Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ તથા જેઓ શ્વેતવસ્ત્રધારી હોય તેને જ સાધુ કહેવાય. પરંતુ શાસ્ત્રમાં તો સાધુની વ્યાખ્યા કાંઇક જુદી જ કરી છે. સાધુતા કે અસાધુતા તે બાહ્ય વર્તન કે વેષથી નથી હોતી. કિંતુ જેમણે ભાવથી સાધુના ગુણોને સ્વીકાર્યા છે અને તદનુસાર આચરણ કરે છે તે જ સાચા અર્થમાં સાધુ છે, બાકી વેષમાત્રથી ભવૈયાઓ સાધુ નથી કહેવાતાં. असमणपाउग्ग - अश्रमणप्रायोग्य (त्रि.) (સાધુને આચરવા યોગ્ય નહિ તે) સાધુને પહેરવાના શ્વેત કે ભગવા વસ્ત્ર પાછળ પણ એક તાત્ત્વિક કારણ રહેલું છે. વસ્ત્ર દ્વારા મનને શાંતિ મળે છે તે તો સામાન્ય છે. કિંતુ સાધુનું મન કર્મવશ કદાચ ચંચળ થઈ જાય અને અસાધુ માર્ગે જવા તત્પર થાય. ત્યારે પોતે ધારણ કરેલ શ્વેત કે ભગવા વસ્ત્ર જોઈને મનમાં ઘંટનાદ થાય કે અરે ! હું આ શું કરી રહ્યો છું. હું તો પરમાત્માના માર્ગે ચાલનારો સાધક છું. મેં સ્વયં મારી મરજીથી આ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. તેને ડાઘ લાગે એવી સાધુને અનાચરણીય પાપપ્રવૃત્તિ મારાથી ન કરાય. આ વિચાર તેમના મનમાં પળે પળે ઉત્પન્ન થાય તે માટે સાધુના વસ્ત્રો શ્વેત અને ભગવા હોય છે. અમya - માનો (ઉ.) (1. અનિષ્ટ 2. 363 પાખંડી, શાક્યાદિ) असमणुण्णय - असमनुज्ञात (त्रि.) (અનુજ્ઞા નહિ આપેલ, આજ્ઞા નહિ આપેલ) જે માતા-પિતા જાણતાં હોય કે અમુક પ્રવૃત્તિથી સંતાનોનું અહિત થાય એમ છે. તે પ્રવૃત્તિ કરવાનું સંતાનોનું મન હોવાં છતાં તેને કરવાની રજા કોઇ માતા-પિતા આપે ખરા? નહિ ને! બસ એવી જ રીતે પરમકૃપાળુ પરમપિતા મહાવીરદેવે નિર્મળ કેવળજ્ઞાનમાં જોયું છે કે અમુક પાપપ્રવૃત્તિઓ કરવાથી જીવોનું અહિત થાય જ અને તેના ભવોના ભવો બગડી શકે છે. તો તેવી પ્રવૃત્તિ કરવાની અનુજ્ઞા કેવી રીતે આપી શકે? ઇતિહાસ જોઇ લો પરમાત્માએ નિષેધ કરેલ માર્ગે ચાલનાર આત્મા નિયમો દુખી થયા છે. પ્રભુએ આજ્ઞા નહિ આપેલ પ્રવૃત્તિ કરવી એટલે મુસીબતોને આમંત્રણ આપવા બરોબર છે. મમિત્ત - માહ (3) (અપૂર્ણ, અધુરું) સમજL - મસમાત– () (અપૂર્ણ વિધિ, અપૂર્ણ આચાર) જેમ દવાનો અધુરો કોર્સ રોગનો નાશ કરી શકતો નથી. અધુરું ભોજન ભૂખની તૃપ્તિ કરી શકતું નથી. અધુરી કથા મનની ઉત્સુકતાની પૂર્તિ કરી શક્તી નથી. તેમ અપૂર્ણ વિધિ તેના નિશ્ચિત ફળને આપવામાં સમર્થ થતી નથી. असमत्तदंसि (ण) - असम्यक्त्वदर्शिन् (पुं.) (મિથ્યાત્વી, અન્યદર્શની) મિથ્યાત્વનો સીધો અર્થ છે વિપરીત માન્યતા. જે પદાર્થ કે સિદ્ધાંત જે સ્વરૂપે હોય તેને તે રૂપે ન સ્વીકારતા અન્ય રૂપે ગ્રહણ કરવું તે મિથ્યાત્વ છે. તે દોષને ધારણ કરનાર મિથ્યાત્વી કહેવાય છે. ઉક્ત વ્યાખ્યાએ મિથ્યાત્વી માત્ર અન્યધર્મી હોઇ શકે એવું નથી. જિનમતમાં રહેવા છતાં જો કોઈ એક વાતનો કદાગ્રહ પકડાઈ જાય તો શાસ્ત્રકાર પરમર્ષિઓ તેને પણ મિથ્યાત્વી કહે છે. મમત્વ - અસમર્થ (ઉ.) (અશક્ત, નિર્બળ, સામર્થ્યરહિત) જ્ઞાની ભગવંતોની દૃષ્ટિમાં જે મનમાં ઉત્પન્ન થતાં ક્રોધાદિ કષાયો પર કાબૂ નથી રાખી શક્તો. જે પોતાની વધુ પડતી મહત્ત્વાકાંક્ષાઓ પર લગામ નથી રાખી શકતો. તેમજ જે વિષયો ભોગવવાની પોતાની લાલસાઓ પર નિયંત્રણ નથી રાખી શકતો. તે ખરા અર્થમાં નિર્બળ અને અસમર્થ છે. શરીરબળ ન હોવા છતાં જો પોતાના મન પર કાબૂ હોય તો તે તાત્વિક અર્થમાં શૂરવીર જ છે. - 153