Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સદ - મહુa () દુખ, અસુખ) જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ જીવનની પણ બે બાજુ હોય છે. પુણ્યના પ્રતાપે વૈભવ વગેરે સુખસામગ્રી મળે છે. તો પાપના ઉદયે નિર્ધનતાદિ દુખો પણ પ્રાપ્ત થતાં હોય છે. આપણે સિક્કાની બે બાજુ સ્વીકારી લઈએ છીએ. તેવી રીતે જીવનની આ બે પરિસ્થિતિઓને પણ સહજતાથી સ્વીકારવી જોઈએ. જેથી ચિત્તની સમાધિ અને પરભવની સદ્ગતિ જળવાઇ રહે. પ્રસૂઝ - અમૂચિ (.) (અસૂયા કરનાર, ગુણોની નિંદા કરનાર) બીજાની નિંદા કુથલી કરનાર એવું બોલતા સંભળાય છે કે અમે થોડી નિંદા કરીએ છીએ. આ તો કેવું છે તેવું જ કહીએ છીએ. બાકી અમને થોડી જ કોઇની અસૂયા કે ઇર્ષ્યા થાય છે. પરંતુ હકીકત આનાથી વિપરીત હોય છે. કેમ કે બીજા માટેનો સાચો કે ખોટો અપલાપ તેના પ્રત્યેનો આપણો અણગમો છતો કરે છે. મનમાં રહેલા શ્વેષભાવે કરેલ નિંદાતેનું હિત કરશે કે અહિત એ તો નથી કહી શકાતું. પરંતુ સ્વયંનું અહિત જ થાય છે. એમ ચોક્કસપણે કહી શકાય છે. મસૂત્ર - મસૂરિન્ (f3.) (1. સૂચના નહિ આપેલ 2. વ્યંજનાદિ રહિત 3. કહ્યા વિના આપેલ ભોજનાદિ). કહેવાય છે કે માંગ્યા વિના મા પણ નથી પીરસતી. આ કહેવત સંસારી જીવો માટે ચોક્કસ લાગુ પડે છે. પરંતુ જેણે સંસારના વાઘા ઉતારી દઇને અલખની ધૂણી ધખાવી છે. તેવા શ્રમણો માટે જરાય લાગુ પડતી નથી. તેઓ માત્ર ધર્મલાભ કહીને દ્વાર પર ઊભા રહે છે અને લોકો તેમના કહ્યા કે માંગ્યા વિના બધુ જ આપવા તૈયાર થઇ જાય છે. પણ નિસ્પૃહી સાધુ જરૂર પૂરતા મોક્ષમાર્ગમાં સાધક એવા આહારદિ લઇને બીજા બધાનો ત્યાગ કરનાર હોય છે. મજૂ8 - અલૂ (ત્રિ.) (મત્સર કરનાર, દ્વેષ કરનાર) ચૌદસો ચુમ્માલીસ ગ્રંથના રચયિતા યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ મહારાજે સ્વરચિત ગ્રંથોના અંતે માત્ર એક જ ઇચ્છા વ્યક્ત કરી છે. “હે પરમાત્મા ! મારા શુભકાર્યો જો મને કોઇ ફળ મળવાનું હોય તો, આ જગત મત્સરમુક્ત બનો. કેમ કે કોઇના ગુણો ગાવા જેટલા કઠીન છે તેટલું જ સરળ છે બીજાનો દ્વેષ કરવો. મત્સર કરનાર વ્યક્તિ પોતાના આત્મામાં રહેલ ગુણોનો હ્રાસ અને દુર્ગણોનો વિકાસ કરતો હોય છે. માટે દ્વેષભાવ કરતા આ વાતનું ખાસ ધ્યાન રાખજો . ગમૂળ - ઝા (f) (નિર્બળ, બળરહિત) મસૂયા - ભૂવા (ન્નો.) (અન્યના દોષને ન કહીને પોતાના દોષોનું કહેવું) બીજાના દોષોનું પ્રગટીકરણ કરીને નિંદા કરવી જેટલું સહેલું છે. તેના કરતાં કઇઘણું વધારે મુશ્કેલ પોતાના દોષોનું કથન કરવું છે. તેના માટે આત્મામાં સરળભાવ અને દઢ મનોબળ જોઇએ. આત્મશ્લાઘા કરનારા ઘણા હોય છે. પરંતુ સ્વદોષકીર્તન કરનારા તો વિરલા જ હોય છે, * યા ( .) (અસહિષ્ણુતા, અસૂયા) શાસ્ત્રમાં અસૂયાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ગુપુતોષવિશ્નર' અર્થાત્ સામેવાળામાં ગુણો હોવા છતાં પણ તેના ગુણોને સ્વીકારવાની સહિષ્ણુતા ન હોવાના કારણે તેનામાં દોષોનું પ્રગટ કરવું તે અસૂયા છે. કોઇની પોતાના કરતાં વધારે થતી પ્રગતિ કે નામના સહન ન થવાના કારણે તેના માટે ખોટું ખોટું બોલવું. તેના વિષે અફવાઓ ફેલાવવી તે અસૂયા છે. આ અસૂયા સામેવાળામાં દોષો તો ઉત્પન્ન નથી કરતી પરંતુ પોતાના ગુણોનો નાશ ચોક્કસ કરે છે. 1740