Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ असक्यमसक्कय - असंस्कृतासंस्कृत (त्रि.) (અત્યંત સંસ્કારરહિત). સક્ષા - કથા (સ્ત્રી) (અસુંદર કથા, અશોભન કથા, ખરાબ સમાચાર) શહેરમાં ટપાલી ટપાલ લઈને આવ્યો. ટપાલ જેના નામે હતી તેના હાથમાં મૂકીને ઉભો રહ્યો. વિચાર્યું કે સારા સમાચાર હશે તો કાંઈક બક્ષિસ મળશે. માલિકે કવર ખોલીને પત્ર વાંચ્યો અને પત્નીને મોટેથી બૂમ મારી. સાંભળે છે? ગેસ પર તપેલીમાં ગરમ પાણી મૂકજે. આ સાંભળીને ટપાલીને થયું ચોક્કસ કાંઇક માઠા સમાચાર હશે. અને તે તુરંત જ ત્યાંથી નીકળી ગયો. તેના ગયા બાદ પતિએ વાક્ય પૂરું કર્યું. એ પાણીમાં કડક ચાની ભૂકી અને સાકર નાંખજે. આપણો દિકરો એન્જિનીયરીંગમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યો છે. વિકસિત શહેરો અને અવિકસિત ગામડાંઓમાં આટલો ફરક કે ગામના લોકો પોતાના સારા ખરાબ પ્રસંગોમાં બીજાને સહભાગી બનાવે. જ્યારે શહેરના લોકો પોતાના પડોશીને પણ તેની ગંધ ન આવવા દે એટલા ઉસ્તાદ. મસલ્સરિયા - મતિયા (at) (ખરાબ ચેષ્ટા, અશુભ ક્રિયા) જેના દ્વારા જીવ નરક, નિગોદાદિ દુર્ગતિ પ્રાયોગ્ય કર્મોનો બંધ કરે. તે પ્રત્યેક ક્રિયાને શાસકાર પરમર્ષિ ભગવંત અસલ્કિયા કહે છે. જીવહિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ, માયા, ક્રોધ, માન, લોભ આ બધા અસલ્કિયાના અસસ્થાનો છે. જ્યાં આત્મા સ્વયં પોતાના દુર્ભાગ્યને લખે છે. જે જીવ હળુકર્મી છે, ધર્મ પ્રત્યે રૂચિવાળો છે તથા સત્ય પ્રાપ્તિનો જિજ્ઞાસુ છે. તે જીવ દુર્ગતિના હેતુરૂપ અસલ્કિયા અને તેના સ્થાનોથી દૂર રહે છે. असक्किरियारहिय - असक्रियारहित (त्रि.) (પાપ વ્યાપારરહિત, હિંસાદિ દુશેખરહિત) મસા - મદિા ( f) (ત નામે પ્રસિદ્ધ આભીરકન્યા) અણદ - (ઈ.) (મિથ્યાભિનિવેશ, ખોટી માન્યતા) પંચાશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે અસગ્રહની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “આપ્તપુરુષોના વચનને બાધિત અર્થોનો પક્ષપાત કરવો તે અસદૂગ્રહ છે. જેનું મિથ્યાભિનિવેશ કે કદાગ્રહ એવું અન્ય નામ પણ છે. આ મિથ્યાભિનિવેશ મતિમોહના પ્રાબલ્યને કારણે જિન ધર્મમાં રહેલ ચારિત્રવંત આત્માને પણ સંભવી શકે છે. જમાલિ વગેરે તેના શાસ્ત્રપ્રસિદ્ધ ઉદાહરણો છે. મન્ચ - અસત્ય (જ.) (સત્યથી વિપરીત, અસત્ય, જૂઠ) એક નાનકડું જૂઠ તમારા સ્વાર્થની પૂર્તિ કરી આપશે. એક જૂઠ તમને એકાધિક વસ્તુનો લાભ કરાવી આપશે. એક જૂઠથી તમે તમારા સ્વજનોને નાનીમોટી સજામાંથી બચાવી શકશો. પરંતુ યાદ રાખજો કે ખોટું બોલીને, બીજાને છેતરીને અને કોઇ સાચા માણસની હાય લઇને તમે વધુ દિવસ સુખી નહિ રહી શકો. ગુજરાતીમાં કહેવત છે ને કે “પાપ તો છાપરે ચઢીને પોકારશે’ असच्चमणजोग - असत्यमनोयोग (पुं.) (અસભૂત કે વિપરીત અર્થોનું ચિંતન કરવું તે) જેની કોઇ વિદ્યમાનતા જ નથી કે જે અરિહંતપ્રણિત તત્ત્વોથી વિપરીત પદાર્થ છે તેનું ચિંતવન કરવું તે અસત્યમનોયોગ છે. અસત્યનું આચરણ કરવા કે બોલવાથી જે કર્મબંધ થાય છે તેનાથી કઇધણો વધારે કર્મબંધ વિપરીત અર્થોના ચિંતવનથી થાય છે. યોગશાસ્ત્રમાં કહેવું છે કે ત્રાજવાની એક બાજુ જગત આખાનું પાપ મૂકો અને બીજી તરફ અસત્યથી ઉત્પન્ન થયેલ પાપ મૂકો. તે બન્નેમાં અસત્યના પાપનો ભાર વધી જશે. 145 -