Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ યોદ્ધાને તે શસ્ત્રોનું જ્ઞાન અને ઉપયોગનું જ્ઞાન હોવું આવશ્યક છે. વર્તમાન કાળમાં તલવારાદિ શસ્ત્રો નથી ચાલતા કિંતુ પ્રભુ મહાવીરના શસ્ત્રોનો તો દરેક સાધક અનંતકાળ સુધી ઉપયોગ કરી શકે તેવા છે. fસન- સિય9િ (1) (તલવારની લાકડી, ગુખી). સત્તા - માથા (સ્ત્ર.) (નિદા, અપકીર્તિ, પ્રશંસા ન કરવી) શાસ્ત્રોમાં કહેવું છે કે “જે આત્મા પોતાની પ્રશંસા કે શાબાશીને પચાવી શકવા સક્ષમ હોય. તેવા જીવની માતા-પિતાએ કે ગુરુજને પ્રશંસા કરવી જ જોઇએ. કિંતુ જે જીવ તેવા પ્રકારનો નથી તેવા જીવની સારા કાર્ય બદલ જેમ પ્રશંસા ન કરાય તેમ તેને કઠોર વચનો પણ ન કહેવા જોઇએ. અન્યથા વિપરીત માર્ગે જવાના અનર્થો પણ સર્જાઇ શકે છે.’ असिलील - अश्लील (न.) (નિંદનીય, બિભત્સ). શિષ્ટજનોમાં તો ઠીક પણ વ્યવહાર જગતમાં પણ મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ ત્યાજય અને નિંદનીય મનાતી હોય. તેને અશ્લીલ કહેવાય છે. યશ અને કીર્તિનો કામી જીવ આવી અશ્લીલ પ્રવૃત્તિનો ત્યાગી હોય છે. જ્યારે સાધક આત્મા તો વિશેષરૂપે તેનો ત્યાગ કરનારો હોય છે. ત્રેિલા - અન્નેબા () (તે નામે એક નક્ષત્ર) असिलोग - अश्लोक (न.) (નિંદા, અપકીર્તિ) સિત્નોનમય - મોમી () (અપકીર્તિનો ભય, નિંદાનો ભય). કોઈ વ્યક્તિ સત્કાદિ યશસ્વી કાર્ય કરતાં એમ વિચારે કે દાનાદિ કાર્યો કર્યા પછી પાછળથી કોઇ તેમાંથી ભૂલ નીકાળશે તો અપયશ થશે. માટે તેનું કાર્ય ન કરવું સારું. એમ અપકીર્તિના ભયે સત્કાર્યોથી પોતાના આત્માની ઉન્નતિ અટકાવવી તે તો સરાસર અવિચારી પગલું છે. કેમ કે આ જગતમાં જેમ પ્રશંસા કરનારા લોકો છે તેમ નિંદા અને અપયશ ફેલાવનારા પણ છે. કોઇપણ સત્કાર્ય કરો એટલે દૂધમાંથી પોરા કાઢવાની પ્રકૃતિવાળાઓ કાંઇકને કાંઇક ભૂલ કાઢીને નિંદાની મજા માણતા હોય છે. મfસવ -- શિવ (2) (૧.દેવકૃત ઉપદ્રવ 2. મારીમકી આદિ રોગચાળો) કોઇ દવ ગામ કે નગર પર કોપાયમાન થયો હોય, અને આખા ગામાદિમાં એવો રોગચાળો ફેલાવી દે કે જેથી લોકો ટપોટપ મરવા મંડે. તેને શાસ્ત્રીયભાષામાં અશિવ કહેવાય છે. પરમાત્માના ચોત્રીસ અતિશયમાં એક અતિશય એવો છે કે પરમાત્મા જે ક્ષેત્રમાં વિચરતા હોય તેમની ચારે ફરતે સવાસો યોજન સુધી કોઇ મારી મરકી સંભવી શકતી નથી. જો પહેલેથી ઉત્પન્ન થયેલ હોય તો તેમના પ્રભાવથી નાશ પામે છે. વિUT - ગણિવર () (તલવાર આકારના પાંદડાવાળું વન). સિવBસમf - Mશિવમન () (કૃષ્ણ વાસુદેવની ભેરી) નવમાં વાસુદેવ કૃષ્ણની પાસે દેવે આપેલ અશિવપ્રશમની નામક એક ભેરી હતી. તેનો ગુણ એવો હતો કે જે વ્યક્તિ તે ભેરીના 166 -