Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ છઠ્ઠ, અઢમાદિ તપ કરવાના કારણે ગ્લાન થયેલ શક્તિહીન થયેલ અસમર્થ સાધુ ત્રણ પ્રકારે કહેલ છે. 1. તપમાર્ગમાં પ્રારંભથી જ થાકી જનાર 2. ઉત્સાહપૂર્વક તપનો પ્રારંભ તો કર્યો હોય કિંતુ અડધે રસ્તે પહોંચતા જ તેઓ આગળ જવા અસમર્થ બની જાય. તથા 3. ચઢતે પરિણામે તપના મધ્યમાર્ગને ઓળંગી ગયેલ અંતિમ ચરણે પહોંચતા પહેલા જ અશક્ત બની જાય તેવા સાધુ અધ્વોત્તર અસમર્થ કહેલા છે. असंथरण - असंस्तरण (न.) (1. નિર્વાહનો અભાવ 2. પર્યાપ્ત લાભનો અભાવ 3. અશક્ત અવસ્થા, અસમર્થતા) એક્વાર ચાતુર્માસ પ્રવેશ કર્યા બાદ સાધુને વિહારનો સર્વથા નિષેધ કરવામાં આવેલ છે. પરંતુ કેટલાક અપવાદ આવી પડે તો ચાલુ ચોમાસે પણ સાધુને વિહાર કરી જવાની શાસ્ત્રમાં આજ્ઞા ફરમાવેલી છે. તે અપવાદોમાં એક અપવાદ છે દુર્ભિક્ષ. જે ક્ષેત્રમાં સાધુ ચોમાસું હોય ત્યાં વરસાદના અભાવે ગોચરી મળવી પણ દુર્લભ બની જાય. સ્વાધ્યાય અને સંયમ પાલન પૂરતી ભિક્ષા પણ ન મળે તો તેવા નિર્વાહના અભાવવાળા સ્થાનનો ત્યાગ કરીને શ્રમણોએ તાત્કાલિક વિહાર કરવો એવો શાસ્ત્રાદેશ છે. અનંથમાળ - (સંથરાંત) - સંતરન (વિ.) (ગવેષણા નહિ કરતો) શાસ્ત્રમાં સાધુ માટે અનેક વિશેષણો વાપરવામાં આવેલા છે. તેમાંનું એક વિશેષણ ગવેષક તરીકે પણ આવે છે. નિર્દોષ આહર, પાણી, વસતિ કે ઉપકરણ માટે સાધુ એક ગામથી બીજે ગામ, એક ઘરથી બીજે ઘર ભ્રમણ કરતા હોય છે. અગાઢ કારણો વિના નિર્ગથમુનિ ક્યારેય પણ દોષિત આહારાદિને ગ્રહણ કરતાં નથી. ચારિત્રની રક્ષા માટે જે સાધુ આહારાદિની ગવેષણા કરતો નથી તેને શાસ્ત્રમાં અગવેષક અને અસંયમકર કહેલ છે. असंथुय - असंस्तुत (त्रि.) (અસંબદ્ધ) મસિદ્ધ - વિશ્વ (2) (સંદેહરહિત, નિઃશંક) સંથારાપોરસીસૂત્રમાં કહેલું છે કે “અઢાર દોષરહિત અરિહંત ભગવંત જ મારા દેવ છે. પંચમહાવ્રતધારી જિનાજ્ઞાપાલક શ્રમણ જ મારા ગુરુ છે. તથા સર્વજ્ઞભાષિત ધર્મ એ જ સાચો ધર્મ છે. એ પ્રકારની સંદેહરહિત મતિ તે સમ્યક્ત છે.' અર્થાત્ આ જગતમાં દેવ, ગુરુ અને ધર્મ એ જ પરમતત્ત્વ છે એવી સ્વીકૃતિ તે સમ્યક્તની નિશાની છે. સમ્યત્વી આત્મા અન્યધર્મના મહોત્સવો, ચમત્કારો જોઇને અંજાઇ જતાં નથી. મસંવિદ્ધત્ત - અવિઘત્વ (7). (1. નિઃશંકપણું, અગિયારમો વચનાતિશય 2. સંશયદોષરહિત સૂત્રગુણ) અરવિયાય - સંધિવનતા (રુ.) (સંદેહરહિત સ્પષ્ટ વચન બોલવું તે, એક પ્રકારની વચન સંપદા) સ્પષ્ટતાનો અભાવ, અક્ષરોનું એક બીજામાં મિશ્રણના કારણે અપ્રગટ અક્ષરોનું ઉચ્ચારણ તથા વિવલિત અર્થોની બહુલતાએ વચન સંદેહયુક્ત બને છે. આ ત્રણેય દોષોના ત્યાગપૂર્વક બોલાયેલ વચન અસંદિગ્ધ વચન કહેવાય છે. તીર્થકર ભગવંતની વાણી સદૈવ સંદેહદોષરહિત અને સર્વજીવોને સુગમતાએ બોધ થનારી હોય છે. સંતી - સંતીન (1) (જેના માટે પંદર દિવસ સુધી જળમાં મુસાફરી કરવી પડે તેવા સિંહલદ્વીપાદિ સ્થાન, ભરતીના સમયે પાણીમાં ડૂબે નહિ તેવા દ્વિીપ) પૂર્વના કાળમાં જયારે ટ્રેન કે પ્લેનાદિની વ્યવસ્થા નહોતી ત્યારે લોકો સમુદ્ર માર્ગે પોતાનો વ્યાપાર કરતાં હતાં. વહેપારીઓ પોતાની વસ્તુઓના વેચાણ, ઉત્તમ લાભ તથા વિવિધ કૌતુક જોવા માટે તિબેટ, શ્રીલંકા, સિંહલદ્વીપાદિ સ્થાનોમાં વહાણો દ્વારા -139 -