Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ તીર્થંકરના વચ્ચેના સમયમાં જ્યારે તીર્થનો વિચ્છેદ થયો ત્યારે આવા મિથ્યાધર્મીઓની બોલબાલા વધી ગઇ. લોકો સદ્ધર્મનો ત્યાગ કરીને હિંસાધર્મમાં પ્રવૃત્ત થવા લાગ્યા. તેવા ધર્મનો પ્રચાર કરનાર નેતાને શ્રેષ્ઠ અને ઉદ્ધારક માનવા લાગ્યા. તેમનો સત્કાર, સન્માનાદિ કરવા માંડ્યા. આ પ્રવૃત્તિને શાસ્ત્રમાં અસંયતી પૂજા તરીકે ઉલ્લેખિત કરીને આશ્ચર્ય ગણવામાં આવેલ છે. રંગ - અ શ્વન (પુ.) (ચૌદમાં અનંતજિન સમકાલીન ઐરાવતક્ષેત્રના તીર્થંકર) असंजोएत्ता - असंयोगयित (त्रि.) (સંયોગ નહિ કરાવનાર) ૪નોrm() - સંયોગિન્ (.) (1. સંયોગરહિત 2. સિદ્ધ જીવ) માટીનો સંયોગ તરવાના સ્વભાવવાળા તુંબડાને ડૂબાડે છે. કદાગ્રહનો સંયોગ જીવને સત્ય તરફ આગળ વધવા દેતો નથી. સ્વજનોનો સરાગ સંયોગ માણસને મોહાંધ બનાવી મૂકે છે. કર્મનો સંયોગ જીવના સ્વભાવમાં વિકૃતિ ઉત્પન્ન કરનાર હોય છે. આમ સંસારના પ્રત્યેક સંયોગ જીવ માટે એકાંતે અનર્થનું કારણ બનતા હોય છે. જે દિવસે જીવ સર્વસંયોગોને મૂકીને આત્મકલીન બને છે ત્યારે તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન અને નિરાકાર સ્વરૂપને પ્રાપ્ત કરે છે. असंठविय - असंस्थापित (त्रि.) (સંસ્કારરહિત) માતા-પિતાદિ વડીલોનું સન્માન કરવું તે સંસ્કાર છે અને તેમની ઉપેક્ષા કરવી તે વિકાર છે. પોતાના કાર્ય પ્રત્યે વફાદાર રહેવું તે સંસ્કાર છે અને કાર્ય પ્રત્યે બેઇમાની કરવી તે વિકાર છે. સ્વીકૃત ધર્મનું પાલન કરવું તે સંસ્કાર છે અને તેમાં છિદ્રો ગોતીને દોષોને સેવવું તે વિકાર છે. વિચારવાનું પોતે છે કે આપણે સંસ્કારી છીએ કે સંસ્કારરહિત? મr (નિ) સંવર - સન્નિપસંવય (.) (આહારાદિ સન્નિધિનો સંગ્રહ ન કરવો તે) સાધુને સૂર્યાસ્ત થવાની બે ઘડી પૂર્વે ઘડામાં રહેલ પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે. તો પછી મીઠાઇ, ખજૂરાદિ આહારનો સંગ્રહ તો સુતરા ત્યાજ્ય છે. પક્નીસૂત્રમાં પણ સાધુના વિશેષણમાં એક વિશેષણ છે મણસિંઘઅર્થાત આહારાદિનો સંગ્રહ ન કરનાર. મહંત - ગણ (ઉ.) (1. અવિદ્યમાન 2. અસત્ય, ખોટું 3. અસુંદર, અશોભન) સુંદર સજાવેલા ઘરમાં ગંદકી થાય તો તરત જ આપણું મન બગડી જાય છે. તે કચરો સતત ખેંચ્યા કરે છે. વિચારીએ છીએ કે આ કચરાના કારણે ઘરની સુંદરતા નષ્ટ થઇ જાય છે. માટે તેને સાફ કરવાના બધા જ પ્રયત્નો કરવા લાગીએ છીએ. ગંદકીના કારણે ઘરની બગડેલી શોભા આપણને દેખાય છે. કિંતુ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોથી યુક્ત આત્મા પર અવગુણોરૂપી કચરો લાગવાથી જે અસુંદરતા ફેલાયેલી છે તે કોઈ દિવસ દેખાય છે ખરી? ૪૩mજો (2) (અશાંત, ક્રોધાદિ કષાયોને જેણે ઉપશમાવેલ નથી તે) જેમ દુર્ગધપૂર્ણ ઉકરડો જે સ્થાનમાં રહેલો હોય છે. તેટલા સ્થાન અને તેના વાતાવરણને પ્રદૂષિત કરી મૂકે છે. તેમ ક્રોધાદિ કષાયોથી વ્યાપ્ત જીવ પોતાના આત્માને તથા તેની નજીક રહેલ અન્ય જીવોને પણ અશાંત કરી દે છે. ઉદયરત્ન મહારાજે પણ ક્રોધની સજઝાયમાં ક્રોધને હળાહળ વિષ સમાન કહેલો છે. વિવેકી પુરુષો આવા ક્રોધનું નિરાકરણ કરવામાં સદૈવ પ્રયત્નશીલ હોય છે. 137