Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ (1. ચારિત્ર પાલનમાં અસમર્થ, પ્રવ્રજિત સુકમાલ રાજકુમારાદિ 2. ગ્લાન) સુભાષિત દોહામાં કહ્યું છે કે “હોવા ન દૈનંના ઉર, વહેતો રસ કપૂરનારે તો નાપૂર 'સાધુજીવન ખજૂરના ઝાડ જેવું છે. તેનું પાલન કરવું અત્યંત દુષ્કર અને કષ્ટદાયી છે. જેઓ શરીરે ગ્લાન કે સુખશીલીયા સ્વભાવના કારણે સુકમાલ હોય છે. તેઓ તેનું પાલન કરવામાં અસમર્થ નીવડે છે. કિંતુ જિનાજ્ઞા પાલનમાં એકનિષ્ઠાવાળા અને દૃઢમનોબળી આત્મા તે માર્ગનું હસતાં મુખે સેવન કરીને મોક્ષસુખના રસને ચાખે છે. મહિg (3) (દીક્ષિત એવા સુકમાલ રાજા વગેરે) દુલા - મહલ (કું.) (ચારિત્ર પાલનમાં અસમર્થ એવા રાજપુત્રાદિ) સહેજ - મહિચ્છ (.) (જેમનો સહાયક કોઇ નથી તે, સહાયની અપેક્ષા વગરના) છઘસ્થાવસ્થામાં રહેલ પરમાત્મા મહાવીરને શકેંદ્રએ કહ્યું હે પ્રભુ! સાડાબાર વર્ષ દરમ્યાન આપની ઊપર ઘોર ઉપસર્ગ થવાના છે. આથી કોઇ પાખંડી આપને પરેશાન ન કરે તે માટે એક દેવ આપની સહાયમાં હું મૂકવા માગું છું. ત્યારે પ્રભુએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે હે ઇંદ્ર ! તીર્થકરો અન્યની સહાયની અપેક્ષા વગરના હોય છે. તેઓ ક્યારેય પણ કોઇની સહાય વડે કર્મનો ક્ષય કે કેવલજ્ઞાન પામી શક્યા નથી. તેઓ પોતાના આત્મિકબળે કર્મનો ક્ષય કરીને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરતા હોય છે. માટે આવો વ્યર્થ પ્રયત્ન કરવો રહેવા દો. असागारिय- असागारिक (त्रि.) (જ્યાં ગૃહસ્થનો આવાગમન નથી તેવું સ્થાન) ગ્રહોનું નિરંતર આગમન સાધુના સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનો માટે બાધકતત્ત્વ ગણેલું છે. આથી શાસ્ત્રમાં કહેલું છે કે હે શ્રમણ ! સ્વાધ્યાય, ધ્યાન, કે યોગાદિ અનુષ્ઠાનો એવા સ્થાનોમાં કરવા જોઇએ કે જયાં સાગારિક અર્થાત્ ગૃહસ્થોનું આવાગમન પ્રચુરમાત્રામાં થતું ન હોય, તેવા સ્થાનોમાં આચરાતા અનુષ્ઠાનો સફળતાને પ્રાપ્ત કરે છે. ઝાસ્ત્ર () રા - ઝWIR (3) (1. જેની સમાન અન્ય બીજું કોઇ નથી તે 2. ઉપાદાન કારણ, મુખ્ય કારણ) જે કાર્યમાં અન્ય બીજા કારણ બને કે ના બને. કિંતુ જેના વિના કાર્ય સર્વથા અશક્ય બને તેવા કારણને ઉપાદાન કારણ કે મુખ્ય કારણ કહેવામાં આવે છે. જેમ કે કર્મબંધ કે ક્ષયમાં બીજા બધા ગૌણ કે નિમિત્ત કારણ છે કિત આત્મા સ્વયં ઉપાદાન કારણ છે. આવા કારણોને અસાધારણ કારણ પણ કહેવામાં આવે છે. असाधारणाणेगंतिय - असाधारणानैकान्तिक (पं.) (હત્વાભાસવિશેષ) જે એક પક્ષ અન્ય બીજા પક્ષથી બાધિત બને તેવા પક્ષને સપક્ષ હેત્વાભાસ કહેવામાં આવેલ છે. જેમ કે એવો પક્ષ સ્થપાય કે શબ્દ અનિત્ય છે કેમકે પુગલ છે. અને પુદ્ગલ નાશવંત છે. તેની સામે કોઈનવો પક્ષ મૂકે કે ના શબ્દ તો નિત્ય છે કેમ કે શ્રવણયોગ્ય છે. જે સાંભળાય તે અનિત્ય ન હોઇ શકે. આવા અન્ય હેત્વાભાસથી બાધિત પક્ષને અસાધારણાનૈકાંતિક કહેવાય છે. અક્ષય (ત) - સતિ (.) (અશાતા, પીડા, દુખ, અશાતા વેદનીયકર્મ) અ૧૬૦૦