Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શાસ્ત્રાભ્યાસ કરે તો ધર્મમાર્ગનો ત્યાગ કરીને અધર્મના માર્ગે ચઢી જાય. માટે અપરિણત બુદ્ધિવાળા જીવે સદૈવ તેવા અધર્મનો પ્રતિપાદન કરનાર સ્થાન કે શાસ્ત્રોનો ત્યાગ કરીને આગમશાસ્ત્રોનો આશ્રય કરવો જોઇએ. *ગથમતિ (પુ.) (અધર્મના કારણે પ્રસિદ્ધિ છે જેની તે, પાપકર્મના કારણે પ્રસિદ્ધ) પ્રસિદ્ધિ બે પ્રકારની હોય છે. એક પ્રસિદ્ધિને છે જે તમારું નામ પડતાં જ લોકો આદર અને સન્માનની નજરે જુએ. તમારા કાર્યો અને ગુણોને સંભારે. આ પ્રસિદ્ધિને ધર્મપ્રસિદ્ધિ કે સત્મસિદ્ધિ પણ કહેવાય છે. તથા એક પ્રસિદ્ધિ એવી છે કે જે તમારા દુષ્કૃત્યો અને દુર્ગણોને આભારી હોય. લોકો તમને ધૃણા, તિરસ્કાર અને ડરથી જુએ. આવી પ્રસિદ્ધિ અધર્મના કારણે થતી હોય છે. હવે આપણે લોકોમાં કેવી રીતે પ્રસિદ્ધ છીએ તે આપણે જોવાનું રહ્યું. મદપૂનવિ () - મયર્નનવિન (.) (અધર્મથી જીવનાર) ન્યાય, નીતિ તથા મર્યાદાથી વ્યાપાર અને વ્યવહાર કરનાર ધર્મજીવી કહેવાય છે. જ્યારે માત્ર ધન અને નામના મેળવવાની લાલચે ન્યાય-નીતિ વગેરે ગુણોને અભરાઇએ ચઢાવી, પાપમાર્ગનું આચરણ કરનારને અધર્મજીવી અર્થાત અધર્મથી જીવનાર કહેવાય છે. ધર્મથી જીવનાર કદાચ ઓછા પૈસાવાળા હશે પરંતુ અધર્મથી જીવનાર કરતાં તો વધારે જ સુખી હશે. अहम्मट्ठाण - अधर्मस्थान (न.) (પાપસ્થાન, ૧૩ક્રિયાસ્થાન, ધર્મરહિત સ્થાન) શાસ્ત્રમાં ધર્મની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “તુત પતન થારતિતિ થઈ: 'અર્થાતુ જે જીવોને દુર્ગતિમાં જતાં બચાવે તે ધર્મ છે. તેનાથી વિપરીત એટલે કે જે દુર્ગતિમાં લઇ જવામાં કારણભૂત બને તેવા નિમિત્તો, સ્થાનો કે પદાર્થો અધર્મ છે. માટે દુર્ગતિભીરુ આત્માએ તેવા પાપસ્થાનોથી બચવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઇએ. ગા= () - મધમffઈન(પુ.) (અધર્મના પ્રયોજનવાળો) अहम्मदाण - अधर्मदान (न.) (અધર્મદાન, ચોરાદિને દાન આપવું તે) દાન ધર્મદાન અને અધર્મદાન એમ બે પ્રકારના કહેલા છે. જરૂરિયાતમંત, સાધર્મિક, તીર્થક્ષેત્ર કે સંઘાદિમાં કરેલ દાન તે ધર્મદાન કહેવાય છે. પરંતુ જેનો વ્યાપાર ચોરી, હિંસાદિનો છે તેના ઉપયોગ માટે જોઇતા પૈસાનું દાન કરવું તે અધર્મદાન છે. સ્વયં અધર્મનું આચરણ કરવું જેટલું નિંદનીય છે. એટલું જ અધર્મના આચરણ કરનાર અન્યને પૈસાદિનું પ્રોત્સાહન આપવું પણ નિંદનીય છે. એટલે જ તો કહ્યું છે કે કરણ, કરાવણને અનુમોદન સરખા ફલ પાવે. મવિ (બુ) - વિ7 (6) (અધર્મને સેવનાર, અધર્મ આચરનાર) અધર્મના આચરણથી મળનાર સુખને શાસ્ત્રમાં સોજા ચઢેલા માણસના શરીર સાથે સરખાવેલ છે. જેમ શરીરમાં સોજા ચઢી જવાથી શરીર એકદમ હૃષ્ટપુષ્ટ થઇ જાય છે. પરંતુ તે હૃષ્ટપુષ્ટતા દુખદાયક અને સાચી હોતી નથી. તેમ પાપાચારના સેવનથી જે સુખસાહ્યબી કે લોકમાં આદર જોવા મળે છે. તે પણ ભ્રામક અને લાંબાગાળે દુખ તથા દુર્ગતિને આપનાર હોય છે. અધર્મનું સેવન કરનારે આ વાતને ધ્યાનમાં રાખવી જોઇએ. મહમif" () - Mનિન (કું.) (અહંકારી, અભિમાની, ગર્વિષ્ઠ) ગામઠી કહેવત છે કે ગાડા નીચે કૂતરું જાય અને વિચારે કે આખો ભાર હું જ ખેંચું છું. તેમાં કેટલાક જીવોને ખોટું અભિમાન હોય છે કે હું જ્ઞાની છું માટે લોકો મારી પાસે આવે છે. મારી પાસે પૈસો છે માટે બધું જ કરી શકું છું. મારી પાસે બળ છે માટે લોકો મને 1840