Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મલિરવ - વિરઃ (B). (અકુશળ, ચતુર નહિ તે) કોક ચિંતકે ખૂબ સરસ લખ્યું છે કે આ જીવનમાં પ્રત્યેક માણસે કોઇક વસ્તુમાં તો વિશારદતા પ્રાપ્ત કરવી જ જોઇએ. જે તેની ઓળખાણ બની જાય. જેમ અર્જુનની બાણાવલી, કર્ણની દાનવીર, ગૌતમસ્વામીની વિનયી. તેમ એવું એક ક્ષેત્ર હોવું જોઇએ જેમાં કૌશલ્ય મેળવીને તે મસ્તક ઊંચું રાખીને જીવી શકે. જેઓ પોતાની જાતને નક્કામી માની બેઠા છે. તેઓ ક્યારેય કશામાં કુશળતાને પ્રાપ્ત કરી શકતાં નથી. અવિશારદતા, મૂર્ખતા તે જ તેમની ઓળખાણ બનીને રહી જાય છે. વિશુદ્ધ - વિશુદ્ધ (a.) (શુદ્ધ નહિ તે, અવિશુદ્ધ). મેલાઘેલા કપડાને ધારણ કરનારા. પસીનાને કારણે મેલના થર જેમના શરીર પર જામી ગયેલા છે. તેવા શ્રમણ ભગવંતો શરીરશુદ્ધિ કરનારું સ્નાન ભલે ન કરતાં હોય. તેમનું શરીર ભલે મેલના કારણે અવિશુદ્ધ હોય, કિંતુ તેઓ બ્રહ્મચર્યના પાલન દ્વારા, નિર્દોષ ચારિત્રના પાલન દ્વારા તથા સદૈવ પરોપકારના વિચાર દ્વારા નિત્ય સ્નાન કરે છે. સગુણોથી તેમનો આત્મા તો સદૈવ શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ છે. अविसुद्धलेस्स - अविशुद्धलेश्य (त्रि.) (1. કૃષ્ણાદિ અશુદ્ધલેશ્યાવાળો, અશુદ્ધ વેશ્યાયુક્ત 2. વિર્ભાગજ્ઞાની) પ્રવચન સારોદ્ધારમાં વેશ્યાસંબંધિ ચર્ચા કરતાં લખ્યું છે કે “જીવ સમગ્ર જીવન દરમ્યાન કોઇપણ લેશ્યામાં વર્તતો હોય. પરંતુ મૃત્યકાળે બીજા ભવમાં જવાના સમયે જીવ કાળ કરીને જે ભવમાં જવાનો હોય. તે ભવની વેશ્યા તેને લેવા આવે છે. જેમાં દેવ ભવમાં જવાનો હોય તો શુભલેશ્યા આવે છે. તથા નરકાદિ નીચગતિમાં જવાનો હોય તો અશુદ્ધલેશ્યામાં તે મરણ પામે છે. આથી જ સમગ્ર જીવન સુંદર લેગ્યામાં જીવનારા કૃષ્ણમહારાજા અંતકાળે કૃષ્ણલેશ્યાને પામી નરકગામી બન્યા. अविसेस - अविशेष (त्रि.) (વિશેષરહિત, સામાન્ય) ન્યાય ગ્રંથમાં અવિશેષનો અર્થ સામાન્ય કરવામાં આવ્યો છે. સામાન્ય એટલે એવો ગુણધર્મ જે સમગ્ર જાતિમાં વ્યાપ્ત હોય અને બીજે અવ્યાપ્ત હોય. જેમ મનુષ્યમાં મનુષ્યત્વ, દેવમાં દેવત્વ, પશુમાં પશુત્વ. આ મનુષ્યત્વાદિ જે તે જાતિમાં સમગ્રપણે વ્યાપ્ત હોય છે. દરેક મનુષ્યમાં મનુષ્યત્વ હોવાથી તેનું વિભાજન કરી શકાતું નથી. તેમજ તે સિવાયના અન્ય સ્થાનોમાં તો અવ્યાપ્ત હોય છે. अविसेसिय - अविशेषित (त्रि.) (વિભાગરહિત) अविसेसियरसपगइ - अविशेषितरसप्रकृति (स्त्री.) (અવિવક્ષિત એવો રસનો સ્વભાવ, અવિભાજિત છે રસનો સ્વભાવ જેમાં) વહિ- વિધિ (કું.) (1. વિશુદ્ધિનો અભાવ, ચારિત્રને મલિન કરવું 2. અતિચાર) જેવી રીતે કોલસો પોતે મલિન છે અને તેની સાથે સંસર્ગમાં આવેલ અન્યને પણ મલિન કરે છે. તેમ અવિશુદ્ધકક્ષાનો અતિચાર નિર્મળ એવા ચારિત્રને અને તેનું પાલન કરનાર ચારિત્રી બન્નેને મલિન કરે છે. માટે પ્રાયશ્ચિત્ત દ્વારા તે અતિચારોનું નિરાકરણ કરવું અનિવાર્ય બને છે. મવિહિક - વિધિ (ft.). (ચારિત્રને મલિન કરનાર અધાકર્માદિ છ દોષનો સમૂહ) આચારાંગસૂત્રમાં આધાકમદિ છદોષોનો સમૂહ ચારિત્રજીવનને મલિન કરતો હોવાથી તેમને અવિશોધિકોટીના કહેલા છે. તે છ 21200