસ્તા પર લોકોનું સતત ગમનાગમન હોય તેવા માર્ગના પરિભોગ કરનારા સાધુ હોય છે. आइण्णट्ठाण - आकीर्णस्थान (न.) (જયાં સુવર્ણાદિ કિંમતી વસ્તુ રહેલી હોય તેવું સ્થાન) લોકોક્તિમાં કહેવામાં આવેલું છે કે કંચન જોઇને મુનિવર ચળે અર્થાત્ સુવર્ણાદિ કિંમતી વસ્તુ જોઈને સંસારવિમુખ સાધુનું પણ મન ચલાયમાન થઇ જતું હોય છે. આથી જ ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં કહ્યું છે કે જે માર્ગમાં રાજકોષ ભવન આવતો હોય, અથવા જે રસ્તામાં ધનની પોટલી પડેલી હોય તેવા માર્ગનો મુમુક્ષુ શ્રમણે નિયમો ત્યાગ કરવો જોઇએ. आइण्णणायज्झयण - आकीर्णज्ञाताध्ययन (न.) (જ્ઞાતાધર્મકથા સૂત્રનું તે નામે ૧૭મું અધ્યયન) आइण्णमणाइण्णकप्प - आचीर्णानाचीर्णकल्प (पुं.) (સવિત અનાસેવિત આચાર) આચાર સેવિત અને અનાસેવિત એમ બે પ્રકારના હોય છે. શાસ્ત્રોમાં કહેલા આચારોનું પાલન કરવું તે સેવિતાચાર છે. તથા તે જ શાસ્ત્રોમાં જેનો નિષેધ કરવામાં આવ્યો છે તેવા આચારોનો ત્યાગ કરવો તે અનાસેવિત આચાર છે. કિંતુ તે બધું જ ઉત્સર્ગ માર્ગે સમજવું. ગુરુ આજ્ઞાથી તેમ જ અપવાદ માર્ગે તો નિષિદ્ધ આચાર પણ આસેવિત લ્પ બની જાય છે. અને આ પણ શાસ્ત્રની જ ઉક્તિ છે. आइण्णहय - आकीर्णहय (पुं.) (જાતિવાનું અશ્વ, વેગ-વિનયાદિ ગુણોથી યુક્ત અશ્વવિશેષ) જેમ મનુષ્યોમાં રહેલ વિનય, માર્દવતા, ઋજુતા વગેરે ગુણો તેને વિશિષ્ટ બનાવે છે. તેવી જ રીતે ઘોડા વગેરે પશુમાં પણ વેગ, ચપળતા, વિનયાદિ ગુણો તેને બીજા કરતાં વિશિષ્ટ તારવે છે. પૂર્વના કાળમાં બે પ્રકારના ઘોડા આવતા હતાં. એક વિપરીત શિક્ષાવાળો જે તેના માલિકને ગમે ત્યારે સંકટમાં મૂકી શકે તેની સવારી ત્યાજય ગણેલી છે. જ્યારે બીજો એવો અશ્વ હોય જે માલિકના આંખના ઇશારાથી તેના મનમાં રહેલી ઇચ્છાને તુરત ઓળખી જાય. મહારાણા પ્રતાપ પાસે પણ ચેતક નામનો આવો જ એક ઘોડો હતો. જેણે પ્રાણના ભોગે પણ મહારાણાનો જીવ બચાવ્યો. મેવાડમાં આજે પણ તેનું મંદિર તેની યશોગાથાની સાક્ષી પૂરે છે. - 14