Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હતભાગી થયેલા તેઓ સઘળો દોષ ઈશ્વરને આપતા હોય છે. તેઓએ એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તેમના બદનસીબ પાછળ ઈશ્વર નહિં અપિતુ પૂર્વભવમાં પોતે કરેલ કર્મ કારણ છે. જેથી આટ આટલી મેહનત કરવા છતાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મહત્ત-મૂત્ર (પુ.) (કાળવિશેષ, દિવસરાત્રિ) ત્રીસ મૂહર્ત પ્રમાણના કાળને અહોરાત્ર કહેવામાં આવે છે. જેમાં દિવસ અને રાત્રિ એ બન્નેનો સમાવેશ થઈ જાય છે. સમસ્ત ચતુર્વિધ સંઘને તત્વજ્ઞાનરૂપી અમૃતનું પાન કરાવનારા પરમકૃપાળુ પરમાત્મા મહાવીર દેવે, સાડાબાર વર્ષના સાધના કાળ દરમ્યાન માત્ર અડતાલીસ મિનિટ કાળ પ્રમાણ નિદ્રા લીધી હતી. અને આવી કેટલાય અહોરાત્રિ કાઉસગ્ગ ધ્યાનમાં ઉપસર્ગ સહન કરતાં કરતાં વિતાવી હતી. મોરાફયા-મોરા (સ્ત્રી) (સાધુની અગ્યારમી પ્રતિમા) શાસ્ત્રમાં સાધુની કુલ અગ્યાર પ્રતિમાં દર્શાવવામાં આવેલ છે. તેમા અહોરાત્રિકી નામની છેલ્લી અગ્યારમી પ્રતિમાનું આ પ્રમાણે વિવરણ કરવામાં આવેલ છે. આ અગ્યારમી પ્રતિમાં ત્રણ દિવસની હોય છે. તેમાં શ્રમણ પ્રથમ બે દિવસ છનો તપ કરીને અંતિમ દિવસે એક અહોરાત્રિ પ્રમાણ ગામની બહાર એકાંત સ્થાનમાં અમુક કાઉસગ્ગ ધ્યાનમાં કાળ વિતાવવાનો હોય છે. આ પ્રતિમાને અહોરાત્રિની પ્રતિમાં કહેવામાં આવે છે. अहोलोय-अधोलोक (पु.) (અધોલોક, પાતાળલોક) બૃહëત્રમાસ ગ્રંથમાં સમસ્ત ચૌદ રાજલોકનું વર્ણન કરવામાં આવેલું છે. તે ચૌદ રાજલોકને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. જેમાં દેવો રહે છે તે ઉર્ધ્વલોક, યા મનુષ્ય અને તિર્યંચાદિ જીવ રહે છે તે તિચ્છલોક અને તિચ્છલોકથી નવસો યોજનની નીચે સાત નારક કે ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતરાદિના આવાસો જ્યા આવેલા છે તે સ્થાનનો અપોલોક તરીકે ઉલ્લેખ કરાયો છે. अहोवाय-अधोवात (पु.) (નીચે વાતો વાયુ, અધોવાયુ, અપાન વાયુ) अहोवियड-अधोविकट (त्रि.) (નીચેથી પ્રગટ , જેને નીચેથી છાનું નથી રાખવામાં આવ્યું તે) अहोविहार-अहोविहार (पु.) (શાસ્ત્રોક્ત સંયમાનુષ્ઠાનનું પાલન, આશ્ચર્યકારી વિહાર) (યથાખ્યાત ચારિત્રને અહોવિહાર પણ કહેવામાં આવે છે. જે તે વર્તતા કાળમાં પળાતા ચારિત્રાનુષ્ઠાનમાં કોઈ પણ જાતના અતિચાર લગાડ્યા વિના ઉત્કૃષ્ટ રીતે ચારિત્રાચારનું પાલન કરવામાં આવે તે અહોવિહાર કહેવાય છે. મfસર-અવ:સિર () (અધોમુખ, જેનું મસ્તક નીચું છે તે) તીર્થકર ભગવાનના કુલ ચૌંત્રીસ અતિશય માનવામાં આવેલા છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ આ ચોત્રીસે અતિશય પરમાત્માના પ્રગટતા હોય છે. આ ચોંત્રીસ અતિશયમાંનો એક અતિશય અધોમુખ કંટકનો છે. તીર્થંકર ભગવંત જે ગ્રામ, નગર કે જંગલના રસ્તે વિચરતા હોય છે. ત્યાં રસ્તામાં જ્યા પણ કાંટાઓ આવતા હોય છે. તે જો સીધા હોય તો તેનું અણીવાળુ મુખ નીચુ થઈ જાય છે. અર્થાત્ કંટકો અધોમુખ થઈને જાણે કે પરમાત્માને નમન કરવાની ચેષ્ટા કરતા હોય છે. अहोहि-अधोऽवधि (पु.) (પરમાવધિ જ્ઞાનથી નીચેનું અવધિજ્ઞાન) 2 100