Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પ્રવેશેલ આત્માનું મન મેરુપર્વત જેવું અડગ અને સમુદ્રના મધ્યભાગમાં રહેલ જલ જેવું અચંચલ થઈ જાય છે. શુક્લધ્યાનના આ પાયમાં પ્રવેશેલ આત્માનું ધ્યાન અપુનરાગમન ધ્યાન બની જાય છે. અર્થાતુ તેઓ પુનઃ કદાપિ અશુભધ્યાનમાં પ્રવૃત્ત થતાં નથી. अवियारमणवयणकायवक्क - अविचारमनोवचनकायवाक्य (त्रि.)? (વિચાર્યા વગરના મનવચનકાયાવાક્ય છે જેના તે) अवियारसोहण - अविचारशोधनार्थ (पं.) (સંયમમાં સ્કૂલિત આત્માની વિશુદ્ધિ માટે) મવિર - મવતિ (સ્ત્રી) (1. પાપાચારમાંથી અનિવૃત્તિ 2. અબ્રહ્મ 3, વિરામનો અભાવ) શાસ્ત્રમાં કહેલ પાપસ્થાનોમાંથી નિવૃત્ત ન થવું તેને અવિરતિ કહેવામાં આવે છે. કર્મગ્રંથાદિમાં આવી અવિરતિ બાર પ્રકારની કહેલ છે. મનસંબંધિ, પાંચ ઇંદ્રિયસંબંધિ અને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયના વધસંબંધિ. મનથી અશુભ વિચારોની અનિવૃત્તિ, ઇંદ્રિયો દ્વારા ભોગોમાંથી અનિવૃત્તિ અને ત્રાસ-સ્થાવર જીવોની હિંસાથી અનિવૃત્તિ તે અવિરતિ છે. વિર (4) વ - વિરતિ (4) વ૬ (ઈ.) (મથુનસંબંધિ ચર્ચા) કાયદાની ભાષામાં ગુનાહિત પ્રવૃત્તિ કરવી એ જેમ ગુનો છે. તેમ તેવી પ્રવૃત્તિના મૂકસાક્ષી બનવું તે પણ એક પ્રકારનો ગુનો જ છે. તેમ મૈથુન સેવવું, તેની ચર્ચા કરવી એ જેમ દોષ છે. તેવી રીતે તેવી ચર્ચા થતી હોય ત્યાં ઊભા રહીને તેને સાંભળવું તે પણ એક પ્રકારનો દોષ કહેલો છે. આથી પાપભીરુ આત્મા આવી સદોષ પ્રવૃત્તિથી દૂર રહે છે. મવિરા - વિતિ (at) (વ્રતરહિત સ્ત્રી, પાપથી અનિવૃત્ત સ્ત્રી) વિરત્ત -- વર (શિ.) (આસક્ત, અનુરાગી) ધર્મસંગ્રહાદિ ગ્રંથોમાં મૃત્યુનિમિત્તોમાં રાગને પણ મરણમાં એક નિમિત્ત તરીકે ગણેલ છે. ધર્મમાર્ગને નહિ પામેલ કોઇ જીવ જ્યારે સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં અત્યંત આસક્ત બની જાય છે. ત્યારે તે ભ્રાન્તચિત્તાત્મા તે વસ્તુના અભાવમાં વિરહ સહન ન કરી શકવાને કારણે મૃત્યુ પામે છે. ગૌતમસ્વામી જેવા જ કોઇક વિરલાત્મા અત્યંત પ્રિય એવા પરમાત્માવિરહને પામવાં છતાં સંસારમાં ડૂબવાને બદલે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ભવસમુદ્ર તરી ગયાં. વિરા - અવિરત (B). (1, પાપસ્થાનથી અનિવૃત્ત 2. અવિરત ચોથું ગુણસ્થાનક 3. સમ્યગ્દષ્ટિ જીવ) જિનેશ્વર પરમાત્માને, પંચાચાર પાલક ગુરુને અને કેવલી પ્રરૂપિત ધર્મને પામવા છતાં વ્રતોને પાળવામાં અસમર્થ એવા આત્માને કર્મગ્રંથમાં અવિરતસમ્યગ્દષ્ટિ કહેલા છે. તેઓ ધર્મને જાણે છે એટલું જ નહિ હૃદયપૂર્વક તેનો સ્વીકાર પણ કરે છે. કિંતુ પૂર્વકૃત કર્મોના કારણે તેઓ એક નાનકડા વ્રતનો સ્વીકાર પણ કરી શકતા નથી. દેવલોકવાસી દેવો, શ્રેણિક મહારાજ, કૃષ્ણવાસુદેવ જેવા આત્માઓ આ અવિરતની કક્ષામાં આવે છે. વિરતલા () - વિરલકિન (.) (પરિગ્રહને ધારણ કરનાર) अविरयसम्मत्त - अविरतसम्यक्त्व (पुं) (અવિરત સમ્યગ્દષ્ટિ, ચતુર્થ ગુણસ્થાનવર્તી) 51 0 m -