Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ એક આંધળાને રસ્તો પાર કરાવવો. એક ગરીબને દસ રૂપિયાની મદદ કરવી. કોઈક ભિખારીને એકટાઈમનું ખાવાનું ખવડાવવું. રોજ એક સામાયિક કરવું. કોઈના આરાધના કાર્યમાં સહાયક થવું તે પણ ધર્મ જ છે. આ બધું કરવા માટે એક નવા પૈસાની પણ જરૂર નથી. આ બધું તમારી શક્તિ અનુસાર થઈ શકે તેવું છે. બોલો ! ક્યારથી શરુ કરો છો? અદભુ-કથાસૂત્ર (ગવ્ય) (સુત્રની અવિરુદ્ધ, સૂત્ર અનુસાર) ઓઘનિર્યુક્તિ વગેરે શાસ્ત્રોમાં લખ્યું છે કે “આણાએ ધમ્મ અર્થાત આજ્ઞામાં ધર્મ છે.' જિનાજ્ઞાનું પાલન કરવું તે જ ખરો ધર્મ છે. અને આજ્ઞા કઈ છે તે બધી જિનાગમોમાં ઉપલબ્ધ છે. માટે શાસ્ત્રોમાં કહેલ આજ્ઞા પ્રમાણે પાલન કરવામાં ધર્મ સફળ થાય છે. જેઓ શાસ્ત્રની વિરુદ્ધ વર્તે છે તેઓ અધર્મની વૃદ્ધિ કરનારા અને કટુ વિપાકોને પ્રાપ્ત કરનારા હોય છે. કંડરીક, જમાલી વગેરે જીવો તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. પાપભીરુ આત્મા સદૈવ સૂત્રને અનુસાર પાલન કરીને જીવનને સફળ બનાવતા હોય છે. હાસુદ-યથાસુલ (વ્ય.) (જમ સુખ ઉપજે તેમ, સુખ અનુસાર) સર્વપ્રાણાતિપાત મહાવ્રતધારી શ્રમણ ક્યારેય પણ કોઈ સાંસારિક પ્રવૃત્તિ કરવાની અનુમતિ આપતા નથી. શાસ્ત્રમાં પણ તેઓને પરવાનગી આપવાનો નિષેધ ફરમાવવામાં આવેલ છે. છતાં પણ ક્યારેય ધાર્મિક અનુષ્ઠાનો કે મહોત્સવાદિ વિશેષ પ્રસંગ આવ્યું તે તેઓને આજ્ઞા આપવી પડે તો જેમ સુખ ઉપજે તેમ કરો એવી નિરવઘ ભાષાનો પ્રયોગ કરવાનું વિધાન છે. આવુ કહીને તેઓ પ્રવૃત્તિની આજ્ઞા પણ નથી આપતા. તથા તેનો નિષેધ પણ નથી કરતા. પરંતુ જાવો મહોત્સવ કરો, પત્ર લઈને આવો,ગાડી લઈને જાવ વગેરે સાવધ ભાષાનો પ્રયોગ કદાપિ કરતા નથી. મહાસુહુમ-કથા સૂક્ષ્મ (ત્રિ) (સારભૂત) મહE-ઝાદ ( વ્ય.) (1. સંબોધન વાચક 2. આશ્ચર્ય 3. ખેદ 4. ક્લેષ 5. ઉત્કર્ષ) દિ-હિં(પુ.) (સર્પ, સાપ, નાગ) જ્ઞાતાધર્મકથા સૂત્રમાં દર્પીકર અને મુકુલિન એમ બે પ્રકારના સર્પનું કથન કરવામાં આવેલ છે. દવ અર્થાત ફણા જે સાપ ફણાધારી હોય તે દર્પીકર સર્પ કહેવાય છે. તેમજ જેઓ સર્પની જાતિના તો છે પરંતુ ફણા ધારણ કરવાનું સામર્થ્ય જેમની પાસે નથી તેઓ મુકુલિન સર્પ કહેવાય છે. હિંગ-હિત (શિ). (હિતને નહીં કરનાર, અહિતકારી) આપણે હિતકારી અને અહિતકારીની વ્યાખ્યા જ બદલી કાઢી છે. આપણા મનગમતાં કાર્યમાં જે સાથ સહકાર આપે તે હિતકારી, અને જે વિરોધ કરે તે અહિતકારી. સાચો હિતકારી તે છે જે આપણે ઈચ્છિત કાર્ય પણ જો પરિણામે અહિત કરનારું હોય તો તેમાં સાથ ન આપે તેટલું જ નહિ, પરંતુ તમને પણ તે કાર્ય ન કરવાની સાચી સલાહ આપે. આવા વ્યક્તિને શાસ્ત્રમાં કલ્યાણમિત્ર તરીકે સંબોધવામાં આવેલ છે. अहिअणियट्ठि-अहितनिवृत्ति (स्त्री.) (અહિતકારી પ્રવૃત્તિથી નિવૃત્તિ) પચાસની ઉપર ઉંમર થાય એટલે વ્યક્તિ નોકરીમાંથી નિવૃત્તિ લઈ લે છે. સંતાનોના લગ્ન થઈ જાય એટલે માતા-પિતા જવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈ લે છે. આયુષ્ય પુરુ થાય એટલે માણસ સંસારમાંથી નિવૃત્તિ લઈ લે છે. આમ દરેક મનુજ સમય 1930