Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अहिज्जियता-अभिध्यितता (स्त्री.) (લોભરહિત, લાલસારહિત) એક પુસ્તકમાં સરસ વાક્ય વાંચ્યું હતું, ‘લાખે ન લોભાણા અને ચિથરે ચુંથાણા” અર્થાત ઘણી વખત આપણે બોલીઓમાં સંસ્થાઓમાં કે અન્ય સ્થાનોમાં રૂપિયાનો લોભ છોડીને મોટા મોટા દાન કરતા હોઈએ છીએ. પરંતુ માન-પાન કે અન્ય સાવ તુચ્છ જેવી બાબતોમાં લેપાઈ જતા હોવ છો. જેમ કે પેલાએ મને બોલાવ્યો નહિ, તે લોકોએ મારી સલાહ પણ ન લીધી. મને પૂછ્યું પન નહિ. અને માઠુ લગાડીને આપણે મોં ફૂલાવીને ફરતાં હોઈએ છીએ. જો રૂપિયાનો મોહ છોડી શકીએ છીએ તો પછી માન-સન્માનની અપેક્ષાઓ શા માટે નથી છોડી શકતા? દિકાળ-ઝાન () (૧.બેસવું ૨.આશ્રય કરવો. 3. માલિકપણું, સ્વામિપણું) આપણે એક મકાન,દુકાન, ઓફિસ, પ્લોટ, કાર કે ફેક્ટરીના માલિક બની જઈએ. એટલે ખૂબ હરખાતા હોઈએ છીએ. પોતાનાથી ઓછી સંપત્તિવાળા કે નોકરી પર પોતાના માલિકપણાંનો રોફ ઝાડતા હોવ છો. પરંતુ યાદ રાખજો જેમ આપણું આયુષ્ય સ્થિર નથી તેમ બાહ્ય ભૌતિક વસ્તુઓ પરની માલિકી પણ કાયમ નથી, કેમ કે આ બધા જ ખેલ તો કમજનિત છે. કર્મ સારા હોય તો રંક રાજા થાય છે. અને ખરાબ કર્મના ઉદયે રાજા પણ રંક થાય છે. અગમ્ય એવા કાળના ખપ્પરમાં પૂર્વે કેટલાય હોમાયા છે. અને ભવિષ્યમાં કેટલા હોમાશે તેની કોઈને જાણ નથી. મહિકિનમાT-ગધિયાન (3) (આક્રમણ કરાતું) કિત્તા-ધાતુમ્ (અ.) (આક્રમણાદિ વડે ભોગવવા માટે) ફિર-ધણિત (ત્રિ) (1, નિવાસ કરેલ,રહેલ 2. આધીન કરેલ 3. આક્રાંત, આવિષ્ટ) આજે ગાંધીજી આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ જે સ્થાનમાં રહેલા જે જે વસ્તુ સાથે સંકળાયેલા. તેને સરકારે ખૂબ જ કાળજીપૂર્વક સાચવી રાખી છે. તેમજ તે સ્થાનાદિમાં જનારાઓ પણ આદરપૂર્વક તે સ્થાનમાં વર્તતા હોય છે. જિનેશ્વર પરમાત્માને માનનારા આપણે જૈન છીએ. પરંતુ તેમને એક સવાલ પૂછવો છે કે જિનાલય, ઉપાશ્રય કે તીર્થસ્થાનોમાં શું તમે ચોકસાઈ રાખો છો ? જે સ્થાનમાં દેવ અને ગુરુ રહેલા છે. તે સ્થાનોમાં સભ્યતા અને આદરપૂર્વક વર્તો છો? જો ! જવાબ ના છે, તો પોતાને જૈન કે શ્રાવક કહેવડાવવાનો આપણને કોઈ જ અધિકાર નથી. अहिणउलमयमयाहिवपमुह-अहिनकुलमृगमृगाधिपप्रमुख (त्रि.) (સર્પનોળિયોમૃગસિંહ આદિ પ્રધાન છે જેમાં તે) अहिणंदण-अभिनन्दन (त्रि.) (વર્તમાન ચોવીસીના ચતુર્થ તીર્થંકર) મuિrq-fમનલ (3) (નવું, નૂતન ગુણવાળો) નવું ઘર, નવાં કપડા, નવી ગાડી, નવા સંબંધો વગેરે મનને આનંદ આપે છે. નવી નવી વસ્તુઓ ચિત્તને પ્રસન્નતા આપે છે. નવી વસ્તુ કરતાં રહેવું જેટલું સારું છે. તેના કરતાં પણ અધિક મહત્વનું છે તે મળેલ નવી વસ્તુની સંભાળ રાખવી. તેને ટકાવી રાખવી. કેમ કે તેમની સાથેનો ગાઢ સંબંધ માત્ર પ્રસન્નતા નહિ શક્તિ પણ આપે છે. अहिणवसड्ड-अभिनवश्रावक (पुं.) નૂતન શ્રાવક, નવો નવો ધર્મ પામેલ જીવ) 2000