Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મલ્લો - વલ્લો (વ્ય.) (1. સૂચના 2. દુખ 3. સંભાષણ 4, અપરાધ 5. આનંદ 6. વિસ્મય 7. આદર 8, ભય 9. ખેદ 10. વિષાદ 11. પશ્ચાત્તાપ) આવ્યોસંબોધનમાં વપરાતો શબ્દ છે. ઉપરોક્ત કહેલા કોઇપણ અર્થમાં આ અવ્યયનો પ્રયોગ કરવામાં આવે છે. જેમકે હે આર્ય! દુષ્કર આચર, હે મિત્ર ! મારું હૃદય ભેદાય છે વગેરે વગેરે. મલ્લોન - મવ્યાøત (2.) (1. અવિશેષિત 2. વાસ્તુનો એક ભેદ 3. અસ્પષ્ટ 4. ફેલાવરહિત 5. વિભાગરહિત) अव्वोच्छिण्ण - अव्यवच्छिन्न (त्रि.) (વિચ્છેદરહિત, અંતરરહિત, સતત, નિરંતર, પરંપરાગત) તીર્થકરો દ્વારા પ્રરૂપિત અને ગીતાર્થ શ્રમણો દ્વારા આચરિત પરંપરાનો વિરોધ એટલે ઘોરાતિઘોર કર્મનો બંધ કરવો. જે પરંપરા પૂર્વથી ચાલી આવતી હોય તે પરંપરા પોતાના સ્વાર્થ ખાતર કે અહિતબુદ્ધિએ બદલવી તે નરકગતિનું દ્વાર છે. હા એક વાત ધ્યાનમાં રાખવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ધ્યાનમાં રાખીને તે કાળના ગીતાર્થ શ્રમણોએ ચલાવેલી નવી પરંપરા પણ એટલી જ માન્ય બને છે. જેટલી તીર્થકર ભગવંતે ફરમાવેલી આજ્ઞા. તે સિવાયની સ્વમતિકલ્પનાએ કે અન્ય કોઇ કારણોસર પરંપરાગત આચારો કે શાસ્ત્રોને બદલવા ઉત્સુત્રાચરણ અને પ્રરૂપણા કહેવાય છે. अव्वोच्छित्ति - अव्यवच्छित्ति (त्रि.) (1, પરંપરાગત 2. વિચ્છેદનો અભાવ) अब्बोच्छित्तिणयट्ट - अव्यवच्छित्तिनयार्थ (पुं.) (દ્રવ્ય, શાશ્વત પદાર્થ) બ્રોયડ - વ્યકૃિતા (સ્ત્રી) (1, ગંભીર અર્થવાળી ભાષા 2. અસ્પષ્ટ અક્ષરવાળી ભાષા) ટ્ટ - મતિ ( સ્ત્ર.) (અનાજ માપવાનું એક માપ, હથેળી પ્રમાણ માપ, પસલી) *સ્મૃતિ (સ્ત્રી) (વિસ્મૃતિ, યાદ ન રહેવું) વિસ્મૃતિ એક દોષ છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમના કારણે આ વિસ્મૃતિ સંસારી જીવોમાં અલ્પ કે બહુલતાએ જોવા મળે છે. સાધુ કે શ્રાવકાચારમાં મતિદોષે વિસ્મૃતિને હજી ક્ષમ્ય ગણી છે. પરંતુ હૃદયના અશુદ્ધભાવને કદાપિ નહિ. Rડું- ગમત (વ્ય.). (વારંવાર, અનેકવાર) એકવાર બોલીને વારંવાર ફરી જવું તે દુર્જનતાની નિશાની છે. પોતાની વાત પર સ્થિર ન રહેનારદુષ્ટ પુરુષ સર્વત્ર અવિશ્વાસપાત્ર બને છે. સજ્જન જન બોલેલા વચનની કિંમત સમજતાં હોય છે. આથી તેઓ બોલીને ફરવા કરતાં પ્રાણના ભોગે પણ બોલેલા વચનનું પાલન કરવું શ્રેષ્ઠ માનતા હોય છે. કર્ણ - અdf (1.). (1, કુલટા, વ્યભિચારિણી, અસતી 2. દાસી) શાસ્ત્રોમાં, ઇતિહાસોમાં, સાહિત્યોમાં સર્વત્ર એક વાત ઘંટનાદની જેમ વારંવાર કહેવાઇ છે કે મર્યાદા, શીલ તે સ્ત્રીઓનું અમૂલ્ય ઘરેણું છે. તેને જાળવવું દરેક સ્ત્રીનો ધર્મ છે. જ્યારે જયારે સ્ત્રીઓએ મર્યાદા તોડી છે ત્યારે ત્યારે તેઓ મુસીબતમાં મૂકાઈ છે. 1300