Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સમય -- સમય (!). (1. અયોગ્ય કાળ, ખરાબ સમય 2. અસમ્યગુ આચાર 3. અસત્યનું પચીસમું ગૌણ નામ) જૈનસિદ્ધાંતમાં મોક્ષ પ્રાપ્તિ માટેના માનવામાં આવેલ પાંચ કારણો પૈકી એક કારણ કાળને પણ માનવામાં આવ્યું છે. જે આત્માના કાળનો પરિપાકનથી થયો તે આત્મા યોગ્યતા હોવા છતાં પણ મોક્ષને મેળવી શકતો નથી. કેમ કે મોક્ષ પ્રાપ્તિ માટે તે અયોગ્યકાળ હોય છે. પરંતુ પરમાત્માની ભક્તિ અને ધર્માનુષ્ઠાનોનું આચરણ કાળની યોગ્યતાને પકાવવામાં પ્રધાન હેતુ બને છે. असरिसवेसग्गहण - असदृशवेशग्रहण (न.) (અન્યસ્વરૂપે વેષને ધારણ કરવો તે) સ્વયં આર્યપ્રદેશમાં જન્મેલો હોય, આર્યના રીતિ-રીવાજોમાં રહેલો હોવા છતાં અનાર્યના વેષને ધારણ કરે તેને અસદશવશગ્રહણ કહેલ છે. પૂર્વના કાળમાં ભવાઇઓમાં કે નાટકોમાં લોકોના મનોરંજનહતુ કલાકારો વિવિધ પ્રકારના વેષને ધારણ કરતાં હતાં. તેઓ ભલે અનાર્યોના વેષને ધારણ કરતાં કિંતુ વ્યવહારથી તો તેઓ સંપૂર્ણ આર્ય જ રહેતાં. તેઓ પોતાના વજૂદને ક્યારેય ઓળંગતા નહોતા. જયારે આજના સમયની પેઢી આચાર, વિચાર અને વેષથી અનાર્યતાને વરી ચૂકેલી છે. असमवाइकारण - असमवायिकारण (न.) (નૈયાયિક તથા વૈશેષિક મત પ્રસિદ્ધ કારણવિશેષ) નૈયાયિકો તથા વૈશેષિકો અસમવાયિકારણની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. જે વસ્તુ કાર્યમાં સીધી રીતે કારણ ન બનતા પરંપરાએ કારણ બને છે. તેને કાર્ય પ્રત્યે અસમવાધિકારણ માનવું. જેમ કે વસ્ત્રમાં મુખ્ય કારણ છે તંતુ અને તંતુસંયોગ વસ્ત્ર બનવામાં પરંપરાએ કારણ બનતો હોવાથી તે નિષ્પન્ન વસ્ત્ર માટે અસમાયિકારણ જાણવો. માળ - ગમન (!). (અસાધારણ, સર્વોત્કૃષ્ટ) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે “હે સાધુ! તું અસમાન થઇને વિચર.” અર્થાત વિવિધ ગામ, નગરો અને શહેરમાં વિહાર કરતાં ગ્રહથોની આગતા-સ્વાગતા, માન-સન્માનોમાં લેપાયા વિના તથા અન્યતીર્થીઓના મંત્ર, તંત્રાદિચમત્કારોથી ભરમાયા વિના કર્મક્ષયાર્થે એકલક્ષ્ય બનીને ધર્મસાધનાને આચરજે. જે સાધુ ગૃહસ્થો અને અન્યતીર્થીઓથી નિર્લેપ રહીને વિચારે છે. તેને શાસ્ત્રમાં અસમાન કહેલા છે. સમાજ - સનમ (g) (સમારંભનો અભાવ, હિંસા ન કરવી તે) સ્થાનાંગસૂત્રમાં કહેવું છે કે “જેટલા સ્થાન હિંસાના છે તેટલા જ સ્થાન અહિંસાના પણ જાણવા.' મિથ્યાવસ્થામાં જીવ સકારણ કે નિષ્કારણ કોઈપણ હેતથી પ્રાણીવલમાં પ્રવર્તે છે. જેના પરિણામરૂપ તેને નિકાચિત કે અનિકાચિત અશુભકર્મનો બંધ થતો હોય છે. પરંતુ જીવને જ્ઞાનદશાનો ઉદય થતાં તે જ સ્થાનોમાંથી નિવર્તવાથી શુભકર્મનો બંધ કેસર્વથા કર્મક્ષય થતો હોય છે. સ્થાનાંગસૂત્રમાં આવા અસમારંભના કુલ સાત સ્થાન કહેલા છે. असमारंभमाण - असमारम्भमान (त्रि.) (સમારંભ નહિ કરતો, હિંસા નહિ કરતો) સમાહિક - મસાહત (વિ.) (1. અશુદ્ધ 2. નહિ સ્વીકારેલ, ગ્રહણ નહિ કરેલ) કસ્તૂરબાની તબિયત વધારે બગડી. ડૉક્ટરો છૂટી પડ્યા. અંતિમ ઇલાજરૂપે તેમણે કહ્યું કે જો તે અંગ્રેજી દવાઓ લેશે તો કદાચ જલદી સારું થઇ જશે. બાપુએ બાને કહ્યું કે હવે તમારે દવા લેવી જોઇએ. ત્યારે કસ્તુરબાએ તૂટેલા અવાજે બાપુને કહ્યું. મનખા દેહ વારે વારે નથી આવતો. મોત કાલે આવતું હોય તો આજે ભલે આવે. પરંતુ અંગ્રેજી દવાઓ લઈને હું મારા દેહને અભડાવવા