Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મવલ્થ - પ્રવ7 (7) (નિરર્થક, અર્થશૂન્ય) દિવસ દરમ્યાન માનવી એટલા બધા વિચારો અને એવી પ્રવૃત્તિઓ કરતો હોય છે કે જેનો કોઇ જ અર્થ સરતો નથી, નિરર્થક વિચારોથી પોતાના મન અને દિવસ બન્નેને ખરાબ કરતો હોય છે. તેમજ અર્થશૂન્ય પ્રવૃત્તિથી માત્રને માત્ર સમયની બરબાદી કરતો હોય છે. વિચારો અને વર્તન કરવા હોય તો સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને પ્રભુ મહાવીર જેવા કરો. જેની નોંધ લેવા આખું જગત મજબૂર બની જાય. બાકી માત્ર શેખચલ્લીની માફક વિચારવાથી દુનિયાની વાત તો દૂર રહો પોતાની નજીકના લોકો પણ કોઇ નોંધ લેતા નથી. अवथोचिय - अवस्थोचित (त्रि.) (અવસ્થાને ઉચિત) અવરજી - મવા (જ.) (પર્વત, છેડો, અંત) જેનો આરંભ છે તેનો અંત અવશ્ય છે. કોઈ વસ્તુ નવી બને છે કે પછી નવો જીવ જન્મ લે છે. તેની સાથે જ તે નક્કી થઇ જાય છે કે અમુક સમયે તેનો અંત થશે. જો વ્યક્તિ આરંભ અને અંતના દાખલાને બરોબર સમજી લે તો તે જીવનમાં આવનારી કોઇપણ ઘટના, કોઇપણ પરિસ્થિતિ તેના ચિત્તની સ્થિરતાને હલાવી નહિ શકે. આવર્ત - ગv (3) સત (6) (1. તકલાદી, નાજુક 2. સારરહિત). આ સંસારના સંબંધો કે લાગણીઓની કોઇ ગેરંટી નથી. બધા જ સંબંધો અને લાગણીઓ કાચના જેવા તકલાદી અને અસાર છે. એક ઠેસ લાગતા જ કાચની જેમ સંબંધો તથા લાગણીઓ તૂટતા વાર લાગતી નથી. કોઇએ કટુ વચન કીધાં નથી કે લાગણીઓ કડડડભૂસ થઈ જાય છે. મૃત્યુ પછી આ ભવનો કોઇ જ સંબંધ વિદ્યમાન રહેતો નથી. એક માત્ર દેવ, ગુરુ અને ધર્મ સાથેનો સંબંધ ફોલાદના જેવો મજબૂત અને સારભૂત છે. તેમની સાથેનો સંબંધ આ ભવ અને આવનારા ભવોભવ સુધી કાયમ રહે છે. એ પણ ગેરંટી અને વોરંટી સાથે. મેવરાય - અવલાત (ઈ.) (1. શ્વેત, સફેદ 2. સ્વચ્છ, નિર્મળ, પવિત્ર) વર્ષો જેને આજના સમયમાં ક્લર કે રંગ કહેવાય છે. તેની અસર માનવીના મન પર થતી હોય છે. આ વાત આજનું સાયન્સ પણ માને છે. લાલ, કાળા જેવા ભડક કલરો મનુષ્યના મન પર વિપરીત અસર પાડતા હોય છે. આથી તેવા વર્ગોના વસ્ત્રો ન પહેરવાની સલાહ આજનું સાયન્સ આપે છે. જિનધર્મમાં પણ મન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી વેશ્યાઓના વ કહેલા છે. તે વર્ણો અનુસાર તે વેશ્યાના પ્રભાવ પણ કહેલો છે. કૃષ્ણ, નીલ અને કાપોત લેગ્યા ચિત્તને દૂષિત કરે છે. જ્યારે તેજો, પા અને શુક્લ વર્ણની વેશ્યા ચિત્તને પવિત્ર અને પ્રસન્ન કરનારી કહેલી છે. મતાનિય - ઝાલર(નિ) ત (ઉ.) (વિકસિત, પ્રફુલ્લિત) આજના જમાનામાં વિકસિતની વ્યાખ્યા કંઈક આવી છે. સ્ત્રીઓ અસુરક્ષિત હોવા છતાં દેશ વિકસિત છે. યુવા પેઢી બધી જ મર્યાદાઓનો ભૂક્કો બોલાવીને બેશરમ થઇને ફરતી હોવાછતાં દેશ વિકસિત છે. ઘરમાં મા-બાપ સતત તિરસ્કાર અને અનાદરને પામતા હોવા છતાં દેશ વિકસિત છે. જો આવી પરિસ્થિતિ હોવા છતાં દેશને વિકસિત કહેવાતો હોય તો કહેવું પડશે કે, જો ગાંધીજી જીવતા હોત તો ગોડસેને કહેત ભાઇ ! મારી છાતીમાં ફરી એકવાર ગોળીઓ ધરબી દે. આવા વિકસિત દેશને જોવા કરતા મરવાનું વધુ પસંદ કરીશ. - 83 -