Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મહિમબ્રુ-મ (પુ.) (અર્જુનના એક પુત્રનું નામ) મહિમા-મહા (પુ.) (સર્પનું ફ્લેવર, મૃત સપ) જીવતા સાપની પાસે જતાં તો લોકો ડરે જ છે. પરંતુ મરેલા સર્પનું શરીર પડ્યું હોય, તો તેની પાસે જતાં પણ લોકો ડર પામે છે. તેની પાછળ સર્પનો સ્વભાવ કારણ છે. આખી જીંદગી બીજાને ડસવાનું જ કાર્ય કર્યું હોવાથી લોકો એમ વિચારે છે કે જો કદાચ જીવતો હશે તો પાછો દેશ દેશે. આપણું જીવન પણ સર્પના સ્વભાવ જેવું ન થઈ જાય તેનો ખ્યાલ રાખજો, અન્યથા તમારી હાજરીમાં તો ઠીક ગેરહાજરીમાં પણ તમારા માટે સારું બોલવાનું ટાળશે. જીવન ધૂપના જેવું સુવાસિત બનાવવાનો ધ્યેય રાખજો. જે ચારે બાજુ ફેલાઈને લોકોના મનને આનંદ આપનારું બનશે. મિર-મમર (પુ.) (1. સન્મુખ રહીને બીજાને મારનાર, ધનાદિના લોભથી બીજાને મારવાનું સાહસ કરનાર 3. ગજાદિનો ઘાતક). માણસ પાસે પૈસા, સોનાના ઘરેણા વગેરે મિલ્કત ઘણી છે. પરંતુ તે બધી બેંક ના લોકરમાં રાખવી પડે છે. કેમ કે પૈસા વગેરેના લોભે લોકો કોઈને મારી નાખતાં વિચાર કરતા નથી. ગળામાં ચેન પહેરીને નીકળો અને રસ્તામાં અચાનક કોણ આવીને ખેંચી જશે તે કહી શકાય તેમ નથી. ધન્ય છે પરમાત્મા મહાવીરને જેમણે સાધુઓને નિર્દોષ અને નિર્ભય જીવન જીવવાની પદ્ધતિ બતાવી છે. લોભના કારણભૂત ધનનો જ સર્વથા અભાવ હોવાથી તેમને કોઈ પણ જાતનો ભય હોતો નથી. માટે જ અડધી રાતના પણ તેમના ઉપાશ્રયના બારણાં ખુલ્લા જોવા મળશે. હિમાડ઼ા-મહયર (પુ.) (સર્પ વગેરે) મહિસ- માસ (પુ.) (અધિકમાસ) અઘિ-ધબ્ર () (અધિક, વધારે) ઈર્ષાળુ રાણી દ્વારા અક્ષર ઉપર એક વધારે કરવામાં આવેલ બિંદુના કારણે અશોકના પુત્ર કુણાલે પોતાની આંખો ખોઈ હતી. માટે જ શાસ્ત્રનું અધ્યયન કરનાર સાધુ કે ગૃહસ્થ પ્રત્યેક બિંદુ, માત્રાદિનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો. તેમજ કાનો, માત્રા, કે બિંદુ જે સ્થાને કરવામાં આવેલા હોય તદનુસાર જ તેનું પઠન કરવું. અન્યથા અર્થનો અનર્થ થઈ જાય છે. હિત (B.) અહિત કરનાર, શત્રુ, દુશ્મન શાસ્ત્રમાં આત્માનું અહિત કરનારા કુલ છ પ્રકારના આંતર શત્રુ કહેલા છે. જેવી રીતે કૌરવોએ ભેગા મળીને એક્લા નિઃસહાય અભિમન્યુને માર્યો હતો. તેવી રીતે આ છએ કષાય શત્રુ ભેગા મળીને એક્લા આત્માને સતત પરાભવ કરવાના પ્રયત્નો કરતાં હોય છે. કિંતુ કેટલાક પરમાત્મા મહાવીર કે બાહુબલી જેવા આત્માઓ સ્વ પુરુષાર્થના બળે તે ષટ્ અરિવર્ગને પરાસ્ત કરીને મોક્ષ રાજ્યને પ્રાપ્ત કરે છે. મહિલાuિT-મધતિ (7) (અધિક દિવસ) મહિતિi-fધઋવિન (1) (પુરુષ પ્રમાણ કરતાં અધિક) 2020