Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ (ખૂણો) પૂર્વના કાળમાં માસિક ધર્મના સમયે સ્ત્રીઓ ખૂણો પાળતી. અર્થાત્ ત્રણ દિવસ સુધી ઘરના એક ખૂણામાં રહીને માસિક ધર્મનું પાલન કરતી હતી. જેથી ઘરમાં, જીવનમાં અને ધર્મમાં શુદ્ધિ જળવાઇ રહેતી હતી. તેના કારણે જીવનમાં સુખ અને શાંતિ ભર્યા ભર્યા રહેતાં હતાં. કિંતુ છેલ્લા કેટલાક સમયથી તેનો હ્રાસ જોવા મળી રહ્યો છે. આજે માસિક ધર્મમાં રહેલ સ્ત્રીઓ જ્યાં ત્યાં ફરતી હોય. જે તે વસ્તુને અડતી હોય છે. મોર્ડન માણસ અને ક્રાંતિ કહે છે. અરે ભાઇ ! ક્રાંતિ તેને કહેવાય છે જે જીવન અને આત્માનો વિકાસ કરાવે વિનાશ નહિ. આવા વર્તનના કારણે જ તો આજના માનવના સુખ અને શાંતિ હણાઇ ગયા છે. *મશ્વિન (ઈ.). (અશ્વિની નક્ષત્રનો દેવતા) સિff - મન () (ત નામે એક નક્ષત્ર) મરેલા - અષા (સં.) (ત નામે એક નક્ષત્ર) મન્નતા - અશ્વત્તા (સ્ત્ર.). (મધ્યમ ગ્રામની પાંચમી મૂર્છાના) ગત - શ્વયુન (a.). (આસો માસની પૂર્ણિમા તથા અમાવસ્યા) કર્તવરિ - અર્થતિ (ઈ.) (ધનવાન, શ્રેષ્ઠી) વ્યવહારમાં લોકો જેની પાસે ધન, દોલત, ગાડી, બંગલો વગેરે સુખ સામગ્રી હોય તેને શ્રેષ્ઠી અર્થાત્ શેઠ માનતા હોય છે. પરંતુ તાત્ત્વિક રીતે તો સાચો શ્રેષ્ઠી તે છે જેની પાસે દયા, પરોપકાર, ધર્મપરાયણતાદિ શ્રેષ્ઠ ગુણો હોય. કેમ કે શ્રેષ્ઠી શબ્દનો અર્થ થાય છે. જેની પાસે શ્રેષ્ઠતા હોય તે શ્રેષ્ઠી. તે શ્રેષ્ઠતા માત્ર કાગળ કે ધાતુના સિક્કાની નહિ પરંતુ પરોપકારી કે ઉદારતાદિ ગુણોની પણ . હોવી જોઇએ. જેની પાસે માત્ર કાગળીયા છે ક્તિ ગુણોની શ્રેષ્ઠતા નથી તે શ્રેષ્ઠી નહિ પરંતુ લક્ષ્મીનો નોકર છે. મઠ - મથ ( વ્ય.) (1. હવે, પછી 2. અથવા, અને 3. મંગલ 4. વિશેષ 5. યથાર્થતા 6. વાક્યપ્રારંભે 7. પ્રશ્ન 8. સમુચ્ચય 9 ઉત્તર 10. પૂર્વપક્ષ 11. વાક્યાલંકરમાં કે પાદપૂર્તિ માટે કરાતો પ્રયોગ) જેવી રીતે નવલખો હાર, કુંડલ, કેયૂર, પાયલ, વીંટી વગેરે અલંકારો શરીરની શોભા વધારે છે. તેવી રીતે કાવ્યો, કથા કે વાક્યસંરચનામાં અપિ, અથ, વૈ, વા વગેરે શબ્દો વાક્યની શોભાને અર્થે પણ પ્રયોજવામાં આવે છે. માઁ - મમ્ (સર્વ.). (હું, આત્મનિર્દેશ) પાણિની વ્યાકરણમાં ત્રણ પુરુષની વાત કરવામાં આવી છે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અધમ પુરુષ. તે એટલે ઉત્તમ પુરુષ કહેવાય. જેમાં ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા છતી હોવાથી તે ઉત્તમતા દર્શક છે. તમે એટલે મધ્યમ પુરુષ તેમાં સામેવાળા પુરુષ પ્રત્યેનો આદર સત્કારનું દર્શન થાય છે. માટે તમે તે કરતાં કાંઇક નિમ્ન હોવાથી મધ્યમ પુરુષ છે. તથા હું તે બીજાનો અનાદર કરીને માત્ર સ્વની જ મહત્તા દર્શાવતો હોવાથી તેમજ સર્વથા અહંકારનો ઘાતક હોવાથી તે અધમ પુરુષ તરીકે ઉલ્લેખિત કરાયો છે. 180