Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મહિiારી (Fધિનિ (શિ.) (સત્તાધિશ, રાજપુરુષ) શ્રેણિકપુત્ર અભયકુમારમાં બુદ્ધિની શ્રેષ્ઠતા, ગુણની શ્રેષ્ઠતા, પરાક્રમની શ્રેષ્ઠતા હતી. એમ કહેવાય કે સત્તાધીશ થવા માટે જે પણ યોગ્યતા જોઈએ તે બધી યોગ્યતાઓ હતી. રાજા શ્રેણિક પણ તેમને રાજગાદી આપવા માટે તૈયાર હતા. છતા પણ તેઓ પ્રથમ એક શ્રાવક હતા અને રાજપુરુષ પછી. તેમને ખબર હતી કે રાજેશ્વરી તે નરકેશ્વરી હોય છે. તેમજ છેલ્લા રાજર્ષિ રાજા ઉદાયી થયા. તેમના પછી કોઈ રાજા દીક્ષા લેશે નહિ. માટે તેઓએ સહર્ષતાથી રાજગાદીનો ત્યાગ અને શ્રમણધર્મનો સ્વીકાર કર્યો. ( 1 મહિચ્છતા-મહિચ્છત્ર (સ્ટ્ર) (ત નામે એક નગર, જ્યા પાર્શ્વનાથ પ્રભુ પર કમઠનો ઉપસર્ગ થયો હતો તે નગરી) શંખાવતી નગરીમાં કૂવાના કાંઠે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલ ત્રેવીસમાં તીર્થપતિ ભગવાન પાર્શ્વનાથને કમઠે ઉપસર્ગ કર્યો. ત્યારે નવકારમંત્ર શ્રવણનાં પ્રભાવે ઈંદ્ર બનેલ ધરણેન્દ્રએ પરમાત્માના મસ્તક ઉપર ફણાને ધારણ કરી. તથા પદ્માવતી દેવીએ કમળ ઉપર પરમાત્માને ધારણ કર્યા. ત્યારબાદ ધરણંદ્રએ કમઠને દંડ કરીને ત્યાંથી ભગાડ્યો. આમ જે શંખાવતી નગરીમાં આ પ્રસંગ બન્યો તેના કારણે પાછળથી તે નગરીનું નામ અહિચ્છાત્રા તરીકે પ્રસિદ્ધ થયું. अहिजाय-अभिजात (त्रि.) (કુલીન, ખાનદાન, ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલ) अहिज्जग-अधीयान (त्रि.) (નિપુણ, જાણકાર હોંશિયાર) જેવી રીતે નિપુણ પંડિતોની સભામાં મૂર્ખ વ્યક્તિ શોભતો નથી. તેમ મૂર્ણોની સભામાં હોંશિયાર પુરુષનું રહેવું પણ અયોગ્ય જ છે. કેમ કે મૂર્ખાને આપેલી સાચી સલાહ પણ ઘણી વખત આપત્તિરૂપ સાબિત થાય છે.આથી શાસ્ત્રોમાં પણ કહેવું છે કે જયા મૂર્ખ પુરુષનો વિવાદ ચાલતો હોય ત્યા પંડિત પુરુષે જવું નહિ. અને કદાચ ત્યાં જાય તો તેઓની વચ્ચે પડવું નહિ. अहिज्जमाण-अधीयमान (त्रि.) (ભણતો, પઠન કરતો) સ્કૂલ, કોલેજ કે ઓફિસની લાયબ્રેરીમાં એક વાક્ય લખ્યું હોય છે. શાંતિ જાળવો જેથી અન્ય બીજી ભણતા કે વાંચતા વ્યક્તિને ખલેલ ન પડે. અને આ વાતનું દરેક જણ ફરજિયાત પાલન કરે છે. મોટેથી બોલાઈ ન જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તલીફ તો જિનાલય કે ઉપાશ્રયમાં હોય છે ત્યારે થાય છે. ત્યાં જઈને વ્યક્તિ બેધ્યાન બની જાય છે. જાણે શાક માર્કેટમાં ગયા હોય તેમ મોટે મોટેથી બોલતા હોય છે. ધ્યાન રાખજો ! કોઈ આરાધના કરતું હોય, પૂજા કરતું હોય કે પછી સાધુ ભગવંત સ્વાધ્યાય કરતાં હોય, તો તેમને તમારા મોટા અવાજથી ખલેલ પહોંચતી હોય છે. -મધ્યેતન (અ.) (અધ્યયન કરવા માટે, ભણવા માટે) નિત્ત-મત્ય (વ્ય) (અધ્યયન કરીને, ભણીને, પઠન કરીને) આપણું સંતાન ગ્રેજ્યુએશન, એમ.બી.એ. કે અન્ય બીજા કોઈ કોર્સ કરીને, ભણી ગણીને તૈયાર થઈ જાય. એટલે આપણે ખૂબ ખુશ થતા હોઈએ છીએ. બધાને પેંડા વહેંચીએ છીએ. ક્યાંય પણ ગર્વ લેવાનું ચૂકતા નથી. પરંતુ શાસ્ત્રોના અધ્યયન કરીને કોઈ સાધુ મહાત્મા તૈયાર થયા હોય તેના માટે ઘરમાં ખુશી મનાવી છે? ભણીને તૈયાર થયેલ સંતાન માત્ર તમારા ઘરનું જ ભલુ કરશે. જયારે સાધુ મહાત્મા આખા જગતનું કલ્યાણ કરનારા છે.