Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માંગતી નથી. બાને મરવાનું પસંદ હતું પણ પ્રાણિજ દવાઓનો લેવાનું હરગીઝ મંજૂર નહોતું. જ્યારે આજના મોર્ડન કહેવાતાં આપણે લોકો પરમ પવિત્ર આપણા શરીરને જે તે વસ્તુઓ ખાઇને અશુદ્ધ કરતાં રહેતાં હોઇએ છીએ. असमाहडसुद्धलेस्स - असमाहृतशद्धलेश्य (त्रि.) (અશુદ્ધ છે વેશ્યા જેની તે) સમાદિ - મસમfધ (.) દુર્ગાન, ચિત્તની અસ્વસ્થતા) અસમાધિ તે દુર્ગતિમાં જવાનો સીધો માર્ગ છે. જ્યારે ચિત્તની સ્વસ્થતા તે સદ્ગતિમાં જવાનો લાઇફટાઇમનો પાસ છે. આથી જ તો લોગસ્સસૂત્રની અંદર સૂત્રકાર ભગવંતે પરમાત્મા પાસે બીજી કોઈ માંગણી ન કરતાં સમાધિમરણ મળે એવી પ્રાર્થના કરેલી છે. જેનો અંત બગડ્યો તેનું બધું જ બગડ્યું અને જેનો અંત સુધર્યો તેનું જીવ્યું સફળ છે. મહિર - મમfધર (શિ). (અસમાધિને કરનાર, અસમાધિ મરણ) જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી ચિત્તની સ્વસ્થતા ડોહળાય. મન વ્યગ્ર બની જાય તે બધા અસમાધિકર જાણવા. સવારે ચા પીવા બેઠા અને ચાની અંદર સાંકર ઓછી છે તરત જ મોટું અને મન બગડી જાય. તે ચા અસમાધિ કર છે. રાત્રે ઘરે આવ્યા અને પત્નીની ફરિયાદો ચાલુ થઇ જાય મન અસ્વસ્થ બની જાય. પત્ની અસમાધિ કરે છે. નોકરી ધંધામાં નુકસાન આવી જાય. માથે દેવું થઇ જાય. કોઇ સાથ આપનાર ન મળે. પરિસ્થિતિ અસમાધિકર બની જાય છે. સંસારમાં આવા અનુભવો ડગલેને પગલે થતાં રહેતા હોય છે. જયારે ધર્મમાં માત્રને માત્ર સમાધિ જ મળે. ત્યાં અસમાધિને ક્યાંય સ્થાન જ નથી. असमाहिट्ठाण - असमाधिस्थान (न.) (અસમાધિ સ્થાન) તળાવમાં ફેંકેલો પત્થર જેમ પાણીમાં તરંગોને ઉત્પન્ન કરવામાં નિમિત્ત બને છે. તેમ જે જે સ્થાનો ચિત્તમાં દુર્ગાનને ઉત્પન્ન કરવામાં કારણભૂત બને તેને અસમાધિસ્થાન કહેવાય છે. સ્થાનાંગસૂત્રમાં આવા કુલ વીસ અસમાધિસ્થાનો જણાવેલા છે. જે આત્મા આ વીસ સ્થાનોને જાણીને તેનો ત્યાગ કરે છે. તે સમાધિસુખના પરમામૃતને ચાખનારો બને છે. असमाहिमरण - असमाधिमरण (न.) (અસમાધિ મરણ, બાળમરણ). આતુપ્રત્યાખ્યાન નામક આગમમાં કહ્યું છે કે જે જીવો આઠ પ્રકારના સદસ્થાનોમાં પ્રવર્તી રહ્યા છે. વિષયકષાયમાં સતત રત રહેવાના કારણે સન્માર્ગથી જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તેમજ જેઓ વક્રસ્વભાવ સાથે મૃત્યુ પામે છે તેવા જીવો ક્યારેય પણ ઉત્તમ આરાધક બની શકતાં નથી. આવા અસમાધિમરણને પ્રાપ્ત આત્માઓ વિરાધકની કોટીમાં સ્થાન પ્રાપ્ત કરે છે. असमाहिमरणज्झाण - असमाधिमरणध्यान (न.) (સામો માણસ અસમાધિએ મરે તેવું ચિંતન) કેટલાક ભારેકર્મી કે અભવ્ય જીવો એવા હોય છે. જેઓ હમેશાં બીજા જીવો કેવી રીતે હેરાન થાય. કેવી રીતે તકલીફ ભોગવે તેના ચિતનમાં જ પ્રયત્નશીલ રહેતા હોય છે. સામેવાળો મુસીબતમાં મૂકાય એટલે સૌથી વધુ આનંદ તેમને આવતો હોય છે. જીંદકાચાર્યે પાલકને કહ્યું કે ઘાણીમાં મને પહેલા પીલ, હું બાળમુનિને પીલાતા નહિ જોઇ શકું. કિંતુ અભવ્યતાને વરેલા પાલકને તો આચાર્યશ્રી અસમાધિમરણને પામે એવા ભાવથી તેમણે આચાર્યશ્રીની નજર સામે બાળમુનિને પ્રથમ પીલ્યા. આથી આચાર્યશ્રી અસમાધિમરણ પામીને દેવ થયા. અને તેઓએ દુષ્ટપાલકને માર્યો. પાલકના આવા વિચારને શાસ્ત્રમાં અસમાધિમરણધ્યાન કહેલ છે. असमाहिय- असमाहित (त्रि.) (1. અશોભનીય, બીભત્સ 2. શુભઅધ્યવસાયરહિત, મોક્ષમાર્ગથી દૂર વર્તનાર) 155 -