Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ થયેલ નરકના જીવોને પીડા આપવા માટે તલવારની ધાર જેવા પાંદડાવાળું શાલ્મલી નામક વૃક્ષ વિકર્યું છે. ત્યારબાદ નારક જીવને તે ઝાડ નીચે રાખીને તેના શરીરના તલ જેવડા કટકા કરી નાંખે છે. તેમ કરવામાં તેઓને અતિ આનંદ મળતો હોય છે. જે જીવે પરમાધામીના આવા દુખોથી બચવું હશે તેણે ધર્માચરણ કર્યા વિના છૂટકો નથી. સિપનવિ () - જિનવિન (!). ( શિલ્પ કારીગરી આદિ સાવદ્ય વ્યાપાર ન કરનાર) મામસિરિષ્ઠ - સિમરિક્ષ (ર) (તલવાર અને કાજલ સમાન) મલિય (ત) - સિત (ર.) (૧.કૃષ્ણવર્ણ, કાળું 2. અશુભ 3. અબદ્ધ, અનિયંત્રિત) આજનો માનવ યંત્રમાનવ બની ગયો છે. તેનો બધો જ કાર્યક્રમ ટાઇમટેબલ પ્રમાણે નિયંત્રિત હોય છે. સવારે ઉઠવું, ચા-નાસ્તો કરવો, તૈયાર થવું, કામ પર જવું, કયું કાર્ય કયા સમયે અને કેટલા ટાઇમમાં કરવું વગેરે વગેરે. તે બધા જ કાર્યોને પોતાના નિયંત્રણમાં રાખે છે. એકમાત્ર અપેક્ષા, મહત્ત્વાકાંક્ષાઓ જ અનિયંત્રિત રહી જાય છે. જે મનુષ્ય ઇચ્છાઓને નિયંત્રિત કરે છે. સાચા અર્થમાં તે જ સફળતાને પ્રાપ્ત કરે છે. असियकेस - असितकेश (त्रि.) (જેના કેશ કાળા છે તે, યુગલિક મનુષ્ય) માથામાં સફેદવાળ ઢળતી ઉંમરની નિશાની છે. પૂર્વના કાળમાં રાજાઓ માથામાં એક પણ સફેદવાળ દેખાય એટલે રાજય, ભોગવિલાસાદિનો ત્યાગ કરીને સંન્યાસાશ્રમ સ્વીકારી લેતાં હતાં. વૃદ્ધાવસ્થા કે વાળનું સફેદ થવું તે અસિમસિકૃષિ પ્રધાન ભરત આદિ ક્ષેત્રમાં જ જોવા મળે. જયારે યુગલિક મનુષ્યો જન્મથી લઈને મરણ સુધી યુવાન જ રહેતાં હોય છે. અને તેમના વાળ ક્યારેય પણ સફેદ થતાં નથી. આવો જન્મ પૂર્વકૃત ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થતો હોય છે. મતિયા - મહિ# () (દાતરડું) સિિિર - સિરિ(g) (તે નામે પ્રસિદ્ધ પર્વત) असिरयण - असिरत्न (न.) (ચક્રવર્તીના ચૌદ રત્નોમાંનું એક રત્ન) असिरावणिकूवखननसम - असिरावकूपखननसम (त्रि.) (ન્યાયવિશેષ, અવિવાહિત ફળ છે જેનું તે) આ એક ન્યાયવિશેષ છે. જ્યારે કોઇ વ્યક્તિ એવી પ્રવૃત્તિ કરતો હોય જેનું વિવક્ષિત અર્થાતુ ઇચ્છિત ફળ પ્રાપ્ત થવાનું ન હોય, તે સમયે ઉપમાઘટક આ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રેતમાંથી તેલ કાઢવું. બાવળ પાસેથી આંબાની ઇચ્છા રાખવી. તેમ જે સ્થાનમાંથી જલની પ્રાપ્તિ થવાની નથી તેવા સ્થાનમાં કુવાનું ખોદવું નિરર્થક છે. fસત્નg - મfસક્ષા (2) (1. તલવારના લક્ષણોનું જ્ઞાન 2. તલવારના લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર) પૂર્વે એક યોદ્ધા જેમ યુદ્ધકલામાં કુશળ હતો તેમ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્રોના લક્ષણોનો પણ સારો જાણકાર હતો. યુદ્ધમાં વપરાતી તલવાર કેટલી લાંબી, કેટલી ધારદાર, કઈ શુભ કે કઈ અશુભ, કેટલા વજનવાળી, કેવા આકારવાળી વગેરેનું જ્ઞાન તે સારા પ્રમાણમાં ધરાવતો હતો. એક સાધક આત્મા પણ કમ સાથે યુદ્ધ કરે છે. અને ક્ષમા, દયા, કરુણા વગેરે તેના શસ્ત્રો છે. સાધક 165