Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કર્યો ન હોય તે કાર્ય પ્રાયઃ સફળ થતું નથી. આથી જ તો કહેવાય છે કે સાત સમંદર તરી જનારો કોઇ વખત ખાબોચિયામાં ડૂબી જાય છે. મસંક્રમ - મસમ (ઈ.) (પરસ્પર સંક્રમ ન પામવું, એકબીજામાં ન ભળવું) મસંગ - મશહૂનમ્ (રે.) (શંકારહિત મન છે જેનું તે, આસ્તિકમતિયુક્ત) કરંડીયામાં સડેલી એક કેરી કરંડીયામાં રહેલ બીજી બધી કેરીને બગાડે છે. તેમ આત્મામાં રહેલ એક શંકાનો સડો બીજા બધા ગુણોને દૂષિત કરે છે. શાસ્ત્રોક્તિ પણ છે કે શંકાએ સમકિત જાય'ત્રિકાલ અબાધિત તત્ત્વોમાં જેનું મન શંકાઓ કર્યા કરે છે. તે સમકિતરૂપી અમૃતના પાનથી વંછિત રહે છે. પરંતુ જેઓનું ચિત્ત આસ્તિષ્પગુણથી યુક્ત છે. તેવા નિઃશંક મનુજો સમ્યક્ત અને સિદ્ધિસુખને પ્રાપ્ત કરે છે. મલ્સિ (T) - ૩મનિ (ઉ.) (શંકા નહિ કરનાર, શંકારહિત) असंकिय - अशङ्कित (त्रि.) (શંકાને અયોગ્ય) મલ્જિનિટ્ટ - વિ8 (ત્રિ.). (શુદ્ધ અધ્યવસાય, શુભ ધ્યાન) સુંદર અને શુદ્ધ વસ્ત્ર લોકમાં પ્રશંસા અને આદર અપાવે છે. તેમ આત્માનો શુદ્ધ અધ્યવસાય લોકોત્તર કેવળજ્ઞાન અને શાશ્વત સિદ્ધિસુખને અપાવે છે. જયારે અશુદ્ધ અધ્યવસાય નરક, નીચકુળ તથા નિગોદ જેવા નિમ્નસ્તરના સ્થાનોને પ્રાપ્ત કરાવે છે. असंकिलिट्ठायार - असक्लिष्टाचार (पुं.) (સર્વદોષરહિત આચાર, સકલ દોષનો ત્યાગ કરનાર) વ્યવહારસૂત્રના તૃતીય ઉદેશામાં અસંક્લિષ્ટાચારની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. આ લોક અને પરલોકની આકાંક્ષારૂપ સંક્લેશથી વિપ્રમુક્ત એવો આચાર તે અસંક્લિષ્ટાચાર છે. અર્થાત આ લોક કે પરલોકના સુખની વાંછારહિત નિર્પેક્ષભાવે જે આચારોનું . પાલન કરાય તે આચાર અસંક્લિષ્ટાચાર બને છે असंकिलेस - असंक्लेश (पुं.) (સંક્લેશનો અભાવ, પરિણામની વિશુદ્ધિ) સ્થાનાંગસૂત્રમાં વિશુદ્ધપરિણામના હેતુભૂત એવા સંક્લેશનો અભાવ ત્રણ પ્રકારે કહેલો છે. 1. જ્ઞાનપ્રાપ્તિમાં અહંકાર ન આવતાં નમ્રતાદિ ગુણોનો પ્રાદુર્ભાવ તે જ્ઞાનનો અસંક્લેશ છે. 2. દેવ, ગુરુ અને ધર્મમાં દેઢશ્રદ્ધા તે દર્શનનો અસંક્લેશ છે. 3. તથા કોઇપણ પ્રકારની અપેક્ષારહિત કર્મનિર્જરાની કામનાએ આચારોનું પાલન તે ચારિત્રનો અસંક્લેશછે. અજંg - મન (શિ.). (જેની કોઇ સંખ્યા નથી તે, જેનું પરિમાણ વિદ્યમાન નથી તે) જે પદાર્થાદિ ગણનાથી પર છે. જે સંખ્યામાં ગણી ન શકાય તેને અસંખ્ય કહેવામાં આવે છે. જો કે આત્મપ્રત્યક્ષ કેવલી ભગવંત માટે કોઇ વસ્તુ અસંખ્ય નથી. તેઓ કેવલદૃષ્ટિએ તેની સંખ્યા જાણે છે. કિંતુ સંસારી જીવ માટે વ્યવહારમાં તેનું કોઇ માપ ન હોવાથી અસંખ્યરૂપે તેનું કથન કરવામાં આવ્યું છે. જેમ કે આકાશમાં તારા અસંખ્ય છે. તિøલોકમાં દ્વીપ અને સમુદ્રો અસંખ્ય છે. પલ્યોપમ અને સાગરોપમ અસંખ્ય વર્ષપ્રમાણ છે. આવા કેટલાય પદાર્થો શાસ્ત્રમાં અસંખ્યરૂપે કહેલ છે. 1320