Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ નહીં. એટલે જો કોઇ તમને મારે કે બોલે તે તમને પસંદ નથી, તો પછી તમે પણ બીજા જીવોની માનસિક, વાચિક અને કાયિક હિંસા કરવાનું છોડી દો. અને આ જ શ્રેષ્ઠ ધર્મપાલન છે. આતુષ્ટ (.) (સંતુષ્ટ, ખુશ થયેલ) સુખી વ્યક્તિ તે નથી કે જેની પાસે અરબો કે ખરબો રૂપિયા હોય. જેની પાસે મોટા મહેલો કે નોકર-ચાકરો હોય. સુખી વ્યક્તિ તો તે છે જે સંતોષને ધારણ કરતો હોય. કેમકે સુખ રૂપિયામાં નથી સમાયેલું સુખ તો તમને મળેલ સામગ્રીમાં તમે લાગણી કેવી અનુભવો છો તેમાં રહેલું છે. કરોડો રૂપિયા મળ્યા પછી પણ જો રાત્રે ઉંઘ ન આવતી હોય તો તે પૈસાનું કોઇ જ મહત્ત્વ નથી. અને તૂટેલા ખાટલામાં પણ તમે નિરાંતે સૂઇ શકો. મળેલા થોડાક ધનમાં પણ સંતોષી જીવન જીવી શકો તો તેનું મૂલ્ય કરોડોની સંપત્તિ કરતાં પણ ચઢી જાય છે. * માત્ત (3) (1. ચારે તરફથી વ્યવસ્થિત 2. નિવૃત્ત 3. સર્વરીતે હિંસામાં પ્રવૃત્ત 4. ભૂલવું 5. પુનઃ પ્રવૃત્ત થવું) આપણે નસીબવાળા છીએ કે આપણને જૈનધર્મ મળ્યો છે. જૈનકુળમાં તમને સતત જીવદયાના સંસ્કાર મળે છે. જેથી તમને પોતાનો વિચાર કરતાં પહેલા બીજાના હિતનો વિચાર આવે છે. એકવાર જરા કલ્પના કરી જુઓ કે જો કદાચ તમે વાધ, સિંહ કે બિલાડી જેવા હિંસક પ્રાણીના ભાવમાં હોત તો? ત્યાં તમને સતત બીજાને મારવાના વિચારો આવતાં હોત. કેમકે ત્યાં તમને હિંસાના જ સંસ્કાર મળ્યા હોવાથી તમે દિવસ-રાત સતત જીવહિંસામાં પ્રવૃત્ત રહેતા હોત. આથી મળેલા આ સારા ભવનો દુર્વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો. માäત - મારા (2) (કરતો) ઝાક્ળ - માકન (2) (કરણ, કરવું) * અકિન (જ.) (હિંસા) સુભાષિત સંગ્રહમાં એક વાત આવે છે યુદ્ધચવા રાતુ યુદ્ધનઅર્થાત યુદ્ધની વાતો વાર્તામાં જ સારી લાગે છે. પરંતુ યુદ્ધ કદાપિ સારું નથી હોતું. કારણ કે યુદ્ધમાં દોષિતની સાથે નિર્દોષ જીવોની પણ હિંસા થતી હોય. માત્ર બે વ્યક્તિ વચ્ચેના અહંનું પરિણામ અસંખ્ય જીવોને ભોગવવું પડતું હોય છે. અને તેમાં વૈર ઘટવાને બદલે વધતું જાય છે. આથી જ પરમપિતા મહાવીરદેવ જણાવે છે કે જો તમારે યુદ્ધ કરવું જ હોય તો બાહ્ય શત્રુઓ સાથે કરવા કરતાં તમારા આંતરિક શત્રુઓ સાથે કરો. બહારના જીવોની હિંસા કરવાના બદલે તમારા કષાયોની હિંસા કરો. કેમકે બાહ્ય શત્રુઓને હણવાથી તમને બે-ચાર ક્ષેત્રનું રાજ મળશે. જ્યારે આંતરિક શત્રુને હણવાથી તમને સમસ્ત જગતનું રાજ પ્રાપ્ત થશે. માવર્તન (1) (1. ઇચ્છા, અભિલાષા 2. આરાધના 3. સન્મુખ થવું 4. પાછા ફરવું, નિવર્તન 5. મતિજ્ઞાનના એક ભેદનું અપર નામ) કર્મગ્રંથની અંદર જ્ઞાનના કુલ પાંચ ભેદ બતાવવામાં આવેલા છે. તેમાં પ્રથમ પ્રકાર મતિજ્ઞાનનો છે. મતિજ્ઞાનનું સ્વરુપ વર્ણવતા લખ્યું છે કે આ જ્ઞાન બહા, અપાય અને ધારણા દ્વારા થાય છે. કોઇ જીવ ઇહાનું જ્ઞાન કર્યા બાદ ઇહાથી નિવૃત્ત થઇને અપાયમાં પ્રવેશે છે અર્થાત્ અપાયનો બોધ કરવામાં પ્રવૃત્ત થવું તેને આવર્તન કહેવાય છે, અથવા અપાયનું બીજું નામ આવર્તન પણ છે. HTટ્ટ - ગવર્નના (સ્ત્રd.). (મતિજ્ઞાનગત અપાયનું અપર નામ) SELL)