Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શાસ્ત્રોમાં ચોસઠ ઇંદ્રોમાંના ચમરેન્દ્ર અને બલેન્દ્રને અસુરનિકાયના દેવોના ઇંદ્ર તરીકે ઉલ્લેખિત કરાયા છે. અને તેમની અમરચંચા અને બલિચંચા નામક રાજધાની છે. અમરેંદ્રનો ઉત્પાત નામક આશ્ચર્ય કલ્પસૂત્રમાં વર્ણવેલ દસ આશ્ચર્યોમાંનું એક છે. असुरिंदवज्जिय - असुरेन्द्रवर्जित (त्रि.) (અસુરેંદ્રોની હાજરી વગરનું) મસુત્રમ - મસુમ (.) (દુખેથી મેળવી શકાય તેવું, દુર્લભ) પૈસો મેળવવામાં કેટલી કઠીનાઇ પડે છે, કેટલી બધી મહેનત કરવી પડે છે અને કેટલી વીસે સો થાય છે. તેનો આપણને અનુભવ હોવાથી પૈસાની કિંમત આપણે સમજી શકીએ છીએ, તેવી જ રીતે જ્ઞાની ભગવંતોએ કેવલજ્ઞાનમાં જોયું છે કે મનુષ્યભવ મેળવવો કેટલો દુર્લભ છે. કેટલા બધા જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે અનંતાકાળમાં નસીબથી એકાદ વખત મનુષ્ય જન્મ મળતો હોય છે. માટે જ તેઓ મોટે મોટેથી સાદ પાડીને ચેતવે છે કે મળેલ માનવ ભવને વેડફશો નહિ. પરંતુ સીમિતજ્ઞાનના માલિક હોવાથી આપણે તે જોઈ શકતા નથી અને એટલે જ કદાચ તેની કિંમત સમજી શકતા નથી. કસુવUT - સ્વપન (7) (નિદ્રા, ઊંઘ). અવિરત આત્માની નિદ્રા એકાંતે કર્મબંધ કરાવનારી કહેલી છે. જ્યારે મોક્ષમાર્ગના સાધક આત્માની નિદ્રા કર્મની નિર્જરા કરાવનારી અને પુણ્યનો બંધ કરનારી કહેલ છે. તેની પાછળનું કારણ છે ઊંઘ લેવા પાછળનો તે તે આત્માનો આત્મપરિણામ. અવિરત જીવ સુવે છે ઊંઘની મજા માણવા માટે અને વિરત જીવ સુવે છે પૌલિક શરીરને થોડો સમય આરામ આપીને તેના દ્વારા પુનઃ મોક્ષમાર્ગની સાધના કરવા માટે. આથી એકની ઊંઘ કર્મબંધ કરનારી અને બીજાની ઊંઘ કર્મક્ષય કરનારી હોય છે. સુવા - મસુવf (2.) (1. સુવર્ણ ન હોય તે 2. અપ્રશસ્ત વર્ણગંધરસસ્પર્શવાળું) પિત્તળ સોનાની ચમક લઇ શકે છે પરંતુ તેની જાત નથી મેળવી શકતું. અત્તર પુષ્પોની સુગંધ લઇ શકે છે પણ સ્વયં પુષ્પ નથી બની શકતું. કુરૂપ ચહેરો મેકઅપ દ્વારા સુંદરતા મેળવી શકે છે કિંતુ કુદરતી સૌંદર્ય પ્રાપ્ત નથી કરી શક્તો. તેવી રીતે કુમાર્ગ ધર્મની ભ્રામકતા ઉભી કરી શકે છે પરંતુ સ્વયં ધર્મ નથી બની શકતો. કેમ કે જેની જાતે જ સોનાની નથી તેને વહેલા મોડા પોતાના સ્વરૂપમાં પાછા ફરવું પડે છે. તેમ ધર્મની ભ્રામકતા ઊભી કરનાર અધર્મ વહેલા મોડા પોતાની ઓળખ પ્રગટ કરી જ દે છે. સુવિર - સ્વપન (f3.) (અનિદ્રાળું, નિદ્રારહિત) આજના માનવને સતાવતી કોઇ મોટી સમસ્યા હોય તો તે છે અનિદ્રા. આજે માણસ પાસે ગાડી છે, ઘર છે, ધન-વૈભવ છે, સુખના બધા જ સાધનો છે. નથી તો માત્ર આંખોમાં ઊંઘ, સુવા માટે આમથી તેમ પડખા ફેરવવા પડે છે અથવા તો પછી ગોળીઓ ખાવી પડે છે. આ અનિદ્રાને દૂર કરવા માટે જે તે ડોક્ટરો કે હકીમોની પાસે જવાની જરૂર નથી. જો તમારે આ રોગ દૂર કરવો જ હોય તો એકવાર મનની લાલસાને કાબૂમાં રાખો અને સંતોષપરાયણતાને અપનાવો. પછી જુઓ તમારી આંખોમાં ઊંઘ કેવી જલદી આવી જાય છે. असुसंघयण - असुसंहनन (न.) (ઋષભનારા ચાદિ અપ્રશસ્ત સંઘયણ) જીવનમાં દુખ, તકલીફો જેમ કર્મના કારણે મળે છે. તેમ આપણા શરીરની શુભ કે અશુભ સંરચના પણ કર્મને આધીન જ હોય છે. શરીરના હાડકાનો બાંધો, અંગોપાંગો શુભ કે અશુભ મળવા પૂર્વકૃત કર્મના ફાળે જાય છે. મોક્ષપ્રાપ્તિના સહાયક કારણોમાંના વજઋષભનારાચ સંઘયણ સિવાયના શેષ પાંચ સંઘયણને શાસ્ત્રમાં અપ્રશસ્ત માનવામાં આવેલ છે. પરંતુ મોક્ષની નજીક પહોંચવા માટે એ પાંચે સંઘયણો જ નિમિત્ત બને છે. કેમ કે ધર્મારાધના માટે સંઘયણની નહિ પરિણામની જરૂર હોય છે. 173