Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હતો. કેટલાય નોકર ચાકરો તેના ઘરમાં કામ કરતાં હતાં. એક દિવસ તેણે વીર પ્રભુની દેશના સાંભળી અને તેનો આત્મા જાગી ઉઠ્યો. તેણે વિચાર્યું કે નિર્દોષ અને પાપરહિત જીવન જીવી શકાતું હોય તો પછી આટલો બધો સમારંભ શા માટે કરવો. અને તેણે તમામ સંપત્તિનો ત્યાગ કરીને એક સાદુ જીવન અપનાવ્યું. તેના સ્વીકારેલા જીવનમાં તેની પત્નીએ પણ તેને સંપૂર્ણ સહયોગ આપ્યો. Hસવ - ઉમાશ્વત () (અનિત્ય, અસ્થિર, નાશવંત) મન ચંચળ છે. સંબધ અસ્થિર છે. પુગલ અસ્થિર છે. લાગણીઓ અસ્થિર છે. જીવન અસ્થિર છે. અનિત્ય એવા આ સંસારમાં કોઇ જ વસ્તુ સ્થિર નથી. તેમાં ઉત્પત્તિ સાથે વિનાશ અને પ્રારંભ સાથે અંત જોડાયેલો જ છે. એકમાત્ર મોક્ષસુખ જ નિત્ય અને સ્થિર છે. ગ્રસહિતા - ઝવાન (.) (પરાધીન, અસ્વતંત્ર) પરાધીન રહેવું કોઇને ગમતું નથી. નોકર માલિકના ત્રાસથી સ્વતંત્ર થવા ઇચ્છે છે. બાળક માતા-પિતાના સૂચનોથી છૂટવા ઇચ્છે છે. વિદ્યાર્થી શિક્ષકના ઠપકાઓથી સ્વતંત્ર થવા ઇચ્છે છે. જ્યારે સાચો જૈન બધી જ પરાધીનતાઓના મુખ્ય કારણભૂત એવા કર્મોના બંધનથી સ્વતંત્ર થવાના પ્રયત્નો કરતો હોય છે. (1. અમંગલ, અસુંદર 2. અસંયતિ, અબ્રહ્મચારી 3. ગોશાળાદિ કુદર્શની 4. અનર્થહેતુ, અનર્થકારી) સારા કામે જતાં બિલાડી રસ્તો કાપે તો અમંગલ છે. સારા પ્રસંગોમાં અશુભ પશુપક્ષીઓનો અવાજ અમંગલ છે. સારા કાર્ય કરવાના નિર્ણય વખતે જો કોઇને છીંક આવે તો તે અમંગલ છે. આપણે આ બધાને અમંગલ માનીએ છીએ. કિંતુ શાશ્વત સુખમાં બાધક મોહનીયાદિ કર્મોને અમંગલ તરીકે કેમ સ્વીકારતાં નથી ? ગણાહુ - અસાધુન () (કૂરકર્મ, જન્માંતરમાં કરેલ અશુભ અનુષ્ઠાન) કહેવાય છે કે મોગલ બાદશાહ અકબર પોતાના શાસનકાળમાં કર્મઘ નામનો મહોત્સવ રાખતો હતો. આ મહોત્સવમાં તે એક મહિના સુધી લાહોરના જંગલોમાં વીસ હજાર તીરકામઠાવાળા વાઘરીઓ, શિકારી કૂતરાઓ તથા બીજા શસ્ત્રસરંજામ સાથે હિંસાચાર કરતો હતો. આવા કૂરકર્મવાળો અકબર પણ અહિંસાનો પાલક બની ગયો. તેમાં જગદ્ગુરુ હીરસૂરિ મહારાજની સૂક્ષ્મ ચારિત્રની સાધના જ કારણભૂત હતી. તમારો ઉપદેશ બીજા પર જેટલી અસર નથી કરતો તેના કરતાં હજારગણી અસર તમારો આચાર કરે છે. મgrટ્ટ - મસાયુજી(g) (મિથ્યાષ્ટિ, પરતીર્થિક) ઘણી વખત સોના કરતાં પિત્તળમાં ચમક વધારે દેખાતી હોય છે. એનો મતલબ એ નથી કે સોના કરતાં પિત્તળ ચઢીયાતું છે. વાઘની ખાલ પહેરવાથી શિયાળ વાધ નથી બની શકતું. તેમાં કેટલાક ચમત્કારો કે વાણીવિલાસથી પરતીર્થીઓએ બતાવેલ ક ધર્મ સાચો ધર્મ નથી બની શકતો. સોનું એ સોનું જ રહે છે. તેમ લોકોત્તર ધર્મ તે જ ધર્મ રહે છે. બીજા ખોટા ધર્મો આગળ જતાં પોતાની ઓળખ અને અસ્તિત્વ ગુમાવી જ દે છે. ગોશાળાદિના સ્થાપેલ ધર્મો તેનું જીવંત ઉદાહરણ છે. મgયH - મrg (ઈ.) (દાનસ્તાનતર્પણાદિ અસંયતિએ બતાવેલ ધર્મ) અસહુવા - સાપુતા (સ્ત્રો.) (અસાધુતા, સાધુતાનો અભાવ) -162 -