Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પેથડ મંત્રીના જીવન ચરિત્રમાં એક દૃષ્ટાંત આવે છે કે જ્યારે સવારે તેઓ જિનાલયે કે રાજમહેલે જતાં હોય છે ત્યારે લોકો તેમને કેમ છો? મજામાં છો ? વગેરે સુખશાતા પૂછતાં હોય છે. ત્યારે પેથડ મંત્રી અત્યંત ટુંકો પણ માર્મિક ઉત્તર આપે છે કે ભાઈ! તમે મને મજામાં છો વગેરે પૂછો છો, પરંતુ જયાં પ્રતિદિન મારુ આયુષ્ય ખૂટતું જતું હોય ત્યાં વ્યક્તિને શાતા કેવી રીતે હોઇ શકે ? * સાહસ્વિત (૩વ્ય.) (1. વિકલ્પ, અથવા 2. સંશય, પ્રશ્ન) જિનેશ્વર પરમાત્માએ જણાવેલા તત્ત્વોને જાણવા અને સમજવાની અપેક્ષાથી તેમની વાતોમાં પ્રશ્ન થવા એ અલગ બાબત છે. તેમજ શાસ્ત્રના ગહન પદાર્થો સમજવામાં અલ્પબુદ્ધિ હોવા છતાં પોતાને વિશિષ્ટ બુદ્ધિશાળી માનીને, જિનવચનોમાં સંકલ્પવિકલ્પો કરવા તે એક અલગ બાબત છે. જિનશાસનમાં બોધના હેતુથી કરવામાં આવતા પ્રશ્નો સ્વીકાર્ય છે. પરંતુ પોતાની બુદ્ધિ પ્રતિભા બીજાને જણાવવાની અદમ્ય ઇચ્છાથી કરવામાં આવતાં તર્ક અને કુતર્કો સર્વથા ત્યાજય અને નિંદનીય કહેલા છે. માડંવ - મસુચન (7) (અવયવો સંકોચવા તે, ગાત્રસંક્ષેપ) જિનશાસનમાં છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારે તપ કહેલ છે. તે બાર ભેદ પૈકી એક ભેદ કાયસલીનતા તપનો છે. સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રતને ધારણ કરનાર મુનિભગવંત તથા મુમુક્ષુ આત્મા, પોતાની હલનચલન ક્રિયાથી બીજા જીવોની વિરાધના ન થાય તેવા હેતુથી, અત્યંત આવશ્યક સિવાયની અન્ય શારીરિક ક્રિયાઓનો ત્યાગ કરનારા હોય છે. તેઓ બિનાવશ્યક હલન-ચલન, ગમનાગમન, ઉઠક-બેઠક વગેરે અંગોપાંગવાળી ક્રિયાઓનો ત્યાગ કરે છે. આવા ગાત્રોનો સંક્ષેપ કરવો તે કાયસલીનતા નામક અત્યંતર તપ છે. કિંઈપટ્ટમ - સાવઝનપકુ () (આરામ કરવા માટે કાઠમાંથી બનેલ સાધનવિશેષ, ખાટલો) શાસ્ત્રમાં બ્રહ્મચર્યના પાલન માટે જેમ સાધ્વીને વસ્ત્રરહિત રહેવાની અનુજ્ઞા નથી, તેમ સંયમજીવનનો ઘાત ન થાય તે હેતુથી તથા લોકમાં જિનેશ્વર ભગવંતનો અવર્ણવાદ (નિંદા) ન થાય તેવા કારણથી સાધ્વીજી ભગવંતને ખાટલો કે તેવા આરામદાયક સાધનોનો ઉપયોગ કરવાનો નિષેધ કરેલ છે. પરંતુ તપસ્વી, ગ્લાન તથા વૃદ્ધાવસ્થારૂપ અપવાદોને ધ્યાનમાં રાખીને શ્રમણને તેની વાપરવાની આજ્ઞ પણ કરવામાં આવેલ છે. માડંવ (4) I - માર્ચના (સ્ત્રી) (ગાત્રસંક્ષેપ, અવયવો સંકોચવા તે) માઉંટ -- માર્શન (જ.) (સંકોચ, ગાત્રસંક્ષેપ) आउंटणपसारण - आकुञ्चनप्रसारण (न.) (અવયવોનું સંકોચવું અને પ્રસારવું) વારંવાર શરીરના અંગોપાંગોને હલાવવા તેને દોષ ગણવામાં આવેલો છે. શાસ્ત્ર તમને લાકડાની જેમ સ્થિર થઇ જવાનું નથી કહેતું. પરંતુ કારણ વિના અથવા સાવ તુચ્છ અને નિરર્થક કારણમાં શરીરનું હલન-ચલન કરવું તે દોષ છે. નિરર્થક શારીરિક ક્રિયા તમારા મનમાં રહેલી ચંચલતાનું દ્યોતક છે. મઉમશ્નર - મયુર () (આયુષ્યને કરનાર કર્મવિશેષ, આયુષ્યકર્મનો બંધ કરનાર પ્રકૃતિવિશેષ) - આયુર્જન () (આયુષ્યકર્મ, કર્મવિશેષ) જે જીવ જે ગતિમાં ઉત્પન્ન થયો હોય. તે ગતિમાં જેટલા સમય સુધી તે જીવે છે તેની પાછળ તે જીવે તે ભવને યોગ્ય બાંધેલું 225