Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કરવામાં એક જીવ અસમર્થ હોય, તેવા સમયે ગીતાર્થ સાધુ અસમર્થન માસલઘુનું પ્રાયશ્ચિત્ત આપે તથા સમર્થન માસગુરુનું પ્રાયશ્ચિત્ત આપે. જેથી આલોચના લેનારની બુદ્ધિ ધર્મમાં સ્થિર રહે.' મસંપકિ - મસંપ્રષ્ટિ (.). (હર્ષરહિત, આનંદ વગરનો). આ સંસારની પરંપરા છે કે રૂપ, ધન, જ્ઞાન, કુળ આદિમાં શ્રેષ્ઠ હોય તેઓ પોતાનાથી હીન જાતિ, જ્ઞાન, ધનાદિ વાળાઓનું નિરંતર અપમાન કરતાં હોય છે. તેઓ તેમને નીચા દેખાડવામાં, ધિક્કારવામાં પોતાની મહાનતા સમજતા હોય છે. તેમાં તેઓને આનંદ આવતો હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે નિગ્રંથ સાધુ જાતિ, કુળાદિની અપેક્ષાએ હીન લોકોને ધિક્કારવામાં કે તેમનું અપમાન કરવામાં હર્ષ વગરનો હોય છે. તેમ કરવામાં તેઓ ઉત્સાહીત હોતાં નથી. જિનધર્મમાં પ્રસન્નચંદ્ર, ઉદાયી વગેરે રાજર્ષિઓ જો સાધુ બન્યાં છે. તો મેતાર્ય જેવા હીનકુળમાં જન્મેલ આત્માઓ પણ પ્રવ્રજિત બનીને કલ્યાણ સાધ્યું છે. મપુર - મપુટ () (પરસ્પર નહિ મળેલ, ખુલ્લું) સંસારમાં સુખ અને શાશ્વતતાબ એક નદીના બે કિનારા છે. જેઓ પરસ્પર ક્યારેય મળ્યા નથી અને મળવાના પણ નથી. જયાં આયુષ્ય જ ક્ષણભંગુર છે ત્યાં સુખ શાશ્વત કેવી રીતે હોઈ શકવાનું? જે જીવ આવું જાણવા છતાં પણ તેની ચાહના કરે છે. તેને જ્ઞાની ભગવંતો મૂર્ખ અને નાદાન ગણે છે. સંપર - સંસ્કુર (2) (ખુલ્લું, નહિ ઢાંકેલું) જે ભોજનના પાત્ર પર કોઇપણ પ્રકારનું ઢાંકણ ઢાંકેલું ન હોય, તેવા ભાજનમાંથી અપાતો આહાર સાધુ માટે વજર્ય કહેલો છે. તેવા આહારને સાધુ ગ્રહણ કરતાં નથી, કેમકે તેવા ખુલ્લા પાત્રમાં સૂક્ષ્મ જીવો આવી પડવાની સંભાવના રહેલ છે. તેમજ જો કોઈ ઝેરી જીવજંતુ પડેલું હોય અને તેવો આહાર સાધુ વાપરે તો આત્મઘાતનો પ્રસંગ બને છે. માટે તેવા આહારનો સાધુ નિષેધ સંજદ્ધ - સંદ્ધ (ઉ.) (અસંબદ્ધ, નહિ જોડાયેલ) જેમ બાળકને રમાડવા માટે રાખેલ આયા બાળકને ખવડાવે, પીવડાવે, રમાડે, લાલનપાલન કરે. પરંતુ જેટલો પ્રેમ કે હાલ પોતાના બાળક પ્રત્યે હોય તેટલો પ્રેમ શેઠના સંતાન પ્રત્યે રાખતી નથી. તેમ સમ્યવી શ્રાવક સંસારમાં રહ્યો છતો સાંસારીક જવાબદારીઓને માત્ર બાહ્યભાવથી વહન કરે છે. આંતરીક રીતે તો કાદવમાં ખીલેલા કમળની જેમ નિર્લેપ જ હોય છે. તે મોહમમતાથી સંસાર સાથે જોડાયેલ હોતો નથી. સંધુદ્ધ - સંવૃદ્ધ (3.) (બોધ નહિ પામેલ, તત્ત્વનો અજાણ) અસંયંત - અષાન્ત () (બ્રાન્તિરહિત, ભ્રમ વગરનો, સ્થિરચિત્ત) અસંબદ્ધ તથા વ્યવહારવિપરીત પ્રવૃત્તિ કરનારને લોકો અસ્થિરચિત્ત કે પાગલ સમજે છે. કેમકે તેવી પ્રવૃત્તિ એક પાગલ જ કરી શકે છે. જે વિવેકી છે, સ્થિરચિત્ત છે અને વ્યવહારજ્ઞ છે. તે ક્યારેય પણ હેતુ વગરની પ્રવૃત્તિ કરતો નથી. તેવી જ રીતે પૂજા, પ્રતિક્રમણ, પડિલહેણ, પૌષધાદિ સદનુષ્ઠાનો જે સંભ્રાંતપણે, ઉત્સુક્તાસહિત કરે છે. તેને જ્ઞાની ભગવંતો અસ્થિરચિત ગણે છે. કેમકે ધર્મજ્ઞ અને શિષ્ટપુરુષ ક્યારેય પણ કોઇ ક્રિયા ઉપયોગ વિના કરતો નથી. તેનું ચિત્ત સ્થિર અને અભ્રાંત હોય છે. - મઝમ (ઈ.) (ભય ન પામવું, ભયનો અભાવ) 141 -