Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ असण्णिसुय - असंज्ञिश्रुत (न.) (મિથ્યાદૃષ્ટિ ઋત). જેમ મિથ્યાદૃષ્ટિ જીવ અસંશી છે તેમ તેવા મિથ્યાષ્ટિ જીવો દ્વારા રચવામાં આવેલ શાસ્ત્રો, ગ્રંથો તે પણ મિથ્યાત્વનો પ્રચારપ્રસાર કરનાર હોવાથી અસંજ્ઞીશ્રત છે. નંદીસૂત્રમાં કાલિકોપદેશ, હેતુપદેશ અને દૃષ્ટિવાદોપદેશ ભેદે ત્રણ પ્રકારે કહેલા છે. असण्णिहिसंचय - असन्निधिसंचय (पुं.) (જેની પાસે વાસી ભોજન નથી તે, યુગલિક મનુષ્ય) વર્તમાન સમયમાં જે માણસને તાજું અને તૈયાર ગરમ ગરમ ખાવાનું મળે તે નસીબદાર કહેવાય. કેમ કે માણસનો સમય, આહાર અને પસંદ જ એવી થઇ ગઇ છે કે તેને તાજો આહાર મળવો દુર્લભ જ નહિ અશક્ય બની ગયો છે. એક તો તેના ખાવાનો કોઇ નિશ્ચિત સમય નથી રહ્યો. તેમજ તેને ચાઇનીઝ, ઇટાલીયન, ફ્યુઝન ફૂડ જેવું પસંદ આવે છે. જે ક્યારેય તાજું મળી ન શકે. પૂર્વના કાળમાં જેઓ વાસી ખાતાં તેઓ ગરીબ અને દુર્ભાગી કહેવાતાં હતાં. જૈન હોય કે જૈનેતર બધા જ લોકો તાજું અને ગરમાગરમ આહાર વાપરનારા હતાં. મત - ગમત (સ્ત્રી.) (અલાભ, અપ્રાપ્તિ). ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થતાં માણસ હતાશ અને નિરાશ થઇ જાય છે. પદાર્થ પ્રાપ્ત ન થવા પાછળ તે અન્ય કોઇ વ્યક્તિ, નિમિત્ત કે પાતાના નસીબને દોષ દેતો હોય છે. જયારે હકીકતમાં ઇચ્છિત પદાર્થનો અલાભ અંતરાયકર્મને આભારી છે. તે કર્મ વ્યક્તિએ સ્વયં નિર્માણ કર્યું હોય છે. જો અંતરાય કર્મનો ક્ષય થઇ જાય તો દુનિયામાં એવી કોઇ સામગ્રી નથી કે જે પ્રાપ્ત ન થાય. આથી ખોટી દિશામાં દોડવાને બદલે સાચી દિશામાં પ્રયત્ન ચાલુ કરી દેવો જોઇએ. જેથી બીજાનો દોષ કાઢવાનો વા સત્ત - માજી (ત્રિ.). (અસમર્થ, બળહીન) લૌકિક જગતમાં શારીરિકબળ કે ધનબળાદિ રહિત વ્યક્તિને નિર્બળ અને અસમર્થ કહેવામાં આવે છે. જ્યારે લોકોત્તર જગતમાં જેઓનું પોતાના મન ઉપર, પોતાની ઇચ્છાઓ ઉપર કે ભાવો ઉપર કાબુ નથી તેવા લોકોને નિર્બળ અને અસમર્થ કહેલા છે. જો આપણે આપણા મન કે ઇચ્છાઓને રોકી ન શકતા હોઇએ તો પછી આપણે શૂરવીર કે બળવાન કેવી રીતે કહેવાઇએ? *મ (કિ.) (અનાસક્ત, નિર્મોહી, રાગરહિત). આચારાંગસૂત્રની ટીકામાં અનાસક્તની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. જેઓ રાગનું બળ નાશ પામવાથી તણ કે મણિ, પત્થર કે સોનાને વિષે સમદૃષ્ટિને પામેલા છે. જેઓ પાપકર્મ કરવામાં અનાસક્ત છે. તેમજ જેઓ પાપ અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત નથી તેવા જીવોને અનાસક્ત જાણવા. *અસવ (.) (પરરૂપે અવિદ્યમાનપણું) એક ચિંતકે બહુ જ સરસ ચિંતન કર્યું છે. અરિસામાં મારું રૂપ જોયું અને મોઢા પર ડાઘ દેખાયો. લાગ્યું કે અરિસા પર ધૂળ જામેલી છે એટલે અરિસો સાફ કર્યો. ફરી જોયું તો ડાઘ ત્યાંનો ત્યાં જ હતો. વળી પાછો અરિસો સાફ કર્યો. આ પુનરાવૃત્તિ વારંવાર ચાલી પરંતુ ડાઘ ન ગયો. પછી ખબર પડી કે અરિસામાં ડાઘનું જ્ઞાન તે ભ્રમ હતો. કેમકે ડાઘ મોઢા પર હતો અને હું અરિસો સાફ કરતો હતો. બસ આવું જ કંઈક છે આત્મા અને કર્મનું. કર્મરૂપી દૂષણ આત્મા પર લાગેલ છે અને જીવનમાં આવતી તકલીફોનો દોષ આપણે બીજાને આપીએ છીએ. કર્મની વિદ્યમાનતાના કારણે આપણે આપણી સાચી ઓળખ ભૂલી ગયા છીએ. માટી ક્યારેય સોનું બની નથી શકતી તેમ આત્મિકગુણો ક્યારેય દુર્ગુણો બની નથી શકતા. જરૂર છે તેને ઓળખવાની તે તરફ ડગ માંડવાની. 149