Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વિસમ્મતિક્ટ્રિ - વિતિયfણ () (વ્રતરહિત સમ્યગ્દષ્ટિ, ચતુર્થ ગુણસ્થાનવર્તી) જેમ સમ્યવના ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એમ ત્રણ ભેદ કહેલા છે. તેમ તે સમ્યક્તમાં વર્તતા જીવોના પણ પશમિકસમ્યગ્દષ્ટિ, ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ એમ ત્રણ ભેદ પડે છે. કર્મોના ઉપશમના કારણે ઔપથમિકસમ્યક્તમાં વર્તતો જીવ પથમિકસમ્યગ્દષ્ટિ છે. કેટલાક કર્મોના ક્ષય અને કેટલાક કર્મના ઉપશમના કારણે ક્ષાયોપથમિસમ્યક્તમાં વર્તતો જીવ ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિ છે. તથા સર્વથા દર્શનમોહનીય કર્મના ક્ષયે યાવતુ મોક્ષ સુધી રહેનાર ક્ષાયિકસમ્યક્તમાં વર્તતો જીવ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ છે. अविरयसम्महिद्विगुणट्ठाण - अविरतसम्यग्दृष्टिगुणस्थान (न.) (અવિરતસમ્યગ્દષ્ટિ નામક ચતુર્થ ગુણસ્થાનક) કર્મગ્રંથકારે ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવના લક્ષણ જણાવતા લખ્યું છે કે “જે કર્મબંધના હેતુભૂત અવિરતિ, રાગ, દ્વેષ અને દુખને જાણતો હોય. જે સાવદ્યયોગોમાંથી નિવૃત્તિની સદૈવ વાંછા કરતો હોય કિંતુ તેમ કરવા અસમર્થ હોય. જે પાપકર્મના હેતુઓને નિંદતો હોય. જે જીવાજીવાદિના સ્વરૂપને સારી રીતે જાણતો હોય તેવા જીવને સમ્યગ્દષ્ટિ જાણવો.” મવિરત - અવિરત (R.). (1. અંતરરહિત, નિરંતર 2. ઘન, ઘટ્ટ). ભગવાન આદિનાથે ચારિત્ર અંગીકાર પૂર્વે પોતાના સો પુત્રોને જુદા જુદા દેશ વહેંચી આપ્યાં હતાં. કોઇને અંગદેશ, કોઇને બંગદેશ, કોઇને તક્ષશિલા તો કોઈને અયોધ્યા, બધા જ રાજયો મોટા અંતરે આવેલા હોવા છતાં પણ તે ભાઇઓનો એકબીજા માટેનો પ્રેમ તો નિરંતર હતો. નાના ભાઈઓને તેમના વૃદ્ધ ભાઈ માટે પૂજ્યભાવ અસીમ હતો. જયારે આજના કાળમાં એક જ મકાનમાં, એક જ છત નીચે અંતરરહિત રહેવાં છતાં તેમના કાળજાઓમાં એકબીજા માટે યોજનાનું અંતર પડી ગયેલ હોય છે. अविरलदंत - अविरलदन्त (त्रि.) (જેની દંતપંક્તિ શ્રેણીમાં છે તે, અંતરરહિત દંતશ્રેણી છે જેની તે) अविरलपत्त - अविरलपत्र (त्रि.) (છિદ્રરહિત પાંદડાવાળું વૃક્ષ, ઘટ્ટ પાંદડાવાળું ઝાડ) સામુદ્રિકશાસ્ત્રમાં કહેલ લક્ષણાનુસાર સંપૂર્ણ સંખ્યાયુક્ત દંતપંક્તિ હોવા ઉપરાંત જો તે સમશ્રેણીમાં આંતરરહિત રહેલ હોય. તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું કહેવાય છે. તેવી દેતપંક્તિવાળો પુરુષ કે સ્ત્રી પ્રશંસનીય બને છે. તેમજ લીલુંછમ, છિદ્રરહિત અને વિશાલ પાંદડાઓથી શોભતું વૃક્ષ પશુ, પંખી તેમજ વટેમાર્ગના આકર્ષણનું કેન્દ્ર બને છે. તથા દોષરૂપી છિદ્રરહિત, ચારિત્રાચારના પાલનમાં ઉદ્યત એવો શ્રમણ ધર્મચિ જીવો માટે આદર્શ બને છે. વિરદ - વિરહ (g) (વિરહનો અભાવ, સતત, નિરંતર) માતાને પુત્રનો વિરહ, પુત્રને પિતાનો વિરહ, ભાઇને બહેનનો વિરહ, પતિને પત્નીનો વિરહ. સંસાર, સંયોગ અને વિરહ ત્રણેય એક બીજાના પર્યાય છે. સંસાર છે તો સંયોગ છે અને સંયોગ છે તો વિરહ પણ અવયંભાવી છે. એકમાત્ર મોક્ષ જ વિરહના અભાવવાળું સ્થાન છે. આથી જ તો તે સંસારથી ભિન્ન છે. अविरहिय - अविरहित (त्रि.) (વિરહરહિત, નિરંતર, સતત) વિરહિંઝા - વિરાધ્ય (વ્ય) (નહિ વિરાધીને, વિરાધના કર્યા વિના) 116 -