Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પુરુષનો પોતાનો પડછાયો શાસ્ત્રોક્ત પુરુષ પ્રમાણે આવે ત્યારના સમયને પોરસી કહેવામાં આવે છે. અને તે પોરસીના કાળને ઓળંગીને આગળ વધેલા સમયને અધિકપોરસી કહેવામાં આવે છે. કેટલાક જીવો એવા અભિગ્રહને ધારણ કરતાં હોય છે કે મે લીધેલું પચ્ચખ્ખાણ પોરિસીનો કાળ વીતીને અમુક વધારે સમય પસાર થાય ત્યારે પાળવું. અહિંયgurum-હિતપ્રજ્ઞાન (રિ.). (અહિતકારી જ્ઞાન છે જેનું તે, અહિતકારી બોધ) ઉસૂત્ર પ્રરૂપણા કરનાર નિકૂવો જ્ઞાનરહિત હોય છે તેવું નથી. તેઓ પણ ઘણા બધા શાસ્ત્રોના અભ્યાસી હોય છે. કેટલાય આગમો તેમજ કઠિન શાસ્ત્રોને કંઠસ્થ કર્યા હોય છે. પરંતુ વિપરીત સમજણના કારણે તેમનું બધું જ સમ્યગજ્ઞાન અજ્ઞાનમાં પરિણમિત થઈ જાય છે. તેમનું બધું જ જ્ઞાન તેમના સ્વયંનું તથા તેમની સાથે સંકળાયેલ દરેક આત્માનું અહિત કરનાર હોય છે. अहियरूवसस्सिरीय-अधिकरूपसश्रीक (त्रि.) (અત્યંત શોભાયમાન, અતિ સુંદર) દેશના વડાપ્રધાન જવાહરલાલનેહરુ જ્યારે અત્યંત સુંદર અને ધજાઓથી શોભાયમાન આબુ દેલવાડાના જિનાલયોના દર્શને આવ્યા. અને જયારે તેઓએ સમસ્ત જિનાલય અને જિનમૂર્તિઓના દર્શન કરી લીધા. ત્યારબાદ ત્યાના ટ્રસ્ટીએ તેમના હાથમાં એક ચોપડો મૂક્યો અને કહ્યું કે આપના દર્શન પછીનું મંતવ્ય આમાં લખી આપો. ત્યારે તેમાં તેઓએ માત્ર નિઃશબ્દ લખ્યું. ટ્રસ્ટીઓએ કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ જિનાલયની અને પ્રતિમાઓની સુંદરતા એટલી બધી છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેનું વર્ણન કરવું તે મંદિરની સુંદરતાનું અપમાન કરવા બરોબર છે. अहियहिय-अहितहित (त्रि.) (અહિકારી કે હિતકારી એવું ભોજન) પિંડનિર્યુક્તિ શાસ્ત્રમાં લખ્યું છે કે “દહીં, શાક, કાંઠાના ફળની સાથે દૂધનું મિશ્રણ સ્વાથ્ય માટે અહિતકારી છે. તેવા પ્રકારના ભોજનથી શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. માટે શરીરની તંદુરસ્તી ઈચ્છનાર પુરુષે તેવા દરેક પ્રકારના વિરુદ્ધ આહારનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રોગોનો નાશ કરનાર તથા સ્વાચ્ય પ્રદાન કરનાર આહાર લેવો જોઈએ.' હિયાસ-માસ (પુ.) (પરિસહોને સહન કરવા, ઉપસર્ગોથી ચલિત થયા વિના ચારિત્રનું પાલન કરવું ) પૂર્વના કાળમાં સંયુક્ત કુટુંબનું રહસ્ય હતું સહિષ્ણુતા, દરેક જણ ગમે તેટલી તકલીફ આવે કે ગમે તેટલા વિવાદો થાય. પરંતુ એકબીજાને સહન કરી જાણતાં હતાં. સહન કરવાથી તમેં નિર્બળ છો એવુ પૂરવાર નથી થતુ. ઉલટાનું તમારું મનોબળ વધારે દ્રઢ બને છે. અને જીવનની કોઈપણ મુસીબતનો તમે આસાનીથી સામનો કરી શકો છો. માટે જ શાસ્ત્રોમાં કહેવું છે કે શ્રમણે કોઈ પણ પરિષહોનો પ્રતિકાર કર્યા વિના દ્રઢતાથી સહન કરવા. અને ચારિત્રનું પાલન કરવું મહિયાસ/વા-મહિતાસનતા () (પ્રતિકૂળ સ્થાન) કોઈ પ્રસંગમાં ગયા હોઈએ અને ત્યાં બેસવા માટેની જગ્યા ન મળે. અથવા પ્રતિકૂળ મળે તો આપણું મોટું બગડી જતું હોય છે. જયારે જિનેશ્વર પરમાત્માના શાસનને વરેલા મુનિવરની સ્થિતિ એકદમ અલગ જ હોય છે. તેમને અનુકૂળ સ્થાન મળ્યું કે પ્રતિકૂળ તેઓ ક્યારેય બેચેન બની જતા નથી. તેમના ચહેરા પર સદૈવ પ્રસન્નતા જ જોવા મળશે. કથ્થાનતા (સ્ત્રી) (અજીર્ણ હોવા છતા ભોજન કરવું) વૈદ્યક શાસ્ત્રમાં કહેલું છે કે જયારે અજીર્ણ થાય ત્યારે ભોજનનો સર્વથા ત્યાગ કરવો. કારણ કે તેવા સમયે પેટ આહારની પચનક્રિયા કરવા માટે સક્ષમ હોતું નથી. અને તે આહાર ધાતુઓમાં પરિણામ પામવાનાં બદલે ઝેરરુપ પરિણામ પામે છે. માટે રસલોલુપતાને વશ થયા વિના આહારનો ત્યાગ કરનો શ્રેયસ્કારી છે. 203