Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ એક વખત બુદ્ધિમાં તમે ઓછા હશો. તમારી મતિ જડતા ભરેલી હશે તો તે ચાલી જશે. પરંતુ જો તમારું મન ઋજુ અર્થાત સરળ નહિ હોય તો તે નહિ ચાલે. કારણકે સત્યમાર્ગ સ્વીકારવા બુદ્ધિ નહિ પરંતુ હૃદયની સરળતા જોઈએ. હૃદયની આ સરળતાએ ઈંદ્રભૂતિ ગૌતમને પરમાત્મા મહાવીરના આદ્ય શિષ્ય અને ગણધર સ્થાને મૂકી દીધા. જયારે હૃદયની અસરળતાએ ભગવાન મહાવીરના જમાઈ જમાલિને શાસનદ્રોહી એવા નિકૂવ કોટિમાં મૂક્યા હતાં. યથાતિ (અવ્ય.) (યથાયોગ્ય રીતે, ચાલુ પદ્ધતિને અનુસરીને) યથાર્દ (લિ.) (ઔચિત્ય, ઉચિત, વ્યાજબી, વ્યવહારિક) દુકાનદાર અને ગ્રાહકની ભાષામાં વ્યાજબી એટલે એવો ભાવ જેનાથી દુકાનદારને પણ ફાયદો થાય અને ગ્રાહકને પણ નુકશાન ન થાય. ધાર્મિક ક્રિયાઓમાં પણ આ જ વાત બંધ બેસે છે. આપણા ધર્મનું પાલન એવું હોવું જોઈએ કે જેથી લોકમાં ધર્મની નિંદા પણ ન થાય. અને આપણો નિયમ પણ જળવાઈ રહે. આને જ બીજી ભાષામાં ઔચિત્યનું પાલન કહેવાય છે. મહાનં-૪થ (થા) નર (પુ.) (કાળપરિમાણ વિશેષ) ગમમાં લંદ શબ્દનો અર્થ કાળ કરવામાં આવેલ છે. જેટલા કાળ પ્રમાણ કહેલું હોય તેટલો કાળ એટલે યથાલંદ. આ કાળ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે કહેલ છે. સામાન્યથી પાણીથી ભીનો હાથ જેટલા સમયમાં સૂકાય તેટલો કાળ તે જધન્ય યથાલંદ છે. તથા પાંચ દિવસ પ્રમાણનો ઉત્કૃષ્ટ યથાલંદ કાળ છે. અને આ બન્નેની વચ્ચેનો કાળ મધ્યમ યથાલંદ છે. अहालहुस्सय-यथालघुस्वक (न.) (નાનામાં નાનું, કંઈક નાનું અને હલકું) વ્યવહારસૂત્ર કેનિશીથાદિ આગમ ગ્રંથોમાં જ્યાં પ્રાયશ્ચિતનું વિધાન છે ત્યા ગુરૂ અને લઘુનાક્રમે કથન કરવામાં આવ્યું છે. તેમાં લઘુ પ્રાયશ્ચિત લઘુક, લઘુતરક, યથાલઘુતરક અને યથાલઘુસ્વકથી ચર્ચા કરવામાં આવેલ છે. પંદરથી પચ્ચીસ દિવસ પ્રમાણ યથાલધુક, દશ દિવસ પ્રમાણ યથાલધુતરક અને પાંચ દિવસ પ્રમાણ યથાલઘુસ્વક પ્રાયશ્ચિત આપવાનું વિધાન છે. अहावगास-यथावकाश (पु.) (જેવુ ઉત્પતિ સ્થાન હોય તે પ્રમાણે) જગતના જીવોની કુલ ચોર્યાસી લાખ યોનિમા ઉત્પતિ અને મૃત્યુ થતા હોય છે. પ્રત્યેક જીવ જે સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યાં તેનો આત્મા જેટલા પ્રદેશને આવરીને રહેલો હોય તેને યથાવકાશ કહેવામાં આવે છે. માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ જીવ, વૃક્ષના બીજમાં ઉત્પન્ન થયેલ જીવ, પશુ-પક્ષીની યોનિમાં ઉત્પન્ન થયેલો જીવ કે પછી દેવ અથવા નરકયોનિમાં ઉત્પત્તિ પામેલ જીવ જે તે પ્રમાણના આકાશને સ્પર્શીને રહેલ હોય છે. તે જેટલા પ્રમાણમાં આકાશને અવગાહીને રહેલ હોય તદનુસાર તેનું કથન કરવામાં આવે છે. અવિશ્વ-કથાપત્ર (પુ.) (પુત્ર સ્થાને, પુત્ર સમાન) કેટલાક સંબંધો એવા હોય છે જેનો સીધે સીધો લોહીનો કોઈ જ સંબંધ નથી હોતો. પરંતુ લાગણી અને ભાવનાના એવા બંધનોથી બંધાયેલો હોય છે. જેને કારણે લોહીના સંબંધોથી પણ તે વધુ મજબૂત હોય છે. આથી જ ઘણા લોકો કોઈના પુત્ર ન હોવાં છતાં પણ તેમનું કર્તવ્ય પુત્ર સમાન બજાવતાં હોય છે. પિતા ન હોવાં છતાં પણ પિતા સમાન કોઈની સાર સંભાળ રાખતા હોય છે. જિનશાસનથી જોડાયેલા દરેક જણનો પરમાત્મા મહાવીર સાથે કોઈ જ લોહીનો સંબંધ નથી. પરંતુ પ્રેમનો એક સંબંધ એવો છે જેના કારણે તેઓ શાસન કાજે પોતાનું મસ્તક આપી દેતા પણ અચકાતા નથી. કપર્દીમંત્રી જેવા તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. 191